એક તરફ દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યુ છે. જેમાં મધ્ય પ્રદેશ પણ સામેલ છે. તો બીજી તરફ સરકારમાં બેઠેલા જન પ્રતિનિધિઓ પોતે જ સરકાર દ્વારા નક્કી કરાયેલી કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નથી.

કોરોના ગાઇડલાઇનના નિયમો માત્ર પ્રજાને લાગુ થાય છે નેતાઓને નહીં?
મધ્ય પ્રદેશમાં સોમવારથી શરુ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યો કોરોના ગાઇડલાઇનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે આવેલા મોટાભાગના ઘારાસભ્યોએ માસ્ક પહેર્યું નહોતું. ત્યારે સવાલ થાય છે કે કોરોના ગાઇડલાઇનના નિયમો માત્ર પ્રજાને લાગુ થાય છે નેતાઓને નહીં?
હું દરરોજ બાજરાના 4 રોટલા ખાવ છે માટે મને કોરોના નહીં થાય
માત્ર એટલું જ નહીં પરંતું જ્યારે ધારાસભ્યોને આ વિશે પૂછવામનાં આવ્યું તો તેમણે જે જવાબ આપ્યા છે તે સાંભળીને હસવું કે રડવું તે ખબર નહીં પડે. મધ્ય પ્રદેશના ચંબલ ક્ષેત્રના ધારાસભ્ય બૈજનાથ કુશવાહાએ કહ્યું કે ‘હું દરરોજ બાજરાના 4 રોટલા ખાવ છે માટે મને કોરોના નહીં થાય.’
છેલ્લા ત્રણ ચાર દિવસથી મધ્ય પ્રદેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
ઉલ્લેખનીય છેકે, છેલ્લા ત્રણ ચાર દિવસથી મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ માટે નવા દિશા નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે વિધાનસભાની અંદર જ ધરાસભ્યો આ નિયમોની ધજ્જિયા ઉડવે છે. તો લોકો પાસેથી નિયમ પાલનની આશા કઇ રીતે રાખી શકાય. માત્ર કોંગ્રેસના જ નહીં પણ સત્તાધારી પાર્ટી ભાજપના નેતાઓએ પણ માસ્ક પહેર્યું નહોતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- EPFOની ખાસ Electronic સેવા : અહીં જાણો રજીસ્ટ્રેશનની પુરી પ્રોસેસ, આ રીતે મળશે તમને લાભ
- કામની વાત/ મોંધા થઈ શકે છે TV, 1 એપ્રિલથી ભાવમાં થશે ઘરખમ વધારો, જાણો શું છે કારણ
- મુખ્યપ્રધાન રૂપાણીએ માં અંબાના દરબારમાં આશિષ લીધા, વહેલી સવારે મંગળા આરતીમાં લીધો ભાગ
- અમદાવાદીઓ રાખજો સાવચેતી! જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 123 કેસો નોંધાયા
- Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત