GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ

કોરોના

Last Updated on March 4, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧નું મૃત્યુ થયું છે. હાલમાં ૨,૬૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૯ દર્દી વેન્ટિલેટર પર છે. ડાંગ-છોટા ઉદેપુર-સુરેન્દ્રનગર-તાપી એમ ચાર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

કોરોના

ચાર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૧૫-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૧૭, સુરત શહેરમાંથી ૮૭-ગ્રામ્યમાંથી ૯ સાથે ૯૬, વડોદરા શહેરમાંથી ૮૨-ગ્રામ્યમાંથી ૧૨ સાથે ૯૪ જ્યારે રાજકોટ શહેરમાંથી ૫૭-ગ્રામ્યમાંથી ૮ સાથે ૬૫ નવા કેસ સામે આવ્યા હતા.અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૧૪ સાથે ભાવનગર, ૧૧ સાથે જામનગર, ૧૦ સાથે ગાંધીનગર, ૯ સાથે જુનાગઢ, ૭ સાથે કચ્છ-મહેસાણા, ૬ સાથે ખેડા-પંચમહાલનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક ગુજરાતમાં ૪,૪૧૨ જ્યારે અમદાવાદમાં ૨,૩૧૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૯૮, સુરતમાંથી ૭૨, વડોદરામાંથી ૭૪, રાજકોટમાંથી૩૮ દર્દીઓ સાજા એમ રાજ્યભરમાંથી કુલ ૩૫૮ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૪,૧૯૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૪૦% છે. મંગળવારે કુલ ૩૯૧૭૮ ટેસ્ટ કરવામાં આવતા કુલ ટેસ્ટનો આંક ૧.૧૮ કરોડ છે. હાલમાં ૨૦,૮૫૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.  હાલમાં અમદાવાદમાં સૌથી વધુ ૬૮૪ એક્ટિવ કેસ છે. એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૧૯૯૧ એક્ટિવ કેસ હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Dhruv Brahmbhatt

કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ

Dhruv Brahmbhatt

28 જૂનથી અમરનાથ યાત્રાનો શુભારંભ, જાણો કેવી રીતે કરાવી શકશો ઓનલાઇન રજિસ્ટ્રેશન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!