GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ કોરોનાનો હાહાકાર પણ મંત્રીઓ મોદીની પ્રશંસામાંથી ઊંચા નથી આવતા!, મહામારીમાં બનાવવા માગે છે મસિહા

કોરોના

Last Updated on May 8, 2021 by Damini Patel

એક તરફ લોકો સોશિયલ મીડિયામાં મદદની ગુહાર લગાવે છે. સતત ઓક્સિજનની અછત, બેડની અછત, વેન્ટિલેટરની અછત હોવાથી લોકો સોશિયલ મીડિયામાં મંત્રીઓ પાસે, સરકારી અધિકારીઓ પાસે મદદ માગી રહ્યા છે. ને બીજી તરફ કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાંના મંત્રીઓ મોદીને ગરીબોના મસીહા તરીકે પ્રસ્થાપિત કરવા મથી રહ્યા છે.

કોરોના

મંત્રીઓ ટ્વિટ ઉપર ટ્વિટ કરે છે કે મોદીજી ઓક્સિજનની સપ્લાય માટે પ્રયાસો કરી રહ્યા છે. હોસ્પિટલમાં સ્થિતિ યથાવત કરવા મોદીજી દિવસ-રાત એક કરી રહ્યા છે. આવા પ્રચારમાં મોદીના મંત્રીઓને લોકોની પોસ્ટ દેખાતી બંધ થઈ ગઈ છે. ભાજપના નેતાઓ, ખાસ તો કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ભાજપની સરકાર છે એવા રાજ્યોના મંત્રીઓ મોદીની ટ્વિટને રીટ્વિટર કરવામાંથી ઊંચા આવતા નથી.

‘કોરોના સામે લડો, મોદી સામે ન લડો!’

એ દરમિયાન આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વિપક્ષના નેતાઓને ખૂબ જ મહત્વની સલાહ આપી દીધી છે. હર્ષવર્ધને ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેનની ટ્વિટનો જવાબ આપતા કહ્યું હતું કે તમે કોરોના સામે લડો. મોદી સામે ન લડો. વાત એવી હતી કે શિબુ સોરેને એક ટ્વિટ કરીને જાણકારી આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનમાં વાત કરી. પરંતુ એમાં એમણે મન કી બાત જ કરી. કામ કી બાત ન કરી.

એ પછી હર્ષવર્ધને જવાબ આપ્યો હતો. હર્ષવર્ધને કહ્યું હતું કે તમે બધી જ અપેક્ષા કેન્દ્ર સરકાર પાસેથી રાખો છો એ યોગ્ય નથી. તમે પણ કોરોના સામે લડવાની કોશિશ કરો. તમે તમારા પદની ગરિમા ભૂલી ગયા છો એટલે આવું લખો છો. એવું કહીને આરોગ્ય મંત્રીએ શિબુ સોરેનની ઝાટકણી કાઢી નાખી. એ પછી ટ્વિટરમાં અસંખ્ય લોકોએ ડૉ. હર્ષવર્ધનની પણ ઝાટકણી કાઢી હતી. લોકોએ કહ્યું હતું કે અત્યારે મોદીના બચાવ કરતા દેશના હેલ્થની ચિંતા કરો એ વધુ યોગ્ય રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!