GSTV

કોરોના/ 29 કરોડ લોકો ભૂખે મરશે : આ દેશે લોકોને આપ્યો કોરોનાનો બુસ્ટરડોઝ, જાપાન અને ફિલિપિન્સની પણ હાલત બગડી

કોરોના

Last Updated on July 31, 2021 by Damini Patel

અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટનો હાહાકાર મચ્યો છે. કોરોનાની બબ્બે લહેરનો સામનો કરનારા અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં અમેરિકામાં 90 હજાર નવા કેસ નોંધાયા હતા. પાંચ મહિનામાં પહેલી વખત એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા હતા.

બીજી બાજુ ઇઝરાયલના પ્રમુખ ઇસાક હરજોગે કોરોનાની રસીનો ત્રીજો ડોઝ લઇને દેશમાં બૂસ્ટર ડોઝ આપવાની ઝૂંબેશનો આરંભ કર્યો હતો. આ સાથે નાગરિકોને કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ આપનારો ઇઝરાયલ દુનિયામાં પ્રથમ દેશ બન્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે તાજેતરમાં જાહેરાત કરી હતી કે દેશમાં 60 વર્ષ કરતાં વધારે વય ધરાવતાં નાગરિકોને કોરોનાની રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. સરકાર હાલ ફાઇઝર-બાયોએનટેકની કોરોનાની રસીના બે ડોઝ મેળવાનારાઓેને ત્રીજો ડોઝ આપી રહી છે.

ઇઝરાયલમાં મોટા પ્રમાણમાં રસીકરણ

હાલ ઇઝરાયલમાં મોટા પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં દર અઠવાડિયે સરેરાશ બે હજારથી વધારે કોરોનાના કેસો નોંધાવાને પગલે સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. જોે કે, કોરોનાની રસીનો ત્રીજો ડોઝ નાગરિકોને આપવાથી નવા કેસોની સંખ્યા ઘટાડી શકાશે તેમ માનવાને કોઇ કારણ નથી. બૂસ્ટર ડોઝ આપવાની જરૂર પડી તે દર્શાવે છે કે સમય વીતવા સાથે કોરોનાની રસીની અસરકારકતા પણ ઘટતી જાય છે.

60 વર્ષ કરતા વધારે વયના પ્રમુખ હરજોગ અને તેમની પત્ની મિકતે અન્ય લોકોની સાથે કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધો હતો. દરમ્યાન જાપાનમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યા દસ હજાર કરતાં વધી જતાં વડાપ્રધાન યોશિહિડે સુગાએ વાઇરસ ઇમરજન્સી વિસ્તારીને સૈતામા, કાનાગાવા, છીબા અને ઓસાકામાં લાગુ પાડી હતી.

ફિલિપાઇન્સે પ્રવાસ પર નિયંત્રણ લંબાવ્યા

ફિલિપાઇન્સે ડેલ્ટા વેરિઅન્ટ દ્વારા વધી રહેલો કોરોનાના ચેપના પ્રસારને ખાળવાના પ્રયાસ તરીકે ભારત સહિત દસ દેશો પર મુકવામાં આવેલાં પ્રવાસ નિયંત્રણોને 15 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે. પ્રમુખ રોડ્રિગો દુતેર્તે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બંગલાદેશ, ઓમાન, યુએઇ,ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ પર મુકવામાં આવેલા આ પ્રવાસ નિયંત્રણોને લંબાવવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. ફિલિપાઇન્સમાં સત્તાવાર આંકડા અનુસાર ડેલ્ટા વેરિઅન્ટના 216 કેસ નોંધાયા છે.

બીજી તરફ આંતરવિગ્રહગ્રસ્ત મ્યાનમારમાં ફેબુ્રઆરીમાં સત્તા હાંસલ કરનાર મિલિટરી સરકાર સામે રહેવાસીઓ અને માનવ અધિકાર આંદોલનકારીઓ એવો આક્ષેપ કરી રહ્યા છેકે તેઓ કોરોના મહામારીનો તેમની સત્તા જમાવવા અને વિરોધપક્ષોને કચડી નાંખવા માટે ઉપયોગ કરી રહ્યા છે.ગયા સપ્તાહે મ્યાનમારમાં માથાદીઠ કોરોના મૃત્યુદર ઇન્ડોનેશિયા અને મલેશિયા કરતાં પણ વધી ગયો હતો.

હાલ દેશમાં ઓક્સિજન પુરવઠો ખૂટી રહ્યો છે ત્યારે તેનો મોટો જથ્થો સરકારના ટેકેદારો અને મિલિટરી હોસ્પિટલ ભણી વાળવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દરમ્યાન કોરોના મહામારીને કારણે આવક બંધ થઇ જવાને કારણે દુનિયામાં આ વર્ષે સતત ત્રીજા વર્ષે ભૂખમરો વધશે તેમ યુએસના કૃષિ વિભાગે જણાવ્યું હતું. 76 મધ્યમ અને ઓછી આવક ધરાવતાં દેશોમાં વધારાના 291 મિલિયન લોકોને 2021માં પૂરતું ખાવાનું નહીં મળે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!