GSTV
Gujarat Government Advertisement

મુંબઈમાં કોરોના દર્દીઓનો આંકડો 1000ને પાર : 24 કલાકમાં 10નાં થયા મોત, દેશમાં સૌથી વધારે અસરગ્રસ્ત શહેર

Corona

Last Updated on April 11, 2020 by Karan

આખો દેશ હાલનાં દિવસોમાં સંપૂર્ણ લોકડાઉન અને સીલિંગને કારણે કેદ છે. તેમછતાં, કોરોના વાયરસનો વિનાશ અટકી રહ્યો નથી. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 6700 થી વધુ થઈ ગઈ છે. 206 લોકોના મોત થયા છે. શુક્રવારે દિલ્હીમાં કોરોનાના 183 નવા કેસ આવ્યા બાદ કુલ આંકડો 900 ને પાર જતો રહ્યો છે. દેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ મુંબઈની છે. અહીં કોરોના પોઝિટીવની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. આજે મહારાષ્ટ્રમાં 1576 કેસ નોંધાયા છે. મોતના આંકમાં પણ મહારાષ્ટ્રે સદી ફટકારી દીધી છે. મોતનો આંક 110એપહોંચ્યો છે.

મુંબઈમાં 1000થી વધુ લોકો સંક્રમિત

મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. શુક્રવારે ત્યાં 6 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મુકુંદ નગર કેમ્પમાં પણ 5 કેસ નોંધાયા છે, જેમાંથી એક કેસની જાણ ગુરુવારે થઈ હતી અને જેમાંથી તેનાં સંપર્કની ઓળખ કરવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં 20 થી વધુ કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે, ફક્ત મુંબઇ શહેરમાં 1008 લોકો વાયરસના ચેપનો શિકાર બન્યા છે. મુંબઈમાં, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1500 ની ઉપર જતી રહી છે, જે કોઈપણ રાજ્યના દર્દીઓ કરતા વધારે છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 132 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે, મુંબઇમાં કુલ કોરોના વાયરસ પોઝિટિવ કેસ વધીને 1008 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ મુંબઇમાં 10 લોકોના જીવ લીધા છે.

corona

ગીચ વસ્તીના કારણે સોશિયલ અંતર જાળવવુ મુશ્કેલ

ધારાવીમાં કોરોના વાયરસના વધતા જતા કેસથી ચેકિંગ ઘનિષ્ઠ બનાવાયું છે. સંવેદનશીલ વિસ્તારમાં ફળો અને શાકભાજીની દુકાનો અને લારીઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધારાવીનો સાક્ષરતા દર 69 ટકા છે, જે ભારતના કોઇ પણ સ્લમ એરિયા કરતા વધારે છે. અહીંયા ભારતના વિવિધ ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ગ્રામીણો રહે છે. આ વિસ્તાર મુંબઇની બે મુખ્ય ઉપનગરીય રેલવે લાઇનો, પશ્ચિમી અને મધ્ય રેલવેની વચ્ચે આવેલો છે. ધારાવીની પશ્ચિમમાં માહિમ અને બાંદ્રા છે, જયારે ઉત્તરમાં મીઠી નદી આવેલી છે. મીઠી નદી માહિમ ક્રિકના માધ્યમથી અરબસાગરને મળે છે. વરસાદની સિઝનમાં ગટર અને જળ નિકાસની નબળી સુવિધાના કારણે તે પૂરનો ભોગ બનતી રહી છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 1500થી વધારે નોંધાયા છે, જેમાં મુંબઇમાં સૌથી વધારે છે. ધારાવી જેવા સ્લમ વિસ્તારમાં કોરોના સંક્રમણ ખતરાની ઘંટી સમાન છે. અત્યાર સુધી કોરાના સંક્રમણને વિદેશયાત્રા કરીને આવેલા પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવતું હતું, પરંતુ હવે તે સ્થાનિક લોકોમાં પણ જોવા મળી રહયો છે. છેલ્લા કેટલાક સમયથી જેની વિદેશ પ્રવાસની કોઇ હિસ્ટ્રીના હોય એવા લોકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળી રહયું છે. કોરોના વાયરસના સંક્રમણની આ પેર્ટનને તોડીને તેનો નાશ કરવા માટે દેશમાં લોકડાઉન અમલમાં છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!