GSTV

શું કોરોનાનો નથી ડર/ કર્ણાવતી કલબ સામે ફૂડકોર્ટ માં નિયમોના ઉડ્યા લીરે લીરા, તંત્રએ સખ્તાઈથી લીધુ કામ- 40 દુકાનો કરાઈ ‘સીલ’

Last Updated on September 15, 2020 by pratik shah

સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કર્ણાવતી કલબની સામેના ખુલ્લા પ્લોટમાં ઉભા કરાયેલાં ફુડકોટ અને અન્ય ચીજવસ્તુઓની દુકાનોમાં કોરોનાના જાહેર કરાયેલાં નિયમોનું પાલન થતું નહીં હોવાનું જણાતા 40 જેટલી દુકાનો અને ફુડ પાર્લરોનું કામકાજ બંધ કરાવીને સીલ મારી દેવામાં આવેલ છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સોલીડવેસ્ટના અને જેટની ટીમના અધિકારીઓએ આ પગલું લેતા ગભરાટની લાગણી ફેલાઇ છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ પ્લોટમાં આવેલ રજવાડી ટી સ્ટોલ, શક્તિ સેન્ડવીચ, રતલામ કેફે, પ્રજાપતિ લાઇવ ઢોકળા, જોગી ભજીયા, જવાબી ચીકન, અહેમદાબાદ ફેશન સ્ટ્રીટ નહેરૂનગરવાલાના હેડ નીચે ચાલતી 25 જેટલી રેડિમેડ વસ્ત્રો, ચપલ, અન્ય પરચુરણ સામગ્રીની દુકાનોનું કામકાજ બંધ કરાવીને સીલ મારી દેવામાં આવેલ છે.

કોરોનાના જાહેર કરાયેલાં નિયમોનું પાલન થતું નહીં હોવાનું જણાતા 40 જેટલી દુકાનો અને ફુડ પાર્લરોનું કામકાજ બંધ

નોંધાપાત્ર છે કે આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકોના ટોળાઓ પૈકી મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા ના હતા, સોશ્યલ ડિસટન્ટના તો લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા, સેનેટાઇઝર પણ કયાંય દેખાતું ના હતું. આમ કોરોનાના સંક્રમણને રોકવા બહાર પડાયેલી સૂચનાઓનો ખુલ્લે આમ ભંગ થતો જોવા મળ્યો હતો. પ્રારંભમાં વેપારીઓએ થોડી આનાકાની અને વિરોધ કર્યો હતો, પરંતુ મ્યુનિ. તંત્રએ કડકાઈથી કામ લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મોલ, લોગાર્ડનની હેપીસ્ટ્રીટ, મોટા શોપીંગ સેન્ટરો વગેરે સામે પણ પગલાં લેવાયા હતા. પરંતુ ફુડકોટ સામે આ પ્રકારનું પગલું પહેલું છે. એસ.જી. હાઇવે પર ઠેરઠેર આ રીતે ખુલ્લા પ્લોટોમાં ખાણીપીણીના ફુડકોટ ઉભા થઇ ગયા છે, જેમની પાસે પુરતું પાર્કિંગ પણ નથી.

આ મુદ્દે અગાઉ ટાઉન પ્લાનીંગ અને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ વારંવાર ચર્ચાઓ થઈ ચુકી હતી. હેલ્થ કમિટીમાં પણ આ અંગે પગલાં લેવા જણાવાયું હતું, પણ કશું થયું ના થયું. જો કે પાર્કિંગના મુદ્દે અગાઉ રોડ પરના કેટલાક સ્ટોર ‘સીલ’ કર્યા હતા, પણ પછી ખોલી નખાયા હતા.

READ ALSO

Related posts

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay
Do NOT follow this link or you will be banned from the site!