GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોરોનાના ટેસ્ટ મામલે સરકારનો મોટો ખુલાસો, આ રીતની તુલનામાં 14 દેશોમાં ભારત કરતાં 22 ગણા વધારે કેસ

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે, સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાનો રિકવરી દર 48.07 ટકા પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. દરમિયાન, દેશમાં પરીક્ષણ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં દરરોજ 1 લાખ 20 હજારથી વધુ પરીક્ષણો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 95,527 લોકો કોરોનામાંથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3708 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. આપણો સાજા થનારો રિકવરી રેટ 48.07% ટકા છે. 15 એપ્રિલના રોજ દેશમાં કોરોનાનો રિકવરી દર 11.42 ટકા હતો. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાથી મૃત્યુ દર 2.82% છે. તે વિશ્વનો સૌથી નીચો મૃત્યુ દરમાંનો એક છે.

ભારત કરતાં 22.5 ગણા વધુ કેસ અને 55.2 ગણા વધુ મૃત્યુ

લવ અગ્રવાલે કહ્યું કે અમે સમયસર કોરોના કેસની ઓળખ અને સારવાર કરવાનો પ્રયાસ કર્યો છે. દેશની 10 ટકા વસ્તીમાંથી અડધાના મોત કોરોનાને કારણે થયા છે. કોરોનાથી મૃત્યુ પામેલા 73 ટકા લોકોમાં પણ અન્ય મુશ્કેલીઓ છે. કોરોના વાયરસના કેસોને લઈને લવ અગ્રવાલે કહ્યું કે વિશ્વના દેશો સાથે સરખામણી કરવી યોગ્ય નહી ગણાય. અન્ય દેશોની સરખામણીએ ભારતની વસતી વધુ છે. જો આપણે સરખામણી કરીએ તો આને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તેમણે કહ્યું કે જો આપણે એક સમાન વસતીવાળા 14 દેશોની વાત કરીએ તો ત્યાં ભારત કરતાં 22.5 ગણા વધુ કેસ અને 55.2 ગણા વધુ મૃત્યુ છે.

દેશની 681 લેબ્સ કોરોના પરીક્ષણ માટે માન્યતા

પ્રેસ કોન્ફરન્સમાં આઇસીએમઆર એ કહ્યું કે અમે કોરોના પરીક્ષણને વધારવા માટે અન્ય સ્વતંત્ર પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. ટ્રૂનૈટ સ્ક્રિનિંગ એન્ડ કન્ફર્મેટ્રી ટેસ્ટને માન્યતા આપી છે. આનાથી પરીક્ષણનો અવકાશ વધ્યો. દેશની 681 લેબ્સ કોરોના પરીક્ષણ માટે માન્યતા પ્રાપ્ત છે. તેમાંથી 476 સરકારી અને 205 ખાનગી છે. દરરોજ 1 લાખ 20 પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોનાએ વેગ પકડ્યો છે. સ્થિતિ એવી છે કે હવે દરરોજ 7-8 હજાર લોકો દરરોજ સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધી 1 લાખ 98 હજાર 706 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે 5598 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સંખ્યા 70 હજારથી વધુ થઈ છે.

Read Also

Related posts

કોરોનામાં દેશના ટોપ-10 બિઝનેસ હાઉસમાંથી 6ને લાગ્યો ઝટકો, સંપત્તિમાં થયો મોટો ઘટાડો

Ankita Trada

EPFમાંથી ફક્ત 72 કલાકમાં જ ઉપાડી શકશો તમારા પૈસા, જાણી લો કંઈ રીતે?

Mansi Patel

સન્ડે સ્પેશિયલમાં બનાવો ઘરના બધા વ્યક્તિની પસંદીદા ‘બ્રાઉની મિલ્ક શેક’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!