GSTV

કોરોના વાયરસને હરાવી નથી શકતા તો, લોકડાઉન બાદના પ્લાનિંગ પર કામ કરે સરકાર: રઘુરામ રાજન

કોરોના વાયરસની મહામારીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત પર દેશના પૂર્વ RBI ગર્વનર રઘુનામ રાજને એક બ્લોગ લખ્યો છે. રઘુરામ રાજને આ બ્લોગનું ટાઈટલ ‘હાલના દિવસોમાં ભારત માટે સૌથી મોટી ચૂનોતી’ રાખ્યુ છે. જેમાં તેમણે કેટલાકક સંભવિત પગલાઓ વિશે જાણકારી આપી છે. જેથી આર્થિક સંકટથી બચી શકાય. તેમણે કહ્યુ કે, લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થા માટે આ સંકટની સ્થિતિ છે.

નોકરીઓ પર ખતરો

રઘુરામ રાજને લખ્યુ છે કે, અર્થવ્યવસ્થાના નજરથી વાત કરૂ તો, ભારતની સામે વસ્તી બાદ સૌથી મોટો પડકાર છે. છેલ્લા અઠવાડીયામાં સામે આવેલ રિપોર્ટ પ્રમાણે Covid-19 ના કારણે ભારતમાં 13.6 કરોડ નોકરીઓ પર જોખમ છે.

2008 ના નાણાકિય સંકટથી અલગ જ છે આ સમય

રાજને કહ્યુ કે, વર્ષ 2008-09 નાણાકિય સંકટના સમયમાં માગને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ ત્યારે કર્મચારી કામ પર જતા હતા. ત્યારબાદ આગામી સમયમાં કંપનીઓએ જબરદસ્ત ગ્રોથ દેખાડી હતી. અમારી નાણાકિય સિસ્ટમ મજબૂત હતી અને સરકારની નાણાકિય સ્થિતિ પર સારી હતી.

અર્થવ્યવસ્થાને રિસ્ટાર્ટ કરવા માટે કરો પ્લાનિંગ

તેમણે સરકારને આ મહામારી ખતમ થયા બાદની પ્લાનિંગ માટે આગ્રહ કરતા કહ્યુ છે કે, જો વાયરસને હરાવી નથી શકતા તો, લોકડાઉન બાદના પ્લાનિંગ પર કામ કરવું પડશે. દેશવ્યાપી કક્ષાએ વધુ દિવસો સુધી લોકડાઉન કરવુ ખૂબ મુશ્કેલ છે. આ સ્થિતિમાં આપણે આગામી દિવસોમાં કેટલીક પ્રવૃત્તિઓ કેવી રીતે શરૂ કરી શકીએ તેના પર ધ્યાન આપવું જોઈએ. અર્થવ્યવસ્થાને પુન: શરૂ કરવા માટે, રાજને સૂચન આપ્યું કે, તંદુરસ્ત યુવાનોને કાર્યસ્થળ નજીક હોસ્ટેલમાં રાખી શકાય.

સપ્લાઈ ચેન માટે લઈ શકાય પ્રભાવી પગલા

રાજને લખ્યુ છે કે, કારણ કે ઉત્પાદનની સપ્લાઈ ચેન સુનિશ્વિત કરવા માટે મેન્યુફેક્ચરિંગને સૌથી પહેલા એક્ટિવ કરવુ પડશે. એવામાં આ વાતની પ્લાનીંગ કરવી જોઈએ કે, કેવી રીતે આ પૂરી સપ્લાઈ ચેનન ફરીથી કામ કરશે. તે માટે પ્રશાસનિક ઢાંચાને ખૂબ જ જલ્દી અને પ્રભાવી રીતથી પ્લાનિંગ કરવુ જોઈએ. આ વિશે અત્યારથી જ વિચાર કરવામાં આવી રહ્યો છે.

નાણાકીય ખાધ પર દર્શાવી ચિંતા

તેમણે ભારત માટે રાજકોષીય ખાધની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, અમારા માટે સીમિત નાણાકીય ખાધ ખરેખર ચિંતાનો વિષય છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં સૌથી વધારે જરૂરી વસ્તુઓ પર વપરાશ તેના ઉપયોગને મહત્વ આપવુ જોઈએ. ભારત જેવા મર્જ રાષ્ટ્ર તરીકે તે વધુ સારું રહેશે. તદઉપરાંત, Covid-19 સામે લડવું તે યોગ્ય પગલું હશે. ‘

MSME પર શું કહ્યુ ?

સ્મોલ, નાના અને મધ્ય ઉદ્યોગોને લઈને તેમણે કહ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન MSME નબળા બની ચૂક્યા છે. તેમની પાસે હવે ટકી રહેવાના સંસાધનોનો અભાવ હશે. અમારા મર્યાદિત સંસાધનોમાં આ બધાને ટેકો આપવાનું મુશ્કેલ બનશે. આમાંના કેટલાક ઘરેલુ ઉદ્યોગો છે જે સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા સમર્થન મેળવી શકે છે. આપણે આ સમસ્યા પર નવીન રીતે વિચારવું પડશે.

RBI હવે લિક્વિડિટી આગળ વિચારવું પડશે

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) હવે બેન્કિંગ સિસ્ટમમાં પર્યાપ્ત લિક્વિડિટીની વ્યવસ્થા કરી દીધી છે, પરંતુ હવે તેનાથી પણ આગળ પગલા ભરવા પડશે. જેવી રીતે મજબૂત અને ગેર બેન્કિંગ નાણાકિય સંસ્થાઓ (NBFC) ને ઉચ્ચ ક્વાલિટીના કોલલેટર પર કરજ આપવું જોઈએ. જોકે, વધારે લિક્વિડિટી કરજથી થનાર નુકસાનની ચૂકવણી નહી કરે. બેરોજગારી વધવાની સાથે NPA માં વધારો થશે. જેમાં રિટેલ લોન થકી વધારો થશે. RBI ના ડિવિડેન્ટ પેમેન્ટ પર નાણાકિય સંસાધોનો પર મોરેટોરિયમ લાવવુ જોઈએ. જેથી પૂંજીગત રિઝર્વ તૈયાર કરી શકાય. રાજને પોતાના બ્લોગના અંતમાં લખ્યુ છે કે, એવુ કહેવામાં આવે છે કે, કોઈ સંકટની સ્થિતિમાં જ ભારત રિફોર્મ લાવે છે.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!