GSTV

કોરોના વાયરસની ઝપટમાં આવ્યું ચિકન માર્કેટ, છેલ્લા એક મહિનામાં 70 ટકા સસ્તૂ થયું ચિકન

કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે દેશભરમાં ચિકનના વેચાણમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિતેલા એક મહિનામાં તેની કિંમતોમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગોદરેજ એગ્રોવેટના નિર્દેશક બી.એસ યાદવે જણાવ્યું હતું કે, અમાર ગ્રુપની પોલ્ટ્રી ફાર્મ ગોદરેજ ટાયસન ફૂડ્સને પણ કોરોના વાયરસના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. વિતેલા એક મહિનામાં જ તેના વેચાણામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.આ અગાઉ કંપનીને અઠવાડીયામાં જ 6 લાખ ચિકનનું વેચાણ થતું હતું, જેમાં હવે નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, તેમણે કહ્યું હતું કે, આગામી 2-3 મહિનામાં જો આ અફવાઓ પર રોક લાગશે તો, ચિકનનું વેચાણ ફરી વધશે. ત્યારે આવા સમયે ચિકનની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગોદરેજ ટાયસન ફૂડ્સ ‘રિયલ ગૂડ ચિકન’ અને ‘યમ્મીઝ’ બ્રાન્ડ નામની ફ્રેશ અને ફ્રોજેન ચિકન વેચે છે. આ દેશમાં સૌથી મોટી ચિકન ઉત્પાદર કંપની છે, ત્યાર બાદ વેંકીઝ તથા સુગુનાનું સ્થાન છે. યાદવે આગળ જણાવ્યુ હતું કે, ભારતમાં પ્રતિ વ્યકિત ચિકનનું વેચાણ 4.5 કિલો વાર્ષિક છે. જ્યારે આ મામલે ગ્લોબલ વેચાણ સરેરાશ 11 કિલોગ્રામ છે. સૌથી વધારે વેચાણ પ્રતિ વ્યક્તિ તમિલનાડૂમાં 13 કિલોગ્રામ છે. જ્યારે સૌથી ઓછુ વેચાણ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છે.

અગાઉ એક અઠવાડીયામાં જ 7.5 કરોડનું ચિકન વેચાતું હતું

તેમણે આગળ જણાવ્યું હતું કે, દેશમાં એક અઠવાડીયામાં થતાં ચિકનના વેચાણમાં 7.5 કરોડની સરખામણીએ 3.5 કરોડ ચિકનની રહી ગઈ છે. જ્યારે વિતેલા એક મહિનાની વાત કરીએ તો, જથ્થાબંદ કિંમત 100 રૂપિયા કિલો હતી, તે હવે બજારમાં ઘટીને 35 રૂપિયા કિલો થઈ ગઈ છે. જ્યારે તેમની મૂળ કિંમત જ 75 રૂપિયા આવે છે. તેમણે આ માટે કારણમાં કોરોના વાયરસના કારણે ફેલાઈ રહેલી અફવાઓને જવાબદાર માની હતી.

READ ALSO

Related posts

કોરોના: આર્થિક સંકટને પહોંચી વળવા કેબિનેટની બેઠકમાં નિર્ણય, સાંસદોના પગારમાં એક વર્ષ માટે ૩૦ ટકા કાપ

pratik shah

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

રાજ્યભરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ છે, કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150ને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!