GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

કોરોના વાયરસ સામે બોલીવૂડના કલાકારો પણ સાથે મળીને લડી રહ્યા છે. સાથે તેનાથી પ્રભાવિત થયેલા લોકોની મદદ પણ કરી રહ્યા છે. એન 95 અને એફએફ 3 માસ્ક આપ્યા બાદ હવે અભિનેતા ઋત્વિક રોશને સમગ્ર ભારતના વૃદ્ધાશ્રમોના લોકો, મજૂરો અને વંચિતોને ખાવાનું પુરુ પાડવાનો નિર્ણય લીધો છે. ઋત્વિક રોશને જરૂરિયાતમંદોને આ મદદ એક બિનસરકારી સંગઠન સાથે મળીને કરવાનો નિર્ણય લીધો છે.

પોષ્ટિક આહાર આપવનો નિર્ણય

ઋત્વિક રોશને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના માધ્યમથી 1.2 લાખ ગરીબ મજૂરો, વંચિતો અને વૃદ્ધાશ્રમોના રહેતા લોકોને પોષ્ટિક આહાર આપવનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકારી અક્ષય પાત્ર ફાઉન્ડેશને પોતાના ટ્વીટરના માધ્યમથી આપી છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશને ટ્વીટર પર ઋત્વિક રોશન દ્વારા કરવામાં આવેલી મદદ વીશે લખ્યું, અમને આ જણાવતા આનંદ થાય છે કે અમારા ફાઉન્ડેશનને હવે ઋત્વિક રોશન સશક્ત બનાવશે.

અમે તેમને સલામ કરીએ છીએ

સંસ્થાએ આગળ લખ્યું, અમે 1.2 લાખ વૃદ્ધશ્રમોના લોકો, મજૂરો અને ઓછી આવક ધરાવતા લોકોને પોષ્ટિક આહાર પ્રદાન કરશું, જ્યા સુધી બધા કામ કાજ નિયમિત રૂપે કાર્યરત ન થઈ જાય. બધા જરૂરિયાતમંદ ભારતીયો માટે ઋત્વિક રોશન તરફથી ત્વરિત પણે સહાયતા અને રાહત આપવા માટે અમે તેમને સલામ કરીએ છીએ.

તમે બધા જમીન પરના અસલી હિરો

તો બીજી તરફ ઋત્વિકે પણ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના ટ્વીટ પર પ્રતિક્રીયા આપતા કોરોના વાયરસ મહામારી દરમિયાન સંસ્થા તરફથી કરવામાં આવતા કામના વખાણ કર્યા. તેમણે તેના ટ્વીટમાં લખ્યું, હુ તમને એ નક્કી કરવાની તાકાત આપુ છુ કે આપણા દેશમાં કોઈ ભુખ્યુ ના સુવે. તમે બધા જમીન પરના અસલી હિરો છો.

ઋત્વિકનું આ ટ્વીટ ઘણુ જ વાયરલ થઈ રહ્યું છે

સોશિયલ મીડિયા પર ઋત્વિકનું આ ટ્વીટ ઘણુ જ વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે દેશ અત્યારે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ વાયરસને ફેલાતો રોકવા સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેના કારણે બધા પ્રકારના ધંધાને સરકારે બંધ કરી દીધા છે. જેના કારણે ગરીબ અને મજૂર વર્ગના લોકોને ઘણી પેરેશાની વેઠવી પડી રહી છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસે લીધો આ પાકિસ્તાની ક્રિકેટરનો જીવ, પરિવારે ઉતાવળમાં દફનાવી દીધો

Bansari

Cricket વર્લ્ડકપ જીતાડનારો આ બોલર થઈ ગયો હતાશ, બાળકો સહિત છોડવા માગે છે દેશ

Mansi Patel

પ્રેગનેન્સીમાં રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહીં તો ડિલીવરી સમયે થશે તકલીફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!