Last Updated on February 22, 2021 by pratik shah
મહારાષ્ટ્રમાં સરકારી, ધાર્મિક અને રાજકીય, સામાજિક કાર્યક્રમો સહિતના તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે તેની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે રાજ્યમાં એક જ દિવસમાં 6971 કેસ નોંધાયા છે જ્યારે મુંબઇમાં 850 લોકો સંક્રમિત થયા છે. ઉદ્ધવ ઠાકરેએ તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુકતા કહ્યું હતું કે “પાર્ટીનો ફેલાવો કરીએ છીએ અને કોરોનાનો નહીં.”

રાજ્યમાં એક જ દિવસમાં 6971 કેસ નોંધાયા છે જ્યારે મુંબઇમાં 850 લોકો સંક્રમિત થયા
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની તમામ મિટિંગો ઓનલાઇન રહેશે. તેમણે કહ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી 8 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ફરીથી માથું ઉઠાવી રહ્યો છે, 8 થી 15 દિવસમાં, આપણે જાણીશું કે તે બીજી લહેર છે કે નહીં. ઠાકરેએ કહ્યું હતું કે “અમે કોઈ સિંગલ મશીનરી પર વધું ભારણ લાદી શકીએ નહીં. આપણે જવાબદારી લેવી પડશે. અમે એક નવી કેમ્પેઇન ફરી શરૂ કરી રહ્યા છીએ – ‘I am Responsible’ મેં નિતી આયોગની બેઠકમાં કામનો સમય સૂચવ્યો. વિવિધ કામના કલાકો, વર્ક ફ્રોમ હોમ, સેનિટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેંન્સિંગ અમારા નવા અભિયાનનો એક ભાગ હશે. ” ઠાકરેએ કહ્યું કે માસ્ક પહેરો અને લોકડાઉનને ના કહો.

‘હાલમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં’
મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાને કહ્યું કે હવે સવાલ ઉભો થયો છે કે શું ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. આજે પણ લગભગ 7,000 કેસ નોંધાયા છે. અમરાવતીમાં આશરે એક હજાર કેસ નોંધાયા છે. પુના અને મુંબઇમાં કેસ બમણા થઈ રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે, આ સમયે કોઈ મોટી કાર્યવાહી અને લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. અમે જાહેર કાર્યક્રમોની સંખ્યાને પ્રતિબંધિત કરી રહ્યા છીએ. અમે ઘણી ઇવેન્ટોને રદ કરીએ છીએ. જો આપણે નિયમોનું પાલન નહીં કરીએ તો કડક લોકડાઉન લાદવું પડશે.

નિયમોનું પાલન નહીં કરીએ તો કડક લોકડાઉન લાદવું પડશે
ઠાકરેએ કહ્યું કે ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. કોઈને પ્રતિબંધ પસંદ નથી પરંતુ કોવિડ -19 કોઈને છોડશે નહીં પરંતું અમને તે ગમશે નહીં. આપણે અનેક કડક પ્રતિબંધો લાદવા પડશે. જે લોકો માસ્ક પહેરતા નથી તેમને દંડ ફટકારીશું.
READ ALSO
- સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ
- કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ
- હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા
- મોટી દુર્ઘટના: રેલીંગ તોડીને પિકઅપ વાન ગંગામાં નદીમાં સમાઈ ગઈ, જોત જોતામાં 11 લોકો ડૂબી ગયા
- ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ
