GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોના સંક્રમણ સામે લડાઈમાં સરકાર સાથે હાથ લંબાવ્યો છે આવા વોરિયર્સોએ

કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં ધીમે પગેલ આગળ વધી રહ્યું છે. 21 દિવસના લોકડાઉન છતાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા સતત વધારાને પગલે સરકાર ચિંતામાં છે. સરકાર સતત પગલાં ભરી રહીછે. લોકો ભાગીદારી વધે તે માટે વડાપ્રધાને આહ્વાહન કરતાં દેશના ધનકુબેરોએ તેમની તિજોરી દેશ માટે ખુલ્લી મુકી દીધી છે.

ધનકુબેરોએ તેમની તિજોરી ખુલ્લી મુકી

કોરોના વાયરસ રોગચાળાની દુર્ઘટનાના પગલે પીએમ-કેર ફંડમાં ફાળો આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશના ધનકુબેરોએ તેમની તિજોરી ખુલ્લી મુકી દીધી છે. આ ભંડોળમાં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા 500-500 કરોડ રૂપિયા સુધીનું યોગદાન આપવામાં આવ્યું છે. બોલિવૂડ કલાકારોથી માંડીને કદાવર ઉદ્યમીઓ સુધી, તેમણે દિલથી પોતાનું યોગદાન આપ્યું છે. આ જે આપણે એવા 10 લોકોની વાત કરીએ જેઓએ કોરોના સામેની લડતમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.

અક્ષય કુમાર

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પીએમ-કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું, જીવ છે તો જીવન છે. અને હું જીવન બચાવવા કટિબદ્ધ છું. તેમણે ટ્વીટ કર્યું, ‘આ એવો સમય છે જ્યારે ફક્ત લોકોના જીવનનું ખાસ મહત્વ છે. અને તેના માટે આપણે શક્ય તેટલું બધું કરવાની જરૂર છે.

ઉદય કોટક

કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટકે રવિવારે પીએમ-કેર ફંડમાં 25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બેંક અલગથી આ ભંડોળ માટે 25 કરોડ રૂપિયા ફાળો આપશે. તેમણે કહ્યું, “જીવન અને જીવનનિર્વાહ બચાવવાનો સમય છે.”

બીસીસીઆઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પીએમ-કેર ફંડમાં રૃપિયા ૧ કરોડનું યોગદાન આપ્યું છે. જેનો મુખ્ય હેતુ કટોકટી અને કટોકટીના સમયનો સામનો કરવાનો છે. બોર્ડે કહ્યું કે, અમે સંકટ સમયે સરકારને તમામ પ્રકારે મદદ કરવા પ્રતિબદ્ધ છીએ.

સજ્જન જિંદાલ

જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલે પીએમ-કેર ફંડમાં 100 કરોડ રુપિયાનું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તે સતત હાલની પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે. જિંદાલે જણાવ્યું હતું કે તેઓ કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા દરેક શક્ય રીતે સરકારને મદદ કરવા પ્રતિબદ્ધ છે.

ગૌતમ અદાણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા પીએમ-કેર ફંડમાં 100 કરોડના ફાળાની જાહેરાત કરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના સીએમ-રિલીફ ફંડમાં 5 કરોડ અને મહારાષ્ટ્રના સીએમ-રિલીફ ફંડમાં 1 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે.

રાધાકૃષ્ણ દમાણી

એવન્યુ સુપરમાર્ટના પ્રમોટર રાધાકૃષ્ણ દામાનીએ પીએમ-કેર ફંડમાં 100 કરોડનું યોગદાન આપ્યું છે. દામાણીએ વિવિધ રાજ્યોમાં રાહત ભંડોળમાં 55 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. દામાનીએ ગ્રુપ કંપની બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા આ યોગદાન આપ્યું છે.

આદિત્ય બિરલા ગૃપ


આદિત્ય બિરલા ગ્રૂપે પીએમ-કેર ફંડને કુલ રૂ. 500 કરોડ ફાળો આપવાની પ્રતિબદ્ધતા હેઠળ 400 કરોડ રૃપિયા આપ્યા છે. ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેની ભાગીદારીમાં બિરલાએ મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલોમાં 100 પથારી પણ આપી છે. કંપનીએ ઉજ્જૈન, પુણે, હજારીબાગ અને રાયગઢ જેવા શહેરોમાં 100 પથારી પણ આપી છે.

ટાટા જૂથ

પીએમ-કેરેસ ફંડમાં ટાટા જૂથે 500 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. કંપનીએ કહ્યું કે, હંમેશની જેમ, અમે દેશને સમર્થન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. ટાટા ગ્રૂપે આ દુર્ઘટના માટે 1,500 કરોડ રૃપિયા આપવાનો સંકલ્પ કર્યો છે.

મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના અધ્યક્ષ મુકેશ અંબાણી પીએમ-કેર ફંડમાં ફાળો આપનારા પ્રથમ લોકોમાંના છે. તેમણે આ ભંડોળમાં 500 કરોડના ફાળાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેઓએ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ અને ગુજરાતના સીએમ રિલીફ ફંડમાં 5-5 કરોડ રૂપિયા ફાળો આપવાની જાહેરાત કરી છે. કંપનીએ કોરોના વાયરસના દર્દીઓ માટે 100 બેડની હોસ્પિટલ ઉભી કરી છે અને દરરોજ પાંચ લાખ માસ્ક તૈયાર કરી રહી છે. આ સિવાય કંપની પીપીઈ પ્રોટેક્ટીવ ગીઅર્સ અને જરૂરીયાતમંદોને પણ ભોજન પ્રદાન કરી રહી છે.

READ ALSO

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!