GSTV

કોરોનાનો કહેર માર્કેટ પર પડ્યો, લોકો શેર વેચીને આ વસ્તું ખરીદવા લાગ્યા

કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વમાં બજાર અને શેર માર્કેટમાં પડી છે. જેના કારણે સોના ચાંદીના બજારોને પણ અસર થઈ છે. સોનુ આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૬૦૦ ડોલરની સપાટી વટાવી ગયું છે. અમદાવાદ 10 ગ્રામ સોનું રૂપિયા ૪૫,૦૦૦ થઈ ગયું છે.
ચીનમાં પ્રસરેલા કોરોના વાયરસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાયેલી સ્થિતિને કારણે ભારતમાં સોનાની ચમક વધુ ચમકી છે. તેમાંય અમદાવાદમાં 10 ગ્રામ સોનું 45 હજારની સપાટી પર આવી ગયું છે. જ્યારે એક કિલો ચાંદી 50 હજારે પહોંચી છે.

લોકો શેર વેચીને સોનુ અને ચાંદી ખરીદવા તરફ વળ્યા

તેની અસર વેપાર અને શેરબજાર પર પણ જોવા મળી રહી છે. લોકો શેર વેચીને સોનુ અને ચાંદી ખરીદવા તરફ વળ્યા છે. કોરોના વાયરસને કારણે અમદાવાદ અને ગુજરાતના વેપારીઓ ચીનમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. બીજ તરફ ક્રૂડમાં પણ ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કોપર, પ્લેટિનિયમના ભાવ તૂટતા બજારોમાં હાહાકાર સર્જાયો હતો. રૂપિયો સતત ડોલર અને પાઉન્ડ સામે ગગડી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર ધંધામાં ઉથલપાથલ

માર્કેટ નિષ્ણાતનું માનવું છે કે કોરોના વાયરસ હજુ પણ નિયંત્રણમાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર ધંધામાં ભારે ઉથલપાથલ થઈ શકે છે. જ્યાં સુધી ચીન કોરોના વાઇરસની મહામારીમાંથી સંપૂર્ણ રીતે મુક્ત નહીં થાય ત્યાં સુધી બજારોમાં સ્થિરતા નહિં આવે.

READ ALSO

Related posts

ફ્રીમાં ભરાવી જાઓ અમારા ત્યાંથી પેટ્રોલ, કોરોનાની મહામારીમાં આ ગુજરાતી આવ્યા મદદે

Bansari

જો આપણે નહી સુધરીએ તો લાશોના ઢગલા થઇ જશે, WHO એ અમેરિકાને રોકડું પરખાવ્યું

Mansi Patel

15 એપ્રિલ સુધી આ હોટસ્પોટ વિસ્તારો સીલ, કોઈને પણ બહાર નીકળવાની છૂટ નહીં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!