GSTV

શેરબજાર ધરાશયી: કોરોનાના નવા ખતરનાક વેરીએન્ટના ડંખથી વૈશ્વિક બજારો તૂટયા, ભારતીય રોકાણકારોના તો 7.36 લાખ કરોડ ધોવાયા!

Last Updated on November 27, 2021 by pratik shah

દક્ષિણ આફ્રિકામાંથી કોરોના વાઇરસનો નવો ખતરનાક વેરીએન્ટ મળી આવ્યાના અહેવાલો પાછળ વિવિધ દેશો દ્વારા સાવચેતીના પગલા સાથે પ્રતિબંધો લાદવાની શરૂઆત કરતા વૈશ્વિક અર્થતંત્રની વૃધ્ધિ રૂંધાવાની દહેશત પાછળ વૈશ્વિક બજારોમાં ફેલાયેલા ફફડાટ પાછળ આવેલ વેચવાલી પાછળ વિશ્વભરના શેરબજારો તૂટયા હતા.

આ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં પણ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા સેન્સેકસમાં 1688 અને નિફટીમાં 510 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. સેન્સેકસમાં બોલેલા કડાકાના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપતિમાંથી રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

ચાલુ વર્ષમાં સેન્સેકસના કડાકા 
તારીખકડાકો
 (પોઇન્ટમાં)
25 ફેબ્રુઆરી1939
12 એપ્રિલ1708
26 નવેમ્બર1688
22 નવેમ્બર1170
22 ફેબ્રુઆરી1145
30 એપ્રિલ938
19 એપ્રિલ883

વિશ્વને હચમચાવતી કોરોના મહામારીએ પુન: માથુ ઊંચકયાના અહેવાલોની આજે ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. આ ઉપરાંત વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ પણ બજારનું મોરલ ખરડાયું હતું. ભારતમાં પણ વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ વધવાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર છવાયેલી હતી. આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે સેન્સેકસ ઇન્ટ્રાડે તુટીને 57000ની સપાટી ગુમાવી 56993.89 સુધી પટકાયા બાદ કામકાજના અંતે 1687.84 પોઇન્ટના કડાકા સાથે 57107.15 ની સપાટીએ બંધ રહ્યો હતો.

નિફ્ટી

એનએસઇ ખાતે વેચવાલીના દબાણે નિફટી ઇન્ટ્રાડે 17000ની સપાટી ગુમાવી 16985ના તળિયે પટકાયા બાદ કામકાજના અંતે 509.80 પોઇન્ટ તુટી 17026.45 ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેકસમાં બોલેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. 258.31 લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે કુલ રૂ. 5786 કરોડની વેચવાલી હાથ ધરી હતી.

ડાઊજોન્સ ઇન્ડેક્સમાં 923 પોઇન્ટનો કડાકો

કોરોના વેરિયન્ટના અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કાકમાજના પ્રારંભિક તબક્કામાં કડાકો બોલી ગયો હતો. અમેરિકા શેરબજારનો ડાઊજોન્સ ઇન્ડેકસ કામકાજના પ્રારંભે નીચો ખુલ્યા બાદ મોડી સાંજે આ લખાય છે ત્યારે 923 પોઇન્ટ તુટી 34880 અને નાસ્ડેક 261 પોઇન્ટ તુટી 15583 ઉતરી આવ્યો હતો.

અમેરિકન ટ્રેડીંગમાં ક્રૂડ ઓઈલ 11 ટકા ઘટીને 73.38 ડોલર

કોરોના વાયરસના નવા વેરિએન્ટના કારણે ફરી વાયરસનો વ્યાપ વધશે અને વૈશ્વિક પરિવહન અટકી જશે જેથી ક્ડ ઓઈલની માંગ ઘટશે એવી દહેશતની ભાવમાં કડાકો બોલી ગયો છે.

તા,19 ઓક્ટોબરની ઓલ ટાઈમ હાઈ સપાટીથી ગબડેલા નિફ્ટીના ટોપ 10
કંપનીનું નામ19 ઓકટોબરનો26 નવેમ્બરનોઘટાડો
 ભાવ રૂપિયાભાવ રૂપિયાટકા
ઇન્ડસઇન્દ બેંક1194901.824.5
હિન્દાલ્કો533.7541721.9
તાતા સ્ટીલ1366.9111218.6
એક્સિસ બેંક801.65661.817.5
ભારત પેટ્રો453.05376.916.8
કોલ ઇન્ડિયા184.5155.915.5
બજાજ ઓટો3911.55333514.7
એનટીપીસી149.65128.913.9
વિપ્રો711.55621.512.7
બજાજ ફિનસર્વ19076.551668312.5

અમેરિકન ટ્રેડીંગ સત્ર શરૂ થતા બ્રેન્ટ વાયદો 11 ટકા એટલે કે 8.68 ડોલર ઘટી 73.38 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે. વૈશ્વિક ભાવમાં ઘટાડો થતા ભારતમાં એમસીએક્સમાં પણ ડિસેમ્બર વાયદો નવ ટકા તૂટી 5312 ડોલર પ્રતિ બેરલ ઉપર છે. ત્રણ દિવસમાં બ્રેન્ટ વાયદામાં 9 ડોલર અને વેસ્ટર્ન ટેક્સાસમાં 11 ડોલરનો કડાકો બોલી ગયો છે.

READ ALSO

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!