GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારે 15,000 કરોડના પેકેજને મંજૂરી આપી, આ રીતે કરશે નાણાનો ઉપયોગ

હંદવાડા

કોરોના વાયરસ સામેની લડાઈ માટે કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યોને નાણાકીય મદદ પુરી પાડવા રૂ. 15,000 કરોડના ઈમર્જન્સી પેકેજને મંજૂરી આપી હતી. આ કુલ ભંડોળમાંથી રૂ. 7,774 કરોડ કોરોના વાયરસ અર્થાત કોવિડ 19ન ઈમર્જન્સી રિસ્પોન્સ પાછળ ખર્ચ કરાશે જ્યારે બાકીના નાણાં તબક્કા વાર એકથી ચાર વર્ષમાં મધ્યમ ગાળાની રાહત પેટે ચૂકવવામાં આવશે.

શા માટે કરવામાં આવ્યું પેકેજ જાહેર

કોરોના વાયરસની મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને લડે તે માટે કેન્દ્રે આ પેકેજ જાહેર કર્યું છે. જેનો ધ્યેય રોગને પરખી, તેને સંલગ્ન સારવાર, જરૂરી મેડિકલ સાધનો વસાવવા તેમજ દવાઓ અને ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર પાછળ કરવાનો છે. આ ભંડોળ થકી કેન્દ્ર અને રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવી ભવિષ્યમાં વધુ મહામારી કે અન્ય બીમારી ત્રાટકે તેની સામે બુલંદ માળખું બનાવવાનો હેતુ છે.

10 હાઈ લેવલની મધ્યસ્થી ટીમો

દેશમાં જે રાજ્યોમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે ત્યાં કેન્દ્રે 10 હાઈ લેવેલની મધ્યસ્થ ટીમ રાજ્યોની મદદ માટે બનાવી છે. આ ટીમો બિહાર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી છે. આ ટીમો રાજ્યોમાં ચેપના સંક્રમણને અટકાવવા, હોસ્પિટલોને સજ્જ કરવા અને વેન્ટિલેટર ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવામાં રાજ્યોને મદદ કરશે.

નજીવા 9 દિવસમાં કોરોનાનો ચાર ગણો ત્રાસ વધ્યો

31 માર્ચ સુધી દેશમાં 1634 જ કેસ હતા. આ દરમિયાન ભારતમાં કોરોના કન્ટ્રોલમાં છે તેવી લોકોને પણ આશા હતી. પણ કોરોના ત્યારે દેશમાં બીજા તબક્કામાં હતો. ખરો ખેલ હવે ત્રીજા તબક્કામાં શરૂ થયો છે. માત્ર 9 દિવસના નજીવા ગાળામાં કોરોનાએ તબાહી મચાવતા ભારતમાં પોઝીટીવ કેસનો આંકડો 6237 સુધી પહોંચી ગયો છે. જેથી અનુમાન સેવવામાં આવી રહ્યું છે કે આજ રાત સુધીમાં દેશમાં 6400થી 6500ના આળેગાળે કોરોનાનો આંકડો પહોંચશે. જે ત્રીજા તબક્કાની શરૂઆતમાં જ ભયજનક છે, કારણ કે આ આંકડો એ વાતની સાબિત આપી રહ્યો છે કે દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં 4 ગણો વધારો થઈ ગયો છે. તે પણ માત્ર ગણતરીના 9 જ દિવસોમાં.

ભારતમાં મહારાષ્ટ્ર સૌથી આગળ

ભારતમાં જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા છે. જ્યાં 1297 કેસ નોંધાયા છે. તમિલનાડુમાં 738, દિલ્હીમાં 669 અને તેલંગણામાં 453 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 241 કેસ નોંધાયા છે.

એપ્રિલમાં એવરેજ દરરોજ નવા 500 કેસ નોંધાયા.

દેશમાં 7 માર્ચે કોરોનાના 34 કેસ સામે 1 મહિનામાં કોરોના સંક્રમિતોના કેસ આજે 6237 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા સપ્તાહમાં ખૂબજ ઝડપથી તેનો દેખાડો કરી રહ્યું છે. 19 માર્ચે દેશમાં પૂરા 200 કેસ પણ કોરોનાના નહોતા નોંધાયા ત્યારે મૃત્યુ આંક પણ 4 હતો. કોરોનાને કારણે દેશમાં સૌથી પહેલા મોતના સમાચારો પણ 12 માર્ચે આવ્યા હતા. દેશમાં 31 માર્ચ સુધી મોતની સંખ્યા 49 હતી. તે પછી છેલ્લા અઠવાડિયામાં મોતની સંખ્યા પણ વધી ગઈ છે. 7 એપ્રિલ સુધીમાં કોરોનાને કારણે ભારતમાં 163 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે કોરોનાને કારણે 26 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો ગ્રાફ પણ એપ્રિલ મહિનામાં ખૂબ વધ્યો છે. 21 માર્ચ પછીથી કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ મોટા આંકડામાં વધવા લાગી છે. 23 માર્ચ સુધી 500ની અંદર રહેલો આંક આજે વધીને 6237 સુધી પહોંચી ગયો છે.

7 દિવસમાં ત્રણ ગણું અને આજે ચાર ગણું થયું.

31 માર્ચના કુલ નવા 306 કેસો સાથે 1635 કોરોના સંક્રમિતો હતા. કોરોના સંક્રમિતોની સંખ્યા છેલ્લા 9 દિવસમાં ચાર ગણું વધી ગયું છે. છેલ્લા સપ્તાહમાં એવરેજ 500 નવા સંક્રમિતો વધી રહ્યા છે. કોરોના રિકવરીનો આંક પણ 569 સુધી પહોંચવા આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને હરાવવામાં 569 લોકો સફળ રહ્યા છે. ગઈકાલે વધુ 74 લોકોને રજા આપવામાં આવી હતી. હજુ પણ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6237 છે.

વિશ્વભરમાં આંકડો 15 લાખને પાર

સમગ્ર દુનિયામાં કોરોનાના કેર યથાવત છે અને વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ છે. 15,29,968 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક 89 હજાર 426ને પાર થયો છે અને અત્યાર સુધી 3 લાખ 37 હજારથી વધુ લોકો સાજા પણ થાય છે. અમેરિકા, સ્પેન, ઈટાલી, જર્મની અને ફ્રાન્સ સહિતના પાંચ દેશોમાં એક લાખથી વધુ કેસ છે. ઈટાલીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 17 હજાર 669થી વધુ છે. જ્યારે સ્પેનમાં 15,238 અને અમેરિકામાં 14 હજાર 797થી વધુ મૃત્યુઆંક છે. જ્યારે ફ્રાન્સમાં 10 હજાર 800થી વધુ લોકોના મોત થયા છે.

જગત જમાદાર અમેરિકામાં 24 કલાકમાં 1900નાં મોત

વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે અને સતત બીજા દિવસે દિવસે પણ કોરોનાથી 24 કલાકમાં એક હજાર નવસોથી વધુ લોકોના મોત થયા છે. આ સાથે જ યુએસમાં કુલ મૃત્યુઆંક 14 હજાર 797થી વધુ થયો છે. અમેરિકામાં અત્યાર સુધી ચાર લાખ 35 હજાર 160થી વધુ પોઝીટીવ કેસ થયા છે. એટલે કે ચીન કરતાં પાંચ ગણા કેસ એકલા અમેરિકામાં છે. યુએસમાં અત્યાર સુધી બાવીસ હજાર 891થી વધુ લોકો સારવાર બાદ સાજા થયા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના સંક્રમણના કારણે રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 779 લોકોના મોત થયા છે અને ન્યુયોર્કના ગર્વનરે હજુ પણ મોતની સંખ્યા વધે તેવી ચિંતા વ્યકત કરી. ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું હતુ કે ૨૦૦૧ના આતંકી હુમલા કરતા પણ આ શહેરમાં કોરોનાથી મૃત્યુ વધી ગયા છે. એ આતંકી હુમલા વખતે શહેરમાં કુલ ૨,૭૫૩ મોત થયા હતા. અમેરિકામાં કોરોના દરદીઓ રોકેટ ગતીએ વધી રહ્યાં છે. કુલ કેસ ૪ લાખથી ઉપર પહોંચી ગયા છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!