GSTV
Gujarat Government Advertisement

CORONA ભારતમાં એટલો ઝડપથી વધી રહ્યો છે કે મોદી સરકારના પ્રયાસો ઓછા પડશે, આંક 324ને પાર

corona

Last Updated on March 21, 2020 by Karan

દેશમાં કોરોના(corona) વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત જ્યારે કે, 324 લોકો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાના(corona) 50થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આંક 250એ પહોંચી ગયો હતો. શનિવાર બપોર થતાં થતાં જ આ આંક 292એ પહોંચ્યો હતો અને સાંજ સુધી 334ના આંકને વટાવી ગયો છે. દેશના જુદા જુદા શહેરોમાં નવા 70 કેસ સામે આવ્યા છે.

corona

કોરોના (corona) વાયરસથી સંક્રમિતોમાં 32 વિદેશી

કોરોના વાયરસથી સંક્રમિતોમાં 32 વિદેશી છે. જેમાં 17 ઈટાલીના, 3 ફિલિપિન્સના 2 બ્રિટનના એક કેનેડા અને એક ઇન્ડોનેશિયા અને સીંગાપુરના રહીશો છે. અત્યારસુધીમાં દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં 4 લોકોનાં મોત થયા છે. 269 કેસો હાલમાં હોસ્પિટલમાં છે અને 23 લોકો સ્વસ્થ થઈ ગયા છે. શુક્રવારે દેશમાં પહેલી વખત મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જો કે સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા હતા. અહીં માત્ર 24 કલાકમાં 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા.. જેમાં પાંચ બ્રિટિશ નાગરીક પણ સામેલ છે. આ સાથે કેરળમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 40ને પાર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં પણ નવા કેસ સામે આવતા પોઝિટિવ કેસનો આંકડો 50ને પાર પહોંચી ગયો. તો બીજી તરફ ગોવામાં 22 અને 24 માર્ચ સુધી યોજાનારી પંચાયતની ચૂંટણીની સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવનો આંક 64એ પહોંચ્યો છે. કેરળમાં આ આંક 40એ પહોંચ્યો છે. દિલ્હીમાં 26, ઉત્તર પ્રદેશમાં 24 અને રાજસ્થાનમાં 23 કેસ નોંધાયા છે. તેલગંણામાં પણ કેસની સંખ્યા 19એ પહોંચી છે. ગુજરાતમાં 15 કેસ સામે આવ્યા છે. 36 કલાકમાં જ ગુજરાત દેશમાં 9માં ક્રમાંકનું રાજ્ય બની ગયું છે.

ઈટાલીમાં સૌથી વધારે 4 હજાર 32 લોકોના મોત

ચીન બાદ ઈટાલીમાં સૌથી વધારે 4 હજાર 32 લોકોના મોત થયા છે. જ્યારે કે એક દિવસમાં 627 લોકોના મોત અને 5 હજાર 986 કેસ નવા સામે આવ્યા છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં 47 હજાર 21 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જ્યારે 2 હજાર 655 લોકોની હાલત સૌથી વધારે ગંભીર છે. મળતી પ્રમાણે ઈટાલીમાં સૌથી વધારે વૃદ્ધ લોકોના મોત થયા છે. જેમની ઉમર 80 વર્ષની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. તો વળી મૃત્યુ પામેલા શખ્સોમાં 13 ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે. કોરોના વાયરસના કારણે દર્દીઓની વધતી સંખ્યા બાદ ઈટાલીમાં આરોગ્યલક્ષી સેવા વધારી દેવામાં આવી. તો વળી મૃતકોના મૃતદેહના નિકાલ માટે ઈટાલીએ સેનાની મદદ લીધી છે.

કોરોના વાયરસને લઈને દેશમાં જોવા મળતી દહેશત વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યુ છે કે, દિલ્હીમાં હજૂ લોકડાઉન જેવી સ્થિતિ નથી. જો જરૂર પડશે તો દિલ્હીની જનતાની સલાહ લઈને લોકડાઉન કરવામાં આવશે. કોરોના વાયરસના કહેર વચ્ચે દિલ્હીવાસીઓને કેજરીવાલે કેટલીક રાહતની પણ જાહેરાત કરી છે.

કેજરીવાલ સરકારે દિલ્હીના જનતા માટે કરી જાહેરાત

મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીના લગભગ 70 લાખ લોકો માટે રાશનનો કોટા વધારી દીધો છે. તેમજ આ મહિને 7.5 કિલો રાશન મફત મળશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત તેઓએ દિલ્હીના વૃદ્ધો, વિધવા અને વિકલાંગને મળતી પેન્શનની રકમ પણ ડબલ કરવાની જાહેરાત કરી છે.

જરૂર પડશે તો, લોકડાઉન પણ કરી શકાશે

કેજરીવાલે શનિવારે જનતા કર્ફયૂને લઈને લોકોને એક સાથે પાંચથી વધુ લોકોને એકઠાં ન થવાની અપીલ પણકરી છે. સાથે જ તેઓએ કહ્યું કે જો જરૂર ન હોય તો ઘરમાંથી બહાર નીકળવાની પણ જરૂર નથી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે કોરોના વાયરસથી આપણી નબળી અર્થવ્યવસ્થા પર એક મોટો ફટકો પડ્યો છે. નાના, મધ્યમ વેપારીઓ તેમજ રોજબરોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકો ઘણાં જ પ્રભાવિત છે. ત્યારે તાળી વગાડવાથી તેઓને મદદ નહીં મળે, આજે રોકડ મદદ, ટેક્સ બ્રેક જેવાં એક મોટા આર્થિક પેકેજની જરૂર છે ત્યારે સરકારે આ મુદ્દે તાત્કાલિક પગલાંઓ ઉઠાવવા જોઈએ તેમ જણાવ્યું છે.

નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ આપવાના સંકેત આપ્યા

રાહુલ ગાંધીની આ પ્રકારની પ્રતિક્રિયા તેવા સમયે સામે આવી છે જ્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસથી પ્રભાવિત ક્ષેત્રો માટે આર્થિક પેકેજ આપવાના સંકેત આપ્યાં છે. પીએમ મોદીએ 22 માર્ચે જનતા કર્ફયૂની અપીલ કરી છે. આ સાથે જ તેઓએ જનતાને કર્ફયૂ દરમિયાન રવિવારે સાંજે 5 વાગ્યે લોકો પોતાના ઘરના દરવાજે, બારી, બાલકનીમાંથી સેવા કરનારાઓનું તાળી, થાળી વગાડી કે ઘંટી રણકાવીને અભિવાદન કરે તેવી અપીલ કરી હતી.

Gujarat Government Advertisement

Related posts

છેતરપિંડી: રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી કરી લાખોની ઠગાઈ, 5ની ધરપકડ

Pritesh Mehta

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!