GSTV
Home » News » કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈમરજન્સી, જાપાની ક્રૂઝમાં ભારતીય નાગરિકો ફસાયા

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈમરજન્સી, જાપાની ક્રૂઝમાં ભારતીય નાગરિકો ફસાયા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈ આંતરરાષ્ટ્રીય જન-સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે. તો વળી બીજી બાજુ જાપાનના યોકોહામા તટ પર ડાયમંડ પ્રિંસજ ક્રૂઝમાં 2 ભારતીયો પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. આ ક્રૂઝ પર 3711 લોકો સવાર હતા, જેમાં 2666 ગેસ્ટ અને 1045 ચાલકદળના સભ્યો હતા. જેમાં 132 ચાલકદળના સભ્યો અને 6 ભારતીય યાત્રીઓ પણ સામેલ હતા. ભારતના ક્રૂ મેમ્બરે વડાપ્રધાન મોદી સામે બચાવની માગ કરી છે.

નોવેલ કોરોનાવાયરસ સંક્રમણની આશંકા દેખાતા ક્રૂઝને 19 ફેબ્રુઆરી 2020 સુધી જાપાની અધિકારીઓ પોતાના હસ્તક લઈ લીધુ છે. આ ક્રૂઝમાં જે પણ લોકોના પોઝિટીવ નથી આવ્યા તેમને પણ ક્રૂઝમાંથી બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી. જો કે, જેની હાલત ગંભીર છે, તેને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલું છે.ટોકિયોમાં ભારતીય રાજદૂતો જાપાની અધિકારી સાથે સંપર્ક બનાવી રાખ્યો છે કે, જેથી ભારતીય નાગરિકોની સલામતી બની રહે. ભારતીય રાજદૂત આ નાગરિકોને બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.

જાપાની ક્રૂઝ પર અત્યાર સુધીમાં 174 પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાંથી 4 લોકોની હાલત અત્યંત ખરાબ છે. ક્રૂઝ પર તૈનાત અમુક અધિકારીઓ પણ તેનાથી સંક્રમિત થયા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડીયાથી 3711 લોકો ફસાયેલા છે. આ ક્રૂઝ પર સૌથી પહેલા હોંગકોંગના એક શખ્સમાં આ લક્ષણ જોવામાં આવ્યા હતા. આ ક્રૂઝ પર 138 ભારતીય નાગરિકો પણ સવાર છે.

આ બાજુ બંગાળમાં એક જહાજ પર સવાર 19 ચીની ક્રૂ મેમ્બર્સને કલકત્તા પોર્ટ પર લાવવાની મંજૂરી મળી ગઈ છે. આ જહાજ શાંઘાઈથી આવી રહ્યું હતું. આ તમામ ચીની ક્રૂ મેમ્બર્સને સાગર આઈલેન્ડ પર સારવાર આપ્યા બાદ કલકત્તા એરપોર્ટ પર આવવાની મંજૂરી મળી છે.

READ ALSO

Related posts

રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત, મેલાનિયા-ઈવાંકા પણ સાથે

Arohi

સુપ્રીમના જજ દિપક ગુપ્તાનું નિવેદન, વિરોધને દેશદ્રોહની જેમ ન જોઈ શકાય

Arohi

મૌજપુર અને બ્રહ્મપુરીમાં પથ્થરમારો! કલમ 144 લાગૂ, અસરગ્રસ્ત વિસ્તારમાં સ્કૂલ બંધ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!