GSTV

કોરોના વાયરસથી ગુજરાતના ખેડૂતોને ફટકો, આ બે કોમોડિટીના ભાવમાં 20 ટકાનો ઘટાડો

ચીનમાં જીવલેણ મહામારી કોરોના વાયરસ ફેલાતા ચારેય બાજુ આર્થિક અનિશ્ચિતતાનો માહોલ સર્જાઇ રહ્યો છે. જેને પગલે કપાસ અને કોટન-યાર્નના ભાવમાં 4 ટકા તો જીરુંના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે બીજી બાજુ કઠોળ રાજમાના ભાવ પણમાં 8 ટકાનો ઉછાળો આવ્યો છે.

ઔદ્યોગિક સંસ્થા અને વેપારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી ભાવમાં વધ-ઘટનો માહોલ યથાવત રહેશે. ઇન્ડસ્ટ્રીઝના અંદાજ મુજબ વર્ષે દહાડે દેશમાં ઘરેલુ જરૂરિયાતો માટેના 50 ટકા રાજમાની આયાત ચીનમાંથી કરાય છે. તેની સાથે જ ભારતમાંથી કપાસ અને કોટન યાર્નની વાર્ષિક નિકાસનો 25 ટકા માલ ચીનમાં મોકલાય છે. રાજમાના મોટા વેપારી પ્રદીફ કુમાર રનવાલે જણાવ્યું કે, ચીનમાં ડલિયન પોર્ટથી શિપમેન્ટ સ્થગિત થઇ જવાને લીધે વૈશ્વિક બજારમાં રાજમાના ભાવ 8 ટકા વધીને 1100 ડોલર પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગયા છે. ચીનમાં શટડાઉન જારી છે અને ભારતમાં આવી રહેલા 300 કન્ટેઇનર બંદરો ઉપર અટવાઇ ગયા છે. ઘરેલુ માર્કેટમાં આ માલ ન આવતા એક મહિનાની અંદર જ રાજમાના ભાવ આટલા વધી ગયા છે.

જીરુંના ભાવ સૌથી વધુ 20 ટકા તૂટ્યાં છેલ્લા બે મહિનામાં જીરુંના ભાવમાં લગભગ 20 ટકાની મંદી આવી છે જેનું કારણ ચાલુ વર્ષે ભારતમાં જીરામાં બમ્પર ઉત્પાદનનો અંદાજ અને ચીનમાં કોરોના વાયરસની મહામારી છે. આયાત-નિકાસની દ્રષ્ટિએ જીરાની ગણતરી મહત્વના મસાલા પાકોમાં થાય છે. એનસીડીઇએક્સ ખાતે માર્ચ મહિનાની કોન્ટ્રાક્ટ ડિલિવરી માટે જીરાનો ભાવ રૂ.135 પ્રતિ કિગ્રાની આસપાસ બોલાઇ રહ્યો છે, જે છેલ્લા બે મહિનાની તુલનાએ 20 ટકા સસ્તું છે. ચાલુ વર્ષે ભારતમાં જીરુંનું ઉત્પાદન વધારે થવાનો અંદાજ છે. એવામાં જીરુંના નિકાસકારો 140 રૂપિયા પ્રતિ કિગ્રાની આસપાસ તેના ભાવ સ્થિર થવાની આશા રાખી રહ્યા છે.

કોટન યાર્નમાં પણ મંદી નિકાસકારોએ જણાવ્યું કે, એક્સપોર્ટ ક્વોલિટી (30 કાર્ડેડ યાર્ન) કોટન યાર્નના ભાવ છેલ્લા 10 દિવસમાં 3થી 4 ટકા ઘટીને 185થી 200 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે આવી ગયા છે. આવી રીતે કપાસના ભાવ પણ 4 ટકા ગગડીને 39,500 રૂપિયા પ્રતિ કેન્ડી (356 કિગ્રા)ની આસપાસ બોલાઇ રહ્યા છે. દેશમાં કુલ 410 કરોડ કિલો કોટન યાર્નનું ઉત્પાદન થાય છે, જેમાંથી 110થી 120 કરોડ કિલો યાર્નની ચીનમાં નિકાસ કરાય છે.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!