GSTV
Gujarat Government Advertisement

COVID-19/ દિલ્હી સહીતના આ 7 રાજ્યોમાં 30% થયો પોઝિટિવિટી રેટ, આ 30 જિલ્લાની હાલત ચિંતાજનક

કોરોના

Last Updated on May 8, 2021 by Damini Patel

દેશમાં કોરોનાની સ્થિતિ સતત બગડી રહી છે. હાલમાં જ સરકાર તરફથી જારી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે ગયા સપ્તાહમાં દેશના 24 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15% વધુ રહ્યો. ગયા બે સપ્તાહમાં 30 જિલ્લામાં કેસોમાં ઝડપથી વધારો થયો. અધિકારીઓએ જાણકારી આપી કે દેશમાં સાત રાજ્યો એવા છે, જ્યાં ગયા સપ્તાહમાં પોઝિટિવિટી રેટ 30% અથવા એનાથી વધુ રહ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે આ આંકડાને ચિંતા કરવા વાળા ગણાવ્યા.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં અતિરિક્ત સચિવ આરતી આહુજાએ કહ્યું કે 7 રાજ્યોમાં 30%થી વધુ પોઝિટિવિટી રેટ નોંધાયો છે. એમાં ગોવા(48.5), હરિયાણા(36.1), પોન્ડિચેરી(34.9), પશ્ચિમ બંગાળ(33.1) અને કર્ણાટક, દિલ્હી રાજસ્થાન(29.9)ના નામ સામેલ છે. તેમણે કહ્યું કે, ‘કેસ પોઝિટિવિટી આ વખતે મોટો સંકેત છે કે આ સમયે મામલા કેવી રીતે ફેલાઈ રહ્યા છે.’

corona

તેમણે જણાવ્યું, ‘આ સમયે ત્રણ રાજ્યમાં પોઝિટિવિટી રેટ 5%થી ઓછો છે, 9 રાજ્યમ આ આંકડા 5થી 15% વચ્ચે છે.’ આહુજાએ કહ્યું, ’24 રાજ્યમાં 15%થી વધુ પોઝિટિવ છે. આ દેશ માટે ચિંતાની વાત છે.

12 રાજ્યો અને 30 જિલ્લાની હાલત ખરાબ થવા તરફ

દેશના 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રોજ કેસોની સંખ્યા વધી રહી છે. અતિરિક્ત સચિવ મુજબ, એમાં કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ, પંજાબ, આસામ અને હિમાચલ પ્રદેશનું નામ સામેલ છે.

કોરોના

ત્યાં જ દેશના 30 જિલ્લા એવા છે, જ્યાં સપ્તાહ-દર-સપ્તાહ કેસ વધી રહ્યા છે. એમાં કેરળનના 10 જિલ્લામાં-કોઝિકોડ, એર્નાકુલમ, થ્રિસુર, માલપ્પુરમ, તિરૂવનંતપુરમ, કોટ્ટાયમ, અલપ્પુઝા, પલક્કડ, કોલ્મ અને કન્નુર છે. આંધ્ર પ્રદેશના 7 જિલ્લા-ચત્તુર, પૂર્વ ગોદાવરી, શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ, કુર્નુલ, ગુંટુર અને અનંતપુર નામ છે. કર્ણાટકના ત્રણ જિલ્લા- શહેરી બેંગ્લોર, મૈસુર અને ટુમકુરૂ નામ સામેલ છે.

એ ઉપરાંત હરિયાણા(ગુરુગ્રામ, ફરીદાબાદ), પશ્ચિમ બંગાળ(નોર્થ 24 પરગના, કોલકાતા) અને મહારાષ્ટ્ર(સતારા, સોલાપુર)ના બે-બે જિલ્લામાં કેસો વધી રહ્યા છે. આ 30 જિલ્લામાં ચેન્નાઇ, પટના અને ખુર્દાનું નામ સામેલ છે. ગયા શુક્રવારે દેશમાં કોરોના વાયરસના રેકોર્ડ 4 લાખ 14 હજાર 188 નવા કેસ સામે આવ્યા.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!