GSTV

જાહેર કરફ્યુનો થયો ખુલાસો : મોદીએ કેમ લીધો નિર્ણય, ભારત પાસે CORONA રોકવા આ છે સુવિધા

Corona

Last Updated on March 23, 2020 by Karan

દેશમાં કોરોના (corona) વાયરસ સતત વકરી રહયો છે. મોદીએ ગઈકાલે જાહેર કરેલા જનતા કરફ્યુંનો દેશભરમાં અમલ થયો છે. આમ છતાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. વાયરસ એક દિવસમાં રોકાઈ જશે એ દાવાઓને નિષ્ણાતો હાસ્યાસ્પદ ગણાવી રહ્યાં છે. દેશમાં વસતી પ્રમાણે આરોગ્યની ઓછી સુવિધાઓ વચ્ચે સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે એકઠા કરેલા આંકડાઓ મુજબ ૧૭ માર્ચના રોજ દેશમાં દરેક ૮૪,૦૦૦ ભારતીય દીઠ ૧ આઇસોલેશન બેડ અને ૩૬,૦૦૦ ભારતીયદીઠ ૧ ક્વોરન્ટાઇન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના વાઇરસની મહામારીને પગલે આ આંકડાઓ એકઠા કરાયા હતા. દરેક રાજ્યોમાં ૧૧,૬૦૦ ભારતીય દીઠ ૧ ડોક્ટર અને ૧૮૨૬ ભારતીય દીઠ ૧ હોસ્પિટલ બેડ હોવાનું જાણવા મળ્યું હતું. આ આંકડાઓ પછી જ પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા તેમજ જનતા કરફ્યૂનું નિર્ણય કર્યો હતો. જોકે, એક દિવસના કરફ્યુંથી કોરોના રોકાય તેવી કોઈ સંભાવના નથી. સરકારને 14 દિવસ સુધી કરફ્યુંનો અમલ કરવા માટે મા પાલન કરવા પ્રેર્યા હતા. જે ભારતના તણાવગ્રસ્ત જાહેર આરોગ્યના માળખા પરનો બોજ હળવો કરશે.માઈક્રો બાયોલોજિસ્ટ સોસાયટી એ વડાપ્રધાનને પત્ર લખી કહ્યું કે 14 દિવસ કરફ્યુ રાખવામાં આવે નહિ તો પરિસ્થિતિ કાબૂ બહાર થઈ જશે .

corona

કોરોના સ્ટેજ-ટુ અને થ્રી ટ્રાન્સમિશનના તબક્કામાં

ICMR અને ઇન્સ્ટિટયુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટિવ બાયોલોજી ડિરેકટર અનુરાગ અગ્રવાલના જણાવ્યા મુજબ, ભારત હાલ કોરોનાના સ્ટેજ- ટુ અને સ્ટેજ થ્રી વચ્ચેના તબક્કામાં છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વધુ અસરકારક રહેશે. સ્ટેજ-૩માં લોકડાઉન અનિવાર્ય છે. આમાં દરેક કેસની સંપૂર્ણ તપાસ જરૂરી બને છે. આ તબક્કામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને જનતા કરફ્યૂ મહત્ત્વના છે.ત્રીજો તબક્કો ભયાનક બને તે પહેલાં તાકીદનાં આગોતરાં પગલાં લેવા જરૂરી છે.

ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 30એ પહોંચી

રાજ્યમાં કોરોનાના પોઝિટીવ દર્દીની સંખ્યા 30 થઈ છે. અમદાવાદમાં ૧૩, વડોદરામાં ૬, સુરતમાં ૪, ગાંધીનગરમાં ૪, રાજકોટ અને કચ્છમાં એક-એક કેસ નોંધાયા છે. સુરતમાં સ્થાનિક 45 વર્ષના પુરુષને પોઝિટિવ કેસ નોંધાયો. આ ઉપરાંત સાઉદી અરેબિયાથી અમદાવાદ આવેલા 58 વર્ષના પુરુષ અને 57 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પેરિસથી અમદાવાદ આવેલી 24 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો વળી 33 વર્ષના સ્થાનિક યુવાનને ઇફેક્શન લાગતા કોરોનાનો ચેપ લાગ્યો છે. વડોદરાની 27 વર્ષની સ્થાનિક મહિલાને ઇન્ફેક્શન લાગતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટનગરમાં 49 વર્ષના સ્થાનિક પુરુષને ઇફેક્શન લાગતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ ઉપરાંત યુ.કે.થી અમદાવાદ પરત ફરેલા 61 વર્ષના પુરુષ અને સાઉદી અરેબિયાથી અમદાવાદ પરત ફરેલી 85 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

corona

વિશ્વમાં 14000નાં મોત

192થી વધારે દેશો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. મહામારીના કારણે 14,616 લોકોના મોત થયા છે. ચીન પછી ઈટાલીમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. દુનિયામાં મહામારી બનેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 14 હજાર લોકોના મોત જ્યારે કે ત્રણ લાખથી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચીન બાદ સૌથી વધારે સ્થિતિ ઈટાલીની ખરાબ થઈ. ઈટાલીમાં રવિવારે 651 લોકોના મોત થયા. આ સાથે ઈટાલીમાં કોરોનાથી મૃત્યુઆંક 5 હજાર 475 થયો છે. આ પહેલા શનિવારે 793 લોકોના મોત થયા હતા. ઈટાલીમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો વળી 60 હજાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ઈટાલી બાદ, ઈરાન, અમેરિકા, બ્રિટન અને દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે.

કોરોનાના ચેપના દર્દીનો આંક 438 પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં સાત લોકોના મોત જ્યારે કે કોરોનાના ચેપના દર્દીનો આંક 448 પહોંચ્યો છે. દેશના 148 જિલ્લાઓ એવા છે જ્યાં સાવચેતીના ભાગરૂપે લોકડાઉન કરવામાં આવ્યુ છે. રાજધાની દિલ્હીમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી સાથે જોડાયેલી તમામ રાજ્યની સરહદને પણ સીલ કરી દેવામાં આવી છે. મુંબઈ પણ લોકડાઉનમાંથી બાકાત નથી. આ સાથે મુંબઈ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર રોક લગાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર બાદ ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. સીએમ યોગી આદિત્યનાથે કોરોનાથી લોકોને બચાવવા માટે લોકડાઉનનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ બિહારના સીએમ નીતિશ કુમારે પણ આખા બિહારમાં 31મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજસ્થાન અને ઉત્તરાખંડમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

Related posts

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!