મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. નહિં તો ફરી લોકડાઉન જેવી સ્થિતિ થવાની વાત કરી છે. ત્યારે અનેક શહેરોમાં હાલ કડક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે જનતા માટે કડકાઈ વધારવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ VIP પાર્ટીઓ માટે મળી રહેલ છૂટના સવાલોના ઘેરામાં છે.

નાસિકમાં વીઆઇપી પાર્ટીનો જશ્ન
કોરોનાની ચિંતાથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થવાનો ખતરો છે પરંતુ રવિવારે નાસિકમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકના દિકરાના લગ્નનો જશ્ન કરવામાં આવ્યો. અહીં કરોના ગાઇડલાઇન્સનું પાલન ન થયું. મહત્વની વાત એ છે કે આ પાર્ટીમાં રાજ્યના અનેક મોટા ચહેરા સામેલ થયાં. જેમાં શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ, સંજય રાઉત, અરવિંદ સાવંત જેવા નામ સામેલ છે.
મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબલને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમણે પોતે સોમવારે ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસમાં જે પણ મારી સાથે સંપર્કમાં આવ્યા છે તે દરેકને તેની કોરોના પરીક્ષણ કરાવવું જોઈએ. મારી તબિયત સારી છે અને ચિંતા કરવાની કંઈ વાત નથી.
નાગપુરમાં સ્કૂલ-કૉલેજ અને ટયૂશન કલાસ બંધ
કોરોનાના ફરી વધતા પ્રકોપ વચ્ચે નાગપુરમાં ફરીથી સખ્તી વધારવામાં આવી છે. હવે નાગપુર 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુઘી સ્કૂલ-કૉલેજ અથવા ટયૂશન કલાસ બંધ રહેશે. તે ઉપરાંત સાપ્તાહિક બજાર બંધ કરાઈ છે. તો હૉટલ -રેસ્ટોરામાં ફરી 50 ટકાની ક્ષમતા અને 9 વાગ્યા સુઘી ખુલ્લા રાખવાનો નિયમ લાગૂ કરાયો છે.

ડરાવી રહ્યા છે આંકડાઓ
તમને જણાવી દઈએ કે, કોરોના સંકટ મહારાષ્ટ્રમાં ફરી ફેલાઈ રહ્યું છે. અને તેની સાબિતી આ આંકડાઓ આપી રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં લગભગ 7 હજાર કેસ નોંધાયા છે અને 35 લોકોના મોત થયા છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કુલ કેસ 6 હજારને પાસ ગયા છે. કોરોનાના કેસની આ વધતી સંખ્યા જ મહારાષ્ટ્રને ફરી એક વખત લોકડાઉન તરફ ધકેલી રહી છે.
CMના સંદેશ બાદ નિયમો કડક બન્યા
ગત દિવસોમાં મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. ઉદ્ધવે સ્પષ્ટ કહ્યું હતું કે, દરેકે માસ્ક પહેરવું પડશે. નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ જો કોઈ નિયમોનું પાલન નહીં કરે તો સરકારે ફરી લોકડાઉન કરવું પડશે. ઉદ્ધવના આ એલાન બાદ જ મુંબઈ, પાલઘર સહિત અનેક જીલ્લામાં સ્થાનીય નિકાર્યો એક્શનમાં છે અને સાર્વજનિક સમારોહ પર કડક નજર છે.
મહારાષ્ટ્ર BJPના નેતા રામ કદમે રાજ્ય સરકારને ફરીથી લોકડાઉન લાગૂ કરવાની વાત કરવા પર આપત્તી જતાવી છે. રામ કદમનું કહેવું છે કે ઉદ્ધવ સરકાર પોતાની જવાબદારીથી ભાગી શકશે નહીં.
READ ALSO
- ફજેતો/ ભારત સરકારના અથાગ પ્રયત્ન છતાં વિશ્વમાં દર 3માંથી 1 બાળ લગ્ન ભારતમાં, મહિલા સુરક્ષા મસમોટી વાતો
- પીએમ કિસાન યોજના/ આ ખેડૂતોને નહીં મળે સન્માન નિધિનો લાભ, 6000 રૂપિયા મેળવવા માટે કરવુ પડશે આ કામ
- શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર, અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર સક્રિય
- દહેગામમાં ન.પા.માં ફરજ બજાવતા અધિકારીનું મોત, નપાલિકાની ચૂંટણી બાદ કોરોનાના જોવા મળ્યા હતા લક્ષણો
- જલદી કરો/ સ્માર્ટ ટીવીના ભાવમાં થશે 2000થી 3000 રૂપિયાનો વધારે, લેવી હોય તો ઉતાવળ કરજો નહીં તો પસ્તાશો