GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોના વાયરસથી આ રીતે બચાવો પોતાના પરિવારને, કારમાં બેસતા પહેલા આટલા કામ અવશ્ય કરો

દેશમાં કોરોના વાયરસ દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. હવે એક જ દિવસમાં 25 હજારથી પણ વધારે કેસો આવી રહ્યા છે. પરિસ્થિતીને જોતા ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યુ છે. ત્યારે આવા સમયે જરૂરી છે કે, તમે ખાસ સાવધાનીઓ રાખો. એટલા માટે અમે આપને અહીં અમુક વાતો જણાવા જઈ રહ્યા છીએ. જે કારમાં બેસતા પહેલા જાણવી જરૂરી છે. જેનાથી તમે પોતે અને પરિવાર સાથે રહીને કોરોનાથી બચી શકાશે. સાથે જ જો આ વાતોને નજરઅંદાજ કરશો તો આપના જીવને જોખમ પણ આવી શકે છે.

એસી વેંટ્સને કરો સાફ

જો કારના એસી વેંટ્સ ગંદા છે, તો આ ગાડીમાં કીટાણુ જલ્દીથી ફેલાઈ થઈ શકે છે. ત્યારે આવા સમયે જો એસી વેંટ્સ કોઈ પણ પ્રકારે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે. તો તેનાથી ગાડીમાં બેઠેલા લોકો ઝડપથી સંક્રમિત થઈ શકે છે. એટલા માટે કારની અંદર રહેલા એસી વેંટ્સને સારી રીતે સાફ કરો.

કારની અંદર આટલી વસ્તુ રાખો

કારમાં મુસાફરી કરતા પહેલા અમુક વસ્તુઓનું ધ્યાન રાખવુ જોઈએ. જેવુ કે કારની અંદર સ્પ્રે સેનિટાઈઝર, હૈંડ સેનિટાઈઝર, ટિશ્યૂ પેપર. ઉપરાંત કારની અંદર એક સાફ કપડુ પણ રાખો.

આટલી વસ્તુને ખાસ કરો સેનેટાઈઝ

આમ તો સમગ્ર કારને સેનેટાઈઝ કરવી જોઈએ. પણ જો જલ્દીમાં હોવ તો કાર સ્ટીયરીંગ, ગિયર, નોબ, ડૈશબોર્ડ અને સીટને જરૂરથી સેનેટાઈઝ કરો. એક કપડામાં સેનેટાઈઝ લગાવી દરેક જગ્યાએ પોતુ મારો. સેનેટાઈઝની જગ્યાએ એક કપડામાં સાબૂ અથવા ફક્ત પાણીમાં કપડુ પલાળી દરેક જગ્યાએ સાફ કરી શકો. બજારમાં સેનેટાઈઝ સ્પ્રે પણ મળે છે. જેની મદદથી તમે સરળતાથી સ્પ્રે કરી શકો છો.

દરેક સિંગલ ટ્રિપ પર કરો સેનિટાઈઝ

કારમાં બેસતા પહેલા પણ સેનેટાઈઝ કરો. પછી ભલેને તમે ઘરેથી જ કેમ ન નિકળ્યા હોવ. ઉપરાંત ઘરેથી ઓફિસ જતાં રસ્તામાં જ્યાં પણ કારમાંથી નિચે ઉતરો અને પાછા આવો ત્યારે ગાડીમાં દરેક જગ્યાએ સેનેટાઈઝ કરો.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!