GSTV
Gujarat Government Advertisement

કોરોના વાયરસ/ મનુષ્ય પછી પ્રાણીઓમાંથી કોરોના ફેલાવાની શરૂઆત, અમેરિકામાં નોંધાયો હતો પહેલો કેસો

Last Updated on May 4, 2021 by Damini Patel

ભારતના વિવિધ ઝૂમાં ડઝન જેટલા સિંહો કોરોનાગ્રસ્ત થયાના અહેવાલો આવી રહ્યા છે. પ્રાણીઓમાં કોરોનાની સંખ્યા તપાસ થાય એમ વધી શકે એમ છે. સાવધાનીરૃપે ગીર જંગલ, જૂનાગઢ ઝૂ સહિતના પાર્ક બંધ કરી દેવાયા છે. પરંતુ જંગલી જીવોમાં કોરોના થતાં જંગલમાંથી ઉદભવેલો રોગચાળો ફરીથી જંગલ તરફ જઈ રહ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

કોરોના મૂળભૂત રીતે ચીનના વુહાન એનિમલ માર્કેટમાંથી આવ્યો હોવાની વ્યાપક માન્યતા છે. જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ કોરોના ક્યાંથી આવ્યો તેનો જવાબ સવા વર્ષ પછીય શોધી શકી નથી. મોટેભાગે વાઈરસ જંગલી સજીવોમાંથી જ મનુષ્યમાં આવતા હોય છે. એઈડ્સ, મલેરિયા, ઈબોલા, સાર્સ વગેરે રોગચાળા પણ વન્યજીવોમાંથી જ આવ્યા છે.

પ્રાણીમાં કોરોનાનો પ્રથમ કેસ

માતા

એપ્રિલ-2020માં અમેરિકાના જ ન્યૂયોર્કમાં આવેલા બ્રોન્ક્સ ઝૂમાં સાત વાઘને કોરોના થયો હતો. મનુષ્યેતર સજીવને કોરોના થયાનો એ પ્રથમ પ્રસંગ હતો. પરંતુ એ વાઘ ઝૂમાં હતા. એટલે કે જંગલમાં કોરોના થયો હોય એવા કિસ્સામાં તેનો સમાવેશ કરાયો ન હતો. સંભવતઃ કોઈ ઝૂ કર્મચારીના સંપર્ક પછી જ એ વાઘને ચેપ લાગ્યો હતો.

જંગલી પ્રાણીને પણ કોરોના

2020ની 13મી ડિસેમ્બરે અમેરિકાના ખેતીવાડી વિભાગે જાહેર કર્યું હતું કે ઉટાહ રાજ્યમાં એક નોળિયો (મિન્ક) કોરોનાગ્રસ્ત થયો છે. જંગલમાં રહેતા કોઈ વન્ય પ્રાણીમાં કોરોના ફેલાયાનો એ પ્રથમ જાહેર થયેલો પ્રસંગ હતો. જોકે ચીનમાં તો તેનાથીય પહેલા કેટલાક સજીવોમાં કોરોના ફેલાયો હોવાની વિજ્ઞાનીઓને શંકા છે, પણ તેની વિગતો જાહેર થઈ નથી.

અન્ય સજીવોમાં કોરોના

  • અમેરિકાના જ લેન્સવિલે ઝૂના સ્નો લેપર્ડ (બરફમાં રહેતા દીપડા)ને કોરોના થયો હતો.
  • અમેરિકાના સાન ડિએગો ખાતે આવેલા ઝૂમાં બે ગોરિલા કોરોના પોઝિટિવ નોઁધાયા હતા.
  • મહારાષ્ટ્રના ચંદરપુર ઝૂમાં મે 2020 દરમિયાન વાઘના બચ્ચાને કોરોના હોવાની શંકા જણાતા ટેસ્ટ કરાયા હતા.

જંગલી પ્રાણીમાં કોરોના કેટલો ઘાતક

વેક્સિન

મનુષ્યના શરીરમાં કોરોના પ્રવેશ્યા પછી શું શું કરી શકે તેનાથી આપણે સૌ વાકેફ છીએ. પરંતુ જંગલી સજીવોને કોરોના કે અન્ય કોઈ વાઈરસ ખાસ અસર કરી શકતો નથી. કોરોના એ જંગલી જીવોમાંથી જ આવેલો વાઈરસ છે. મેડિકલ સાયન્સની ભાષામાં આવો વાઈરસ ઝૂનેટિક કહેવાય. ઝૂનેટિક વાઈરસની સામાન્ય રીતે કોઈ અસર જંગલી સજીવોને થતી નથી. કેમ કે જંગલમાં રહેતા સજીવો વર્ષોથી પોતાના શરીરમાં અનેક પ્રકારના વાઈરસ સંઘરીને બેઠા જ હોય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!