GSTV
Home » News » કોરોના વાયરસની અસર ભારતીય શેરબજાર પર, સેન્સેક્સમાં 458 પોઈન્ટનો કડાકો તો નિફ્ટી 12,119 પર બંધ

કોરોના વાયરસની અસર ભારતીય શેરબજાર પર, સેન્સેક્સમાં 458 પોઈન્ટનો કડાકો તો નિફ્ટી 12,119 પર બંધ

ચીનમાં ફેલાયેલાં કોરોના વાયરસને કારણે રોકાણકારોમાં બનેલી અનિશ્ચિતતાનાં માહોલની અસર સ્થાનિક માર્કેટ ઉપર પણ જોવા મળી હતી. સપ્તાહના પહેલાં ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં નબળા વૈશ્વિક સંકેતોના કારણે વેચવાલી હાવી રહી હતી.

જેના કારણે નિફ્ટી દિવસના નિચલા સ્તર 12 હજાર 100ની નીચે સરકીને બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ 400 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો તો બીજી તરફ સરકારી બેંકોમાં વેચવાલીનું સૌથી વધુ દબાણ જોવા મળ્યુ હતુ.

મેટલ શેર્સમાં પણ વેચવાલી હાવી રહી. મિડકેપ શેર્સમાં શરૂઆત સારી રહી પરંતુ કારોબારના અંતિમ બે કલાકમાં દબાણ વધતા મિડકેપ ઇન્ડેક્સ રેડઝોનમાં બંધ આવ્યો.

ફાર્મા સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં વેચવાલી હાવી રહી હતી. નિફ્ટીના 50માંથી 37 શેર્સમાં તો સેન્સેક્સના 30માંથી 21 શેર્સમાં વેચવાલી રહી. દિવસના અંતે સેન્સેક્સ 1.10 ટકા અને નિફ્ટી 1.06 ટકા ઘટીને બંધ આવ્યો.

READ ALSO

Related posts

જો તમે ડાયટ કરી રહ્યા છો તો, તમારા માટે ખાવામાં બેસ્ટ છે આ ‘દલિયા ની ટિક્કી’

Ankita Trada

કાયદાનું ઝીણવટભર્યું જ્ઞાન લેવા માટે ભારત પહોંચ્યા બાંગ્લાદેશના 40 જજ

Pravin Makwana

વર્કિંગ કપલ આ ટીપ્સની મદદથી પોતાની જિંદગીને બનાવો સરળ, આ રીતે કરો દરેક કામ મેનેજ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!