GSTV

રૂપિયાની લેવડ-દેવડમાં ઘરે આવશે Corona virus, RBI એ નાગરિકોને આપી છે આ મહત્વની સલાહ

ચીનમાંથી શરુ થયેલા કોરોના વાયરસ (Corona virus) ની ઝપટમાં લગભગ વિશ્વભરના દેશો આવી ગયા છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશએ કોરોના વાયરસ (Corona virus) ને મહામારી જાહેર કરી દીધી છે. WHO એ પણ કોરોના વાયરસ (Corona virus) થી બચવા માટે એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જોકે, ઘણા દેશોએ પોતાના નાગરિકો માટે અલગથી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે, સામાન્ય લોકો પીડિતોથી દૂર રહે અને કોઈપણ વસ્તુના ટચ ન કરો જેનાથી કોરોના વાયરસ (Corona virus) અથવા અન્ય પ્રકારના વાયરસ ફેલાવવાની સંભાવના હોય છે. આ વચ્ચે ફાયનાન્શિયલ એક્સપર્ટે પણ કહ્યુ છે કે, કોરોના વાયરસથી બચવા માટે કેશમાં લેણ-દેણ કરવાની સંભવ હોય ત્યાં સુધી બચવુ જોઈએ.

WHO અને RBI એ આપી કોન્ટેક્ટલેસ લેણદેણની સલાહ

WHO એ પોતાની ગાઈડલાઈનમાં કોરોના વાયરસના ફેલાવના રિસ્કથી બચવા માટે કોન્ટેક્ટલેસ ચૂકવણીની સલાહ આપી છે. જોકે, WHO એ આ વાતની સ્પષ્ટ રીતે પુષ્ટી કરી નથી કે, કેશ લેણદેણથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. સોમવારે યોજવામાં આવેસી એક પ્રેસ કોન્ફરેન્સમાં RBI ના ગર્વનર શક્તિકાંત દાસે પણ લોકોને કોન્ટેક્ટલેસ રીતે ચૂકવણી કરવાની સલાહ આપી છે.

Corona virus

UPI, RTGC, મોબાઈલ વોલેટ અને નેટ બેન્કિંગથી કરો ચૂકવણી

સરવત્રા ટેકનોલોજીના એમડી અને સંસ્થાપક મંદાર અગાસનું કહેવુ છે કે, આ સત્ય છે કે, કોઈપણ વાયરસ કોઈપણ એક્ટિવ સરફેસ પર ઘણા દિવસ સુધી જીવતો રહી શકે છે. કેશ લેણ-દેણાં નોટ એક જ દિવસમાં ઘણા લોકોના હાથોમાંથી થઈને પસાર થાય છે. એવામાં નોટના વપરાશથી વાયરસના ફેલાવવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી રહે છે. અગાસેનુ કહેવુ છે કે, કોરોના અથવા કોઈપણ અન્ય પ્રકારના વાયરસના સંક્રમણથી બચવા માટે UPI, IMPS, RTCG, મોબાઈલ વોલેટ્સ અને નેટ બેન્કિંગ થકી કોન્ટેક્ટલેસ ચૂકવણી કરી શકો છો.

ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપો

મંદાર અગાસે કહ્યુ છે કે, કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલી આ પરિસ્થિતીમાં ડિજિટલ ચૂકવણી માટે વિકાસની અસીમ સંભાવનાઓ રહેલી છે. આ સમયે સરારે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવુ જોઈએ. ડિજિટલ ચૂકવણી પર ઈન્સેટિવ્સ આપવા જોઈએ. કોન્ટેક્ટલેસ ચૂકવણીને વધારવા માટે જાગરુકતા કાર્યક્રમ પણ ચલાવવા જોઈએ. જેથી લોકોમાં ચૂકવણીની એક નવી આદત ઊભી થઈ શકે અને વાયરસથી બચવામાં પણ મદદ મળી શકે.

ભારતમાં વધતા જતા કેસો, આંક 511એ પહોંચ્યો

ભારતમાં પણ કોરોના(Corona)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કુલ 127511 કેસ દાખલ થયા છે. લદ્દાખ, ઓડિશા, જમ્મુ કાશ્મીરમાં એક-એક કેસ દાખલ થયો. જ્યારે કર્ણાટકમાં બે અને કેરળમાં કોરોનાના ત્રણ નવા કેસ દાખલ થયા. આ સાથેજ દેશમાં કુલ સંક્રમિત વ્યક્તિની સંખ્યા 511 થઈ. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 100થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ વર્ષની બાળકોનો કોરોના (Corona) ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકીના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 13 લોકોને સારવાર બાદ તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી મૃત્યુઆંક બે છે. કોરોનાને વકરતો રોકવા માટે વધુ કેટલીક પાબંધીઓ લગાવી દેવામાં આવી છે.

corona

આજથી અમેરિકામાં શરૂ થશે Coronaની રસીનું પરીક્ષણ

વિશ્વભરમાં જીવલેણ coronavirusનો સામનો કરી રહ્યો છે. ત્યારે સમગ્ર દુનિયા coronavirus સામે લડવા ઝઝૂમી રહ્યું છે. ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં 3થી લઈને 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે. જોકે રસીકેટલી કારગત સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે 45 દરદીઓને રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે.

READ ALSO

Related posts

ગુજરાતના 4 શહેરના 10 વિસ્તારોને સરકારે કલસ્ટર કવોરંટિન જાહેર કર્યા, અમદાવાદમાં સૌથી વધારે ખતરો

Karan

રાજસ્થાનમાં કોરોનાને પગલે લોકડાઉન વચ્ચે જામ્યા રામનવમીના મેળા, લોકોને અટકાવવામાં ગહેલાત સરકાર નિષ્ફળ

Pravin Makwana

આ દેશમાં અચાનક વધ્યા કોરોનાના કેસ, 6 મહિના માટે લાગુ થઈ શકે છે ઈમરજન્સી !

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!