GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Corona virus : ક્રેડિટ કાર્ડના બિલ ચુકવવામાં પણ મળશે ત્રણ મહિનાની છૂટ, જાણો RBI એ શું કહ્યું

corona

કોરોના વાયરસ (Corona Virus) ના કારણે સમગ્ર દેશમાં થયેલા લોકડાઉનથી સામાન્ય લોકોને રાહત આપવા સરકાર બાદ આરબીઆઈએ મોટા પગલા લીધા છે. આરબીઆઈએ બેન્કોને ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહી લેવા સુચન કર્યું છે. સાથે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે નાણાકીય સંસ્થાન ક્રેડિટ કાર્ડ બિલ રી- પેમેન્ટ પર પણ 3 મહિનાની છૂટ આપી શકે છે.

શું છે RBI નો નિર્ણય

RBI એ ત્રણ મહિના માટે ટર્મ લોનના ભરણા પર પહેલા જ છૂટ આપી દીધી છે. તેનો મતલબ કે તમારે ત્રણ મહિના સુધી તમારી ઈએમઆઈ ચુકવવાની જરૂર નથી.

ત્રણ મહિનાની રાહત આપવામાં આવી

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બધી જ કોમર્શિયલ બેન્ક (ક્ષેત્રિય ગ્રામીણ બેન્ક, નાના ફાઈનેંશિયલ બેન્ક, અને સ્થાનિય ક્ષેત્રના બેન્ક સહિત) સહકારી બેન્ક, નાણાકીય સંસ્થાન અને એનબીએએફસી (હાઉસિંહ ફાઈનેંસ કંપની અને માઈક્રો- ફાઈનેંસ સંસ્થા સહિત) ને 1 માર્ચ 2020 સુધી બધી બાકી લોન સંદર્ભે હપ્તાના ભુગતાન ઉપર ત્રણ મહિનાની રાહત આપવામાં આવી રહી છે.

આર્થિક સ્થિતિમાં રાહત આપવામાં આવી રહી છે

RBI એ કહ્યું છે કે, ગ્રાહકોને કોરોનાના કારણે બગડેલી આર્થિક સ્થિતિમાં રાહત આપવામાં આવી રહી છે. એટલા માટે લોન એગ્રીમેન્ટના નિયમોમા બદલાવ નહી થાય. તેનાથી ઉધાર દેવાવાળાની એસેટમાં કમી નહી આવે. લોન દેવાવાળા સંસ્થાન તે સંબંધમાં બોર્ડની નક્કી કરેલી નીતિ અનુંસાર કામ કરી શકે છે.

મોરાટોરિયમનો મતલબ શું થાય છે

મોરોટોરિયમ તે સમયગાળાને કહે છે જે દરમિયાન તમે લીધેલી લોન પર ઈએમઆઈની ચૂકવણી નથી કરવા પડતી. આ સમયગાળાને ઈએમઆઈ હોલી ડેના રૂપમાં ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આવા બ્રેકનું પ્રાવધાન એવા સમયે કરવામાં આવે છે કારણે કે, અસ્થાઈ નાણાકીય મુશ્કેલોઓનો સામનો કરવાની લોકોને મદદ મળે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!