મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે દેશમા અનેક એવા રાજ્યો છે, જ્યાં કોરોનાના કેસ વધ્યા છે. દેશના 36 રાજ્યો અને કેન્દ્ર પ્રશાસિત પ્રદેશોમાંથી 16 એવા છે જ્યાં ગત સપ્તાહ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જો કે, તેમાંથી 7-8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જે સૌથી વધુ ચિંતાનું કારણ છે. ગત સપ્તાહની તુલનામાં મહારાષ્ટ્રમાં જ્યાં 81 % કોરોનાના કેસ વધ્યા છે ત્યાં મધ્યપ્રદેશમાં 43 %, પંજાબમાં 31 %, જમ્મુ-કાશ્મીરમાં 22 %, છત્તીસગઢમાં 13 %, અને હરિયાણામાં 11 % કેસમાં વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, ચંડિગઢમાં કોરોનાના નવા કેસમાં 43 %નો વધારો થયો છે. જો કે, આ આંકડા માત્ર 187 હતા. બીજી તરફ કર્નાટકમાં 4.6 % અને ગુજરાતમાં 4 % કેસ વધ્યા છે. જો કે, કોરોનાના નવા કેસના આંકડા વધુ છે. 15 થી 21 ફેબ્રુઆરી દરમ્યાન કર્નાટકમાં 2 હજાર 879 નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ ગુજરાતમાં આ સપ્તાહમાં 1 હજાર 860 નવા કેસ નોંધાયા છે.
દિલ્હીમાં પણ કોરોનાના કેસ ફરી એક વાર વધ્યા છે. આ સપ્તાહે રાજધાનીમાં કોરોનાના 854 નવા કેસ આવ્યા છે. જે 4.7 % વધુ છે.

દેશમાં સોમવારે 10 હજાર 570 નવા કેસ સામે આવ્યા છે, જો કે ગત 6 સપ્તાહના સોમવારે સૌથી વધુ છે. સામાન્ય રીતે વિકેન્ડ પર સ્ટાફની અછત અને ઓછા ટેસ્ટીંગને કારણે સોમવારે કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.
આ દરમ્યાન રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાથી થતા મોતના આંકડામાં વધારો થયો નથી. સોમવારે દેશમાં કોરોનાથી 77 લોકોના મોત થયા છે. જે ગત વર્ષે 3 મે બાદ સૌથી ઓછા છે.
READ ALSO
- કામની વાત/ મોંધા થઈ શકે છે TV, 1 એપ્રિલથી ભાવમાં થશે ઘરખમ વધારો, જાણો શું છે કારણ
- મુખ્યપ્રધાન રૂપાણીએ માં અંબાના દરબારમાં આશિષ લીધા, વહેલી સવારે મંગળા આરતીમાં લીધો ભાગ
- અમદાવાદીઓ રાખજો સાવચેતી! જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 123 કેસો નોંધાયા
- Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત
- છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા, સલામતીની માત્ર ગુલબાંગો: શાંતિવન પેલેસ બંગલોઝમાં રેકી કરી વૃધ્ધ દંપતીની હત્યા