GSTV
Coronavirus Gujarat Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યમાં Corona વાયરસનાં 1343 પોઝિટિવ દર્દીઓ સાથે 12નાં મોત, 1305 લોકો થયા સાજા

રાજ્યમાં corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં corona વાયરસના 1343 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1305 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3490 પર પહોંચી ગયો છે. તો હાલમાં 91 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.

ગુજરાતમાં આજ દિવસ કુલ 121119 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 57,065 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 45 લાખ 88 હજાર 563 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,68,988 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,95,221 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 466 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં coronaના નવા કેસની સંખ્યા- 1343
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 141398
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 12
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1305
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 121119
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16789

ડીસાનાં ધારાસભ્ય ભૂલ્યા કોરોના

દેશમાં કોરોનાથી મૃત્યુઆંક એક લાખને પાર થયો છે. અને રાજ્યમાં પણ ગામડે ગામડે કોરોનાના કેસ છે.પરંતુ વધુ એક ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોરોના ભુલાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યાએ રોડના ખાત મહૂર્તમાં ભીડ એકત્ર કરતા સવાલ ઉઠી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય શશીકાંત પડ્યાને જ્યારે જીએસટીવી દ્વારા સવાલ કરવામાં આવ્યા ત્યારે તેઓ પોતાનો ફોન પણ ઉપાડી રહ્યા નથી અને ફોન કાપી નાખ્યો હતો.

આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર કિંજલ દવે પણ હાજર રહી હતી.  ડેડોલમાં આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્યોએ કોવિડ-19ની ગાઈડલાઈનને નેવે મુકી ઘોડે ચડ઼્યા હતા.  ત્યારે આ પ્રકારની ભીડ એકત્ર કરનાર વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. 

READ ALSO

Related posts

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari
GSTV