GSTV

ગુજરાતમાં ગણતરીના કલાકોમાં જ કોરોનાના 7 પોઝિટીવ કેસ, કચ્છની મહિલા સાથે કુલ કેસ થયા 14

કોરોના

Last Updated on March 21, 2020 by

વિશ્વભરમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાતમાં કુલ 14 પોઝિટીવ કેસ નોંધાયા. જેમાં અમદાવાદમાં પાંચ, વડોદરા-સુરતમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા. આ ઉપરાંત કચ્છ, રાજકોટ-ગાંધીનગરમાં એક-એક કેસ નોંધાતા કુલ 14 પોઝિટીવ કેસ નોંધાયો. ગુજરાતમાં જે કુલ 14 પોઝિટીવ કેસ નોંધાયા છે તેમાંથી 13 કેસ વિદેશથી આવેલા ભારતીયો છે. ત્યારે ગુજરાત કોરોનામાં બેઝ ટુ અને ત્રણની વચ્ચે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ કે કોરોનાને કારણે મૃત્યુનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. કોરોનાથી તંત્ર એલર્ટ થયું છે અને રાજ્યના મહાનગર સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. કચ્છમાં મહિલાનો કેસ પોઝિટીવ નોંધાયો છે.

કોરોના સામે જંગ

  • રાજ્યમાં કોરોનાના કુલ ૧4 પોઝિટીવ કેસ
  • અમદાવાદ સહિતના મહાનગરોમાં નાંધાયા છે કેસ
  • કુલ પોઝિટીવ કેસમાંથી ૧૨ કેસ વિદેશથી પરત ફરેલા વ્યક્તિઓ
  • ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ
  • બે દિવસમાં કોરોનાના પોઝિટીવ આઠ કેસ
  • રાજ્યના ૧૪ જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ
  • એરપોર્ટ પર ૩૬,૬૧૭ લોકોનું સ્ક્રિનિંગ
  • ત્રણ દિવસમાં ૧,૫૦૬ લોકો હોમ કોરેન્ટાઈન કરાયા
  • રાજ્યના મહાનગરોમાં અલગથી હોસ્પિટલ ઉભી કરાશે
  • સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં હોસ્પિટલ ઉભી કરાશે
  • અમદાવાદમાં ૧૨૦૦ બેડની નવી સિવિલ હોસ્પિટલ આઈસોલેશન માટે ઉભા કરાશે
  • ચાર શહેરોમાં પૂર્વ કલેકટને જવાબદારી સાંપાઈ
  • અમદાવાદમાં પંકજ કુમારને જવાબદારી સાંપાઈ
  • રાજકોટ માટે રાહુલ ગાપ્તા અને વડોદરામાં વિનોદ રાવને જવાબદારી સાંપાઈ
  • સુરતમાં એમ.એસ. પટેલને જવાબદારી સાંપાઈ

કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં વધારો

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કચ્છમાં રાજયમંત્રી વાસણ આહિરે તાકીદે બેઠક બોલાવી હતી અને કચ્છમાં લેવાયેલા પગલાઓની સમીક્ષા કરી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર, ડીડીઓ, આરડીસી, આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લામાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ, ક્વોરેન્ટાઇલ કરાયેલા લોકોની વિગતો, સ્થળો, આઇસોલેટેડ વોર્ડ તેમજ તાકીદના લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરી પરિસ્થિતિનો તાગ રાજ્યમંત્રી વાસણ આહીરે મેળવ્યો હતો અને જનતાને પીએમની અપીલમાં જોડાવા અપીલ કરી હતી.

જનતા કરફ્યુંમાં જોડાવા માટે અપીલ

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકોને જનતા કરફ્યુંમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં જીવલેણ કોરોના વાયરસની મહામારી વધું ન ફેલાય તેવી તકેદારી સાથે આવતીકાલે જનતા કરફ્યુંમાં જોડાવાની લોકોને અપીલ કરવામાં આવી અને મોબાઈલ વાહનમાં સ્પીકર પ્રચાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ભુજ, માંડવી, મુન્દ્રા, દયાપર, નલિયા અને નખત્રાણા સહિતના જિલ્લામાં લોકોને અપીલ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari

સર્વેક્ષણ બાદ સી-વોટરની ભવિષ્યવાણી: ઉત્તર પ્રદેશમાં ભાજપ-યોગી સરકારનો રહેશે દબદબો

Pritesh Mehta

મોદી કેબિનેટનો નિર્ણય: સમગ્ર શિક્ષણ સ્કીમ 2.0ને મળી મંજૂરી, સરકારી શાળાઓમાં પણ હશે પ્લે સ્કૂલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!