GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોના સંક્રમિતોનાં આંકમાં રશિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં સંક્રમણના કેસના મામલમાં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું છે. રૂસને પાછળ છોડી ભારત કોરોના સંક્રમિતોની સંખ્યામાં ત્રીજા સ્થાન ઉપર આવી ગયું છે. જો કે હજુ પણ અમેરિકા અને બ્રાઝીલ આ મામલે ભારતથી આગળ છે. પાકિસ્તાન 12માં સ્થાન ઉપર છે.

કોરોના

કોરોનાથી પરેશાન થઈ રહ્યું છે અમેરિકા

વર્લ્ડો મીટર પ્રમાણે ભારતમાં આ સમયે 6,87,760 કોરોના દર્દી છે. જ્યારે રૂસમાં અત્યાર સુધીમાં 6,81,251 સંક્રમીત કેસો સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 13 હજારથી વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. આ દરમયાન કુલ 13,856 કેસો નોંધાયા છે. જ્યારે રૂસમાં અત્યારે 6,81,251 કેસ છે. જેમાં પાછલા 24 કલાકમાં 6,736 કેસો સામે આવ્યાં છે. ત્રીજા સ્થાને ભારત પહોચ્યું છે. હવે માત્ર અમેરિકા અને બ્રાઝીલ જ રહી ગયા છે. જો કે આ બંને દેશોમાં કોરોના સંક્રમણના કેસ ભારતમાં કુલ સંક્રમણના કેસોની તુલનામાં બેગણાથી વધારે છે. અમેરિકા દેશ કોરોના મહામારીથી સૌથી વધારે પરેશાન દેશ છે. જ્યાં અત્યારસુધીમાં 29 લાખથી વધારે એટલે કે, 29,53,014 કેસો સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 17,244 નવા કેસ સામે આવ્યાં છે. અમેરિકામાં અત્યારસુધીમાં 1,32,382 લોકોના મોત થઈ ચુક્યાં છે.

બ્રાઝીલ છે નંબર બે ઉપર

અમેરિકા બાદ બ્રાઝીલ નંબર બે ઉપર છે. ત્યાં 15,78,376 કોરોનાના કેસો સામે આવ્યાં છે. જ્યારે તેમાંથી 64,365 લોકોના મોત નીપજી ચુક્યાં છે. ત્રીજા ક્રમે ભારતમાં કુલ 6,87,760 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 19,568 લોકોના મોત થયા છે. રૂસમાં અત્યારે 6,81,251 કોરોનાના કેસ છે તેમાંથી 10,161 લોકોના મોત થયા છે. એક સમયે યુરોપમાં તબાહી મચાવનાર કોરોના મહામારીનો કહેર ઓછો થઈ રહ્યો છે. યુરોપ કરતા રૂસમાં સૌથી વધારે મહામારી ફેલાઈ હતી. રૂસ બાદ સ્પેન (6), ઈંગલેન્ડ (8) અને ઈટલી (10)માં ટોપ 10માં શામિલ છે.

પાકિસ્તાન છે 12માં નંબર ઉપર

વર્લ્ડોમીટર ડોટ ઈંફો અનુસાર ટોપ 10 દેશોમાં યુરોપ અને દક્ષિણ અમેરિકાના 4-4 દેશોનો સમાવેશ થાય છે. દક્ષિણ અમેરિકા દેશોમાં બ્રાઝીલ બાદ પેરૂ (5), ચીલી (7), અને મેક્સિકો (નોર્વે) ટોપ-10માં શામિલ છે. જ્યારે પાકિસ્તાનમાં 2,28,474 કેસ આવી ચુક્યાં છે. તે આ લીસ્ટમાં 12માં નંબર ઉપર છે. ઈરાન 11માં નંબર ઉપર છે. જ્યાં 2,40,438 કેસ આવી ચુક્યાં છે. જેમાં 11,571 લોકોના મોત નીપજી ચુક્યાં છે. ટોપ-12 દેશોની યાદીમાં ભારત સહિત એશિયાના 3 દેશોનો સમાવેશ થાય છે.

Related posts

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

Arohi

ફોન Unlock થયા બાદ પણ તમારી મરજી વગર નહીં ચાલે, ફોલો કરો આ કમાલની ટ્રિક

Arohi

સંજય દત્તના ઘરે પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, વાયરલ થઈ રહી છે તસ્વીરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!