GSTV

કોરોના વાયરસે ચીનને વિશ્વથી વિખુટુ પાડી દીધું, પાડોશી દેશોએ પ્રતિબંધ મુકતા આસિયાનના શરણે જવું પડ્યું

કોરોનાને કારણે ચીન હવે આઘાતમાં સરી પડ્યું હોયું હોય તેવું લાગી રહ્યું છે. જેથી ચીન હવે પડોશીઓને એક થવા માટે હાકલ કરે છે. વિશ્વભરમાં ઝડપથી ફેલાતા કોરોના વાઈરસને પહોંચી વળવા ચીનને ઝડપભેર આસિયાન દેશોની બેઠક બોલાઈ છે. આ બેઠકમાં પડોશી દેશો દ્વારા ચીનને એક થવાનું કહેવામાં આવ્યું છે, જેથી કોરોના વાઈરસ સામે લડી શકાય.

પાડોશી દેશઓ મુક્યો પ્રતિબંધ

ચીનના ઘણા પડોશી દેશોએ ચીનથી અવરજવર પર પ્રતીબંધ મૂક્યો છે. જીવલેણ કોરોના વાયરસ સામે લડવાની પદ્ધતિઓ માટે ચીનને વિશ્વભરમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 70 હજારથી વધુ લોકો આ વાઈરસની અસરમાં છે. તેથી ગુરુવારે ચીને લાઓસમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની વિશેષ બેઠક બોલાવી કેરોના વાયરસના ખતરા અંગે ચર્ચા કરી હતી, જેમાં ચીને કોરોના જેવા ખતરા સામે માટે એક થવા માટે અપીલ કરી છે.

આસિયાન દેશોએ શું કહ્યું ?

આ દેશોને તેના બેલ્ટ અને માર્ગ પહેલ હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની રોકાણ અને માળખાગત સુવિધાઓમાં લાખો ડોલર પ્રાપ્ત થયા છે. ઉલ્લેનીય છે કે બેઠકમાં આસિયાન દેશોના વિદેશ પ્રધાનોએ ચીનની સમકક્ષ વાંગ-યી સાથે હાથ મિલાવ્યા અને જોરથી કહ્યું, ‘મજબૂત રહે, વુહાન! મજબૂત રહો, ચીન! આસિયાન મજબૂત રહો!’ કારણ કે “ભય એ વાયરસ કરતા વધુ જોખમી છે અને વિશ્વાસ સોના કરતાં મૂલ્યવાન છે.”

ચીનને ટેકો આપવાની વાત કરાઈ

આ કાર્યક્રમની શરૂઆત વિડીયો ક્લીપ દ્વારા કરી હતી જેમાં તેમણે ચીનને ટેકો આપવાની વાત કરી હતી. જોકે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં લી કુઆન યૂ સ્કૂલ પબ્લિક પોલિસીમાં સહયોગી પ્રોફેસર આલ્ફ્રેડ એમ-વુએ કહ્યું હતું કે, “ચીન પશ્ચિમ તરફથી થયેલા આ હુમલાઓનો જવાબ આપવા માટે આસિયાન દેશોમાં મિત્રતાના સંદેશને જોરશોરથી પ્રોત્સાહન આપી રહ્યું છે” પશ્ચિમી દેશોએ ચીને આરોપ લગાવ્યો છે કે તે કોરોના વાયરસ સાથે યોગ્ય રીતે નથી લડી રહ્યો.

એર ઈન્ડિયાએ 3 મહિના સુધી ફ્લાઈટ સ્થગિત કરી

એક તરફ કોરોનાને કારણે ચીન હચમચી ગયું છે ત્યાં બીજી તરફ વિવિધ દેશોનું વલણ ચીન તરફી કડાઈ ભર્યું બની રહ્યું છે. કોરોનાનો ખતરો હવે ફક્ત ચીન પૂરતો સીમિત ન રહેતા વિશ્વભરના દેશોને પોતાની ઝપેટમાં લઈ રહેયો છે. આ જ કારણ છે કે ઘણા દેશોએ ચીન આવાગમનની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. કોરોના વાયરસના ભયને જોતા ભારતની સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાએ ચીન માટેની તેની ફ્લાઇટ્સને વધુ 3 મહિના માટે સ્થગિત કરી દીધી છે. એટલે કે, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ જૂનના અંત સુધી ચીન જશે નહીં.

READ ALSO

Related posts

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!