GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ભારતની આ જાંબાજ મહિલા જેણે ડિલવરીના એક દિવસ પહેલા બનાવી કોરોના સામે લડવા કિટ

કોરોના

દુનિયાભરના વૈજ્ઞાનિકો એવી કીટ બનાવવામાં લાગ્યા છે જે કોરોના વાયરસના સંક્રમિત દર્દીની ઓળખ કરી શકે. ભારતે હવે કોરોના વાયરસની ઓળખ કરવાની કીટ તૈયાર કરી લીધી છે અને ગુરુવારે આ કિટ બજારમાં મુકી દેવામાં આવશે. આ કીટ બજારમાં આવ્યા બાદ પ્રયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોરોનાને કાબુ કરવામાં મદદ મળશે.

ટેસ્ટિંગ કિટ બનાવવામાં સફળતા મેળવી

જણાવી દઈએ કે પુનાની માઈલેબ ડિસ્કવરી સૈલ્યુએશને COVID19ની ટેસ્ટિંગ કિટ બનાવવામાં સફળતા મેળવી લીધી છે અને તેને ભારતીય અનુંસંધાન એટલે કે (ICMR) તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કંપનીએ કીટની પહેલી બેંચ જે 150 જેટલી છે તે પુના, મુંબઈ, દિલ્હી, ગોવા અને બેંગ્લોરના ડાયગ્નોસ્ટિક લેબમાં મોકલી દીધી છે.

અમારી આગલી બેંચ સોમવારે બહાર આવી જશે

માઈલેબ ડિસ્કવરીના નિર્દેશક ડોક્ટર ગૌતમ વાનખેડેએ જણાવ્યું કે, સરકાર તરફથી કિટની મંજૂરી મળ્યા બાદ કંપનીએ કિટ બનાવવાનું કામ વધારી દીધુ છે. અમારી આગલી બેંચ સોમવારે બહાર આવી જશે.

કોણ છે તે મહિલા જેણે કોરોનાને હરાવવા બનાવી કીટ

કોરોના વાયરસ સામે લડવા ભારતમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું હતું. આ બધાની વચ્ચે ભારતની એક વાયરલોજિસ્ટને એક વાત કણાની જેમ ખુચતી હતી કે આખરે સમગ્ર વિશ્વ કોરોનાને કાબુ કરવામાં લાચાર કેમ છે. જણાવી દઈએ કે, માઈલેબની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મીનલ દકવે ભોસલે પોતાની ડિલવરીના એક દિવસ પહેલા સુધી આ કિટના પરિક્ષણ પર કામ કર્યું અને આજે તે કિટ બજારમાં કોરોના સામે લડવા તૈયાર છે.

અઢી કલાકમાં સાચુ પરિક્ષણ

મીનલે જણાવ્યું કે અમારી કિટ અઢી કલાકમાં સાચુ પરિક્ષણ કરી દે છે જ્યારે વિદેશથી આવતી કિટ છ થી સાત કલાક લે છે. તેમણે જણાવ્યું કે, તેમની ટીમે આ કિટને સૌથી ઓછા સમયમાં તૈયાર કરી છે. આ કિટ તૈયાર કરતા અમારે ત્રણ ચાર મહિના નહી પરંતુ કેવળ છ થી સાત હપ્તા લાગ્યા છે.

એક સપ્તાહમાં એકથી બે લાખ કિટ તૈયાર કરશે કંપની

મોલિક્યૂલર કંપની કોરોના વાયરસની શોધ કરવાવાળી કિટ બનાવતા પહેલા એચઆઈવી અને હેપેટાઈટસ બી અને સી અને અન્યા બીમારીઓના માટે પરિક્ષણ કિટ બનાવી ચુકી છે. કંપનીનું કહેવુ છે કે, અમે સપ્તાહમાં એક લાખ કિટ બનાવી શકીયે છીએ. કંપનીએ જણાવ્યું કે જરૂરત પડવા પર તે સપ્તાહમાં COVID19ની ટેસ્ટિંગ બે લાખ પણ બનાવી શકે છે.

READ ALSO

Related posts

દેશમાં અનલોક -1ના અમલ વચ્ચે કોરોના મહામારી રોકવા આ રાજ્યે પોતાની તમામ સરહદો કરી સીલ

Harshad Patel

વડાપ્રધાન લુડોવિચ માસ્ક ન પહેરવાનો દંડ ભરશે પણ અમદાવાદના મેયરે ન ભર્યો , આ તફાવત છે

Dilip Patel

મેન ઓફ ધ મેચ બનવા છતાં મને તક મળી ન હતી, આ ક્રિકેટરે ધોનીનું નામ લીધા વગર જ કર્યો પ્રહાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!