GSTV

કોરોના વાયરસે શેરબજારમાં બોલાવ્યો કડાકો, સેન્સેક્સના કારોબારની શરૂઆત 658 પોંઈન્ટના ઘટાડાથી શરૂ

કોરોના વાયરસનો કેર દુનિયાભરના શેરબજારો પર પણ ભારે પડી રહ્યો છે. અને સપ્તાહના અંતિમ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ એક હજાર પોઈન્ટ તૂટ્યો છે. સેન્સેક્સના કારોબારની શરૂઆત 658 પોઈન્ટનો ઘટાડાથી થઈ છે. નિફ્ટી પણ 251 પોઈન્ટ તૂટીને 11 હજાર 2382 પોઈન્ટ પર ખુલ્યો છે. દુનિયા ભરના બજારોમાં કોરોના વાયરસનો ડર યથાવત છે. શુક્રવારે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા સહિતના એશિયાઈ બજારોમાં પણ બારે નુકશાન જોવા મળી રહ્યુ છે.

વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થતાં વૈશ્વિક મંદીનો માહોલ પણ પ્રબળ બની રહ્યો

આ અહેવાલો પાછળ આજે પણ વૈશ્વિક બજારોમાં પીછેહઠ જારી રહેવા પામી હતી. એશિયાઈ બજારોમાં આજે જાપાન, સિંગાપોર, તાઇવાન, દ. કોરિયા તેમજ ઇન્ડોનેશિયાના માર્કેટમાં પીછેહઠ થવા પામી હતી. બીજી તરફ મોડી સાંજે યુરોપિયન માર્કેટમાં લંડન શેરબજારમાં 267 પોઇન્ટ, ફ્રાન્સના શેરબજારમાં 215 પોઇન્ટ અને જર્મનીના શેરબજારમાં 463 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો.

કોરોના ઈફ્કેટ સમગ્ર વૈશ્વિક બજારમાં કડાકો

અમેરિકાના શેરબજારની વાત કરીએ તો ગઈ કાલે (બુધવારે) પ્રારંભિક તબક્કામાં અમેરિકી શેરબજાર સુધારા તરફી રહ્યા બાદ કામકાજના અંતે ડાઉજોન્સ ઇન્ડેક્સ 123 પોઇન્ટ ઘટયો હતો. જ્યાર આજે (ગુરૂવારે) કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સ ઇન્ડેક્સ 670 પોઇન્ટના ગાબડા સાથે 26,281ની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 256 પોઇન્ટ તૂટીને 8,716ની સપાટીએ ઉતરી આવ્યો હતો.

READ ALSO

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, આકરા નિયંત્રણોની સંભાવના

Karan

દેશમાં કોરોના વોરિયર્સ પર ત્રીજો હુમલો, ડોક્ટરોએ અમિત શાહની માગી મદદ, પીએમ મોદીએ આપ્યા છે કડક આદેશો

Karan

મંદી અને કોરોનાના ફફડાટ વચ્ચે મોદી સરકારને 1.75 લાખ કરોડનો ફટકો, ઉધાર લેવા પડશે રૂપિયા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!