GSTV

કોરોના સામે જંગ તો જીત્યા, પરંતુ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેવામાં દર્દીઓ કરી રહ્યા છે સંઘર્ષ

ઇન્શ્યોરન્સ

મદુરઈ નિવાસી 42 વર્ષની અન્નપૂર્ણી થેવર ઓગસ્ટ 2020માં કોરોનાથી સારી થઇ છે. પરંતુ ત્યારથી લઇ અત્યાર સુધી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેવા માટે સંઘર્ષ કરી રહી છે. એમને 2 ઇન્શ્યોરન્સ કંપનીઓએ પોતાની અંડર રાઇટિંગ પોલિસીનો હવાલો આપતા પોલિસી આપવાથી ઇન્કાર કરી દીધો. જયારે અન્ય ઇન્શ્યોરન્સ કંપનીઓએ માર્કેટ રેટથી વધુ 45-48 પ્રીમિયમની માંગ કરી. અન્નપૂર્ણી એ વાતને લઇ પરેશાન છે કે હવે એમને ડોક્ટરે ક્લિયર બિલ અને હેલ્થનું સર્ટિફિકેશન આપી દીધું છે તો ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમને હેલ્થ કવર આપવાથી ઇન્કાર કરી રહી છે.

સામાન્ય રીતે જયારે કોઈ કસ્ટમરને કોઈ લાઇફ સ્ટાઇલ ડિસીઝ જેમકે ડાયાબિટીસ અથવા હાઇપરટેંશન થવા પર જાણ થાય છે. (પોલિસી ખરીદ્યા પછી) તો એના રીન્યુઅલના સમયે થોડું વધુ પ્રીમિયમ લેવામાં આવે છે. આ પ્રીમિયમ ઓટોમેટિક હોતું નથી, પરંતુ આ ઇન્શ્યોરન્સ પાછળના ક્લેમ એક્સપિરિયન્સ પર આધારિત હોય છે .

કોરોનાથી સારા થયેલા થયેલા દર્દીઓએ પોલિસી લેવુંય મુશ્કેલ

વર્તમાનમાં કોવિદના દર્દીના મામલે ભારત દુનિયામાં બીજા નંબર પર છે. 1.5 કરોડ કોરોના પોઝિટિવ કેસોમાં 1 કરોડ લોકો સારા થઇ ચુક્યા છે. પરંતુ એના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેવું મુશ્કેલ બની ગયું છે.

કોરોના દર્દીઓને લઇ ઇન્શ્યોરન્સ કંપનીઓએ રૂલ્સ ઘણા કડક કરી દીધા છે. એનો મતલબ એ છે કે જેમને કોવિડ-19નું સંક્રમણ થઇ ચૂક્યું છે. એમણે જલ્દી પોલિસી આપવામાં નહિ આવે જો આપી પણ દીધી તો મોટા પ્રીમિયમ પર આપવામાં આવશે. કોરોનાથી રિકવર થયેલ ઘણા દર્દીઓની કમ્પ્લેન છે કે તેમને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી આપવાથી ઇન્કાર કરવામાં આવી રહ્યો છે, એવામાં IRDAIએ ઇન્શ્યોરન્સ કંપનીઓ વિરુદ્ધ પગલાં લેતા યોગ્ય નિર્દેશ જારી કરવો જોઈએ. સૂત્રો મુજબ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIની નજર આ મામલા પર છે. કસ્ટમર પણ પ્રાઇસીંગ અને પોલિસીના નિયમોમાં એકરૂપતા ઈચ્છે છે.

ઇન્શ્યોરન્સ કંપની પોલિસી આપવાથી શા માટે બચી રહી છે.

ઇન્શ્યોરન્સ

ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા સૂત્રો મની કંટ્રોલનું નામ ગોપનીયતા બનાવી રાખવાની શરત પર જણાવ્યું કે, કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ અંગે કઠોર અંડર રાઇટિંગ પોલિસીનું મુખ્ય કારણ કંપનીઓના લોસ રેશિયોને નિયંત્રણમાં રાખવું છે. અમે બધા કોરોનાથી રિકવર થયેલ દર્દીઓને પોલિસી આપવાથી ઇન્કાર કરી રહ્યા છે. કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને હેલ્થ કવર આપવાની પોલિસીમાં કડકાઈના કારણે એ થઇ શકે છે એવા લોકોમાં આગળ ફેફસાંથી સંબંધિત બીમારી થવાનું વધુ જોખમ છે. આ જ કારણે ઇન્શ્યુરન્સ કંપનીઓ પોતાના લોસ રેશીયોને નિયંત્રણમાં રાખવા માટે કોરોના દર્દીઓને લઇ નિયમો કડક કરી રહી છે.

આ જ રીતે કોરોનાથી સારા થયેલા દર્દીઓમાં લાંબા સમય સુધી સ્નાયુઓમાં તકલીફની ફરિયાદ જોવા મળી છે. એને ધ્યાનમાં રાખતા આ ઇન્શ્યોરન્સ કંપનીઓ સ્નાયુઓ સંબંધિત બીમારીયોને કોરોનાના દર્દીઓના કવરેજથી બહાર કરી રહી છે અથવા ફરી વધુ પ્રિમિયનમ સાથે રાઇડરમાં જોડી રહી છે. લાઈફ ઇન્શ્યોરન્સના મામલ;એ જે લોકો પોઝિટિવ મળ્યા છે. એમને આ પોલિસી આપવાથી ઇન્કાર કરવામાં આવી રહ્યો છે, અથવા મોટા પ્રીમિયમની માંગ કરવામાં આવી રહી છે. ડોક્ટર અને બીજા ફ્રન્ટ લાઈન વર્કરને ઇન્શ્યોરન્સ કંપનીઓ 16 જાન્યુઆરીથી વેક્સિન લગાવવાની ખબર સાંભળ્યા છતાં હૈ રિસ્ક કેટેગરીમાં મૂકી રહી છે અને પોલિસી આપવાથી બચે છે.

આ રીતે જોઈએ તો કોરોના સામે જીતી ચૂકેલા લોકોનો સંઘર્ષ પૂરો થતો દેખાઈ જ નથી રહ્યો. એમણે પોતાના માટે હેલ્થ કવર અથવા લાઈફ ઇન્શ્યોરન્સ લેવા માટે લાંબો સંઘર્ષ કરવો પડશે. આ લોકોની માંગ છે કે મામલાની ગંભીરતાને જોતા ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરે આગળ આવવું જોઈએ અને ઇન્શ્યોરન્સ કંપનીઓને નિર્દેશ આપવો કોઈએ કે તમામ કસ્ટમર માટે પોલિસી ઉપલબ્ધ કરાવે.

Read Also

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!