ચીનના વુહાન પ્રાંતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. અને અત્યાર સુધી ચીનમાં 500 કેસ નોંધાયા છે. અને 17 લોકોના મોત થઈ શક્યા છે. ગુરુવારે વુહાન થી બહાર જાનારી તમામ ફ્લાઈટ અને ટ્રેનોને બંધ કરી દેવાઈ છે. લોકોને વગર કારણે ઘરમાંથી બહાર ન નીકળવા પણ કહેવાયુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોરોના વાયરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી શકે છે.
વુહાનની બહાર છેલ્લી ફ્લાઈટ ઓસ્ટ્રેલિયાની હતી. જેમાં તમામ મુસાફરોએ માસ્ક પહેર્યા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા મુસાફરોની પૂછપરછ થઈ હતી. તેઓને કોરોના વાયરસના લક્ષણોથી માહિતગાર કરાયા હતા. કોરોના વાયરસ સિવિયર એક્યૂટ રેસિપિરેટરી સિન્ડ્રોમ એટલે કે સાર્સ વાયરસ જેવો જ છે. વર્ષ 2002-2003માં ચીન અને હોંગકોંગમાં સાર્સ વારરસથી લગભગ 650 લોકોના મોત થયા હતા. અને કોરોના વાયરસને પણ સાર્સ વાયરસની કેટેગરીમાં રખાયો છે.

READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો