GSTV
Gujarat Government Advertisement

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત, કુલ કેસ 5 લાખની નજીક, મહારાષ્ટ્રમાં 5000 નવા કેસ

Last Updated on June 27, 2020 by Bansari

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનો કેર એટલો બધો વધી ગયો છે કે સંક્રમિત દર્દીઓનો આકંડો પાંચ લાખ સુધી પહોંચી ગયો છે.

મહારાષ્ટ્રમાં 1 દિવસમાં 5 હજાર નવા કેસ

આરોગ્ય વિભાગના અધિકારીઓનું માનીએ તો આજે સવારે કોરોના દર્દીઓની સંખ્યા 4 લાખ 60 હજાર 401 પહોંચી છે. જો કે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવીત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ સૌથી આગળ છે. મહારાષ્ટ્રમાં ગત ચોવીસ કલાકમાં 5 હજાર નવા કેસ નોધાયા છે.

કોરોના

વિશ્વમા કોરોનાના કેસનો આંકડો 99 લાખને પાર

જો વિશ્વની વાત કરીયે તો, વિશ્વમા કોરોનાના કેસનો આંકડો 99 લાખને પાર પહોંચી ચૂક્યો છે. હવે ગમે તે ઘડીએ કોરોનાના કેસની સંખ્યા એક કરોડને પાર પહોંચી શકે છે. કોરોનાને કારણે દુનિયાભરમાં ચાર લાખ 96 હજાર 845ના મોત થયા છે. તો 53 લાખ 57 હજાર 233 જણા સાજા થયા છે.

અમેરિકા બ્રાઝીલ રશિયા ઘૂંટણિયે

અમેરિકામાં કોરોનાના કેસનો આંકડો 25 લાખને પાર પહોંચી ચૂક્યો છે.તો 1 લાખ 27 હજારના મોત થઇ ચૂક્યા છે. બીજા નંબરે બ્રાઝીલ છે. બ્રાઝિલમાં બાર લાખ 80 હજાર કેસ નોંધાયા છે. તો 56 હજારના મોત થયા છે. જ્યારે કે રશિયામાં 6 લાખ 20 હજાર કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે.

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!