GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

14 તારીખથી વધુ લંબાઈ શકે છે લોકડાઉન, સરકાર કરી રહી છે વિચાર

કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કેન્દ્ર સરકાર આગળ ધપાવી શકે છે. સમાચાર એજન્સી ANI મુજબ સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ઘણી બધી રાજ્ય સરકારો અને નિષ્ણાતોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે લોકડાઉનનો વિસ્તાર કરે. કેન્દ્ર સરકાર આ દિશામાં વિચારણા કરી રહી છે. ઓછામાં ઓછા સાત રાજ્યોએ લોકડાઉનનો સમયગાળો આગળ ધપાવવાનું સમર્થન કર્યું છે.

14 એપ્રિલે લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ કેટલાક પ્રતિબંધો ચાલુ રાખશે

આ સાતેય રાજ્યોમાં સોમવાર સુધીમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 1,367 નવા કેસ સામે આવ્યા છે. જે કુલ કેસના એક તૃતિયાંશ કેસ છે. આ રાજ્યોએ સંકેત આપ્યો છે કે તેઓ 14 એપ્રિલે લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ કેટલાક પ્રતિબંધો ચાલુ રાખશે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે કહ્યું છે કે તેઓ પોતાના રાજ્યમાં લોકડાઉનનો સમયગાળો વધારવાના પક્ષમાં છે. જ્યારે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, આસામ, છત્તીસગઢ, ઝારખંડ પણ તેના સમર્થનમાં છે. આ મામલે એમપી પણ તેમની સાથે જોડાયું છે.

કોરોનાના દર્દીઓની સંખ્યા રોજે રોજ વધી રહી છે

પીએમ મોદીએ કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. જે 14 એપ્રિલે પુરી થાય છે. આ દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યા રોજે રોજ વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસોમાં કોરોના વાયરસના એક હજાર વધુ કેસ સામે આવ્યા છે અને બે ડજનથી વધુ લોકોના મોત થયા છે. અત્યારે ભારતમાં કોરોનાના 4481 દર્દીઓ છે. જેમાથી 114 લોકોના મોત થઈ ચૂક્યા છે.

વધુ બે સપ્તાહ લોકડાઉન વધારવાની અપીલ

મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી સહિત કેટલાક પ્રદેશોમાં દર્દીઓની સંખ્યા અચાનક વધી છે. તેલંગણાના સીએમ કે. ચંદ્રશેખરે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે લોકડાઉનને વધુ બે સપ્તાહ માટે વધારી દેવામાં આવે. તેમણે 2 જૂન સુધી લોકડાઉન વધારવાની સલાહ આપી હતી.

મહારાષ્ટ્ર, રાજસ્થાન સરકારે આપી આ સલાહ

ત્યાર બાદ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને રાજસ્થાનના સીએમ અશોક ગહલોતે કહ્યું કે, લોકડાઉનની અત્યારે હટાવી લેવુ યોગ્ય નથી. તેને ક્રમવાર હટાવવું જોઈએ. સીએમ અશોક ગહેલોતે કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લોકડાઉન હટાવવાનો અને લાગુ કરવાનો અધિકાર આપવો જોઈએ. લોકડાઉન હટાવવાનો નિર્ણય સ્થાનિક આધારે હોવો જોઈએ.

એમપીના શિવરાજે આપ્યું આ નિવેદન

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મંગળવારે કોરોના સંક્રમણના વધુ 13 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત કેસની સંખ્યા વધીને 276ને પાર પહોંચી ગઇ છે.. જ્યારે કે કુલ 21 લોકોના મોત થયા છે ત્યારે આ દરમિયાન લોકડાઉનને લઇને રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.. શિવરાજ સિંહે કહ્યું કે અર્થવ્યવસ્થાથી વધુ જરૂરી લોકોની જિંદગી છે. અર્થંતંત્ર તો ફરી સુધારી શકાય છે. પરંતુ લોકો મરશે તો તેને પરત લાવી શકાય નહીં.. જેથી જો જરૂરિયાત જણાશે તો લોકડાઉનનો સમયગાળો વધારી શકાય છે. આ નિર્ણય પરિસ્થિતિઓ પર આધાર રાખે છે.  શિવરાજ સિંહે રાજયમાં ટોટલ લોકડાઉન લાગુ કરવા અને નિયમ તોડનારા લોકો પર એફઆઇઆર નોંધાવનો આદેશ નથી. સાથે જ કહ્યું છે કે કોરોના સંક્રમણને છુપાવવું પણ એક ગુનો છે.

ગૃપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગમાં નિર્ણય ન આવ્યો

આ વચ્ચે કેન્દ્રીય મંત્રીઓની આજે બેઠક મળી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહના ઘરે કોરોના સંકટ અને લોકડાઉન પર ગૃપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ મળી હતી. આ મિટિંગ બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, લોકડાઉન વધારવા કે હટાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો નતથી. અત્યારે પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. નિર્ણય બાદમાં કરવામાં આવશે.

READ ALSO

Related posts

કોરોનાના કારણે થનાર મોતનો આંકડો આટલાથી ઓછો હશે: હેલ્થ એક્સપર્ટ્સનો આંક રાહત આપનારો

Bansari

રાજસ્થાનના ચૂરુમાં તાપમાન પહોંચ્યું 50 ડિગ્રીએ, દેશના આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

Nilesh Jethva

દેશમાં સંક્રમણથી સ્વસ્થ થવાનો દર વધીને 41.61 ટકા થયો, અત્યાર સુધીમાં 60,490 દર્દીઓ સાજા થયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!