GSTV

કોરોના સંક્રમણની ચેઈન તોડવા લદાયો છે કરફ્યું, દેશમાં ન હોય તેવી સેવાઓ અમદાવાદમાં શરૂ

કોરોના

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દિવાળીના તહેવારો ઉપર અને બાદમાં કોરોનાના કેસોમાં વિસ્ફોટ થયો છે. રોજેરોજ વધી રહેલી દર્દીઓની અને મૃત્યુની સંખ્યાએ ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. સરકારને સ્થિતિને નિયંત્રણમાં લેવા, સંક્રમણની ચેનને તોડવા 58 કલાકનો કરફ્યુ નાખવાની ફરજ પડી છે. દરમ્યાનમાં વણસી રહેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રના ત્રણ ડોક્ટરોની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી.

કેન્દ્રના ત્રણ ડોક્ટરોની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એનસીડીના ડાયરેકટર અને એડિશનલ ડાયરેકટર ડૉ. સીંગ, ડૉ. જૈન અને રામમનોહર લોહીયા હોસ્પિટલના શ્વસનતંત્રના નિષ્ણાત ડૉક્ટરની બનેલી ટીમ સૌ પ્રથમ ગાંધીનગર ગઇ હતી અને ત્યાંથી પછી મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલ ખાતે પહોંચી હતી.

મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલ ખાતે પહોંચી

ત્યાં દર્દીઓની થતી સારવાર, દવા-ઇંજેકશનના પ્રોટોકોલ, ગંભીર દર્દીને બચાવવા લેવાતાં પગલાં, ઓક્સીજનની વ્યવસ્થા, આઈસીયુની સુવિધા, ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની કામગીરી વગેરેની સમીક્ષા કરી હતી. આ ટીમના ડોક્ટરોએ વિડીયો કોન્ફરન્સ દ્વારા સતત સંપર્કમાં રહેવાનું સૂચન કરી જણાવ્યું હતું કે એકબીજાના અનુભવો કોન્ફરન્સ દ્વારા જણાવી શકાય. ત્યારબાદ આ ટીમના ડોક્ટરો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં અધિકમુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, કમિશનર મુકેશ કુમાર, હેલ્થ ખાતાનો હવાલો સંભાળતા અધિકારીઓ સાથે મીટીંગ કરી લેવાઈ રહેલાં પગલાંની સમીક્ષા કરી હતી.

આ દરમ્યાન મ્યુનિ. અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સ, દર્દીને સારવાર આપતી 104, ધનવંતરી રથ, સંજીવની મેડિકલ વાન, વડિલ સુખાકારી સેવા માટે દોડી રહેલાં વાહનોની કાર્યવાહીની રૂપરેખા આપી હતી.

આમાની કેટલિક સેવાઓ તો એવી છે, જે અમદાવાદ મ્યુનિ.એ પહેલી વખત દેશ આખામાં શરૂ કરી છે. ઉપરાંત હાલની સ્થિતિ, હોસ્પિટલોની વ્યવસ્થા, ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફનો મેનપાવર, સંક્રમણને રોકવા કયા પગલાં લેવાઈ રહ્યાં છે અને કેવા પગલાં લેવાની તાતી જરૂર છે, વગેરે બાબતે ચર્ચા થઇ હતી. બાદમાં ટીમના સભ્યો ફરી ગાંધીનગર જવા રવાના થયા હતા.

READ ALSO

Related posts

રાજ્યસભાની ખાલી બેઠકો પર યોજાશે ચૂંટણી, શું અહમદ પટેલના નિધનથી સત્તાધારી પક્ષને થશે ફાયદો: સૂત્ર!

pratik shah

સરકાર વાતચીત કરવા માગે તો તેની શરત ન હોવી જાેઈએ, જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

pratik shah

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો/ છેલ્લા 10 દિવસમાં 13782 કેસ અને 123ના મૃત્યુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!