GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 371 પોઝીટીવ કેસ, 24 દર્દીઓનાં થયા મોત

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં વધુ 371 પોઝિટિવ કેસ નોંધાયો છે અને વધુ 24 લોકોના મોત થયા છે. તો સાથે જ આજે 269 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. તે સાથે જ રાજ્યમા કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 12910 પર પહોંચી ગઈ છે અને ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા 5488 છે.

  • છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત
  • છેલ્લા 24 કલાકમાં 269 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • સુરતમાં રિકવરી 67.07
  • વડોદરામાં 62.6 રિકવરી રેટ
  • 12910 કુલ કેસ
  • 5488 કુલ ડિસ્ચાર્જ
  • 166152 કુલ ટેસ્ટ
  • 5382 છેલ્લા 24 કલાકમાં ટેસ્ટ

રાજ્યમાં જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસની યાદી

નડિયાદમાં બે દર્દીઓનાં થયા મોત

નડિયાદમાં કોરોના પોઝિટીવ બે દર્દીઓના મોત નિપજ્યા છે. મહેમદાવાદની 70 વર્ષીય વૃદ્ધા અને 68 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. વૃદ્ધાને ગત 11 મે ના રોજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને વૃદ્ધને 19 મેના રોજ ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર દરમિયાન બન્ને વૃદ્ધના મોત થયા છે.

મહેસાણા જિલ્લામાં કોરોનાગ્રસ્ત 22 સ્થળોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

મહેસાણા જિલ્લામાં કોરોનાગ્રસ્ત 22 સ્થળોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયેલા છે. જેમાં 46078 વસ્તીનો સમાવેશ થાય છે. જ્યારે બનાસકાંઠામાં કોરોના પોઝિટીવ કેસના આધારે ૩૪ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ડીસા, વડગામ, દિયોદર, દાંતીવાડા, ધાનેરા, થરાદ તાલુકાઓનો સમાવેશ થાય છે. જ્યારે પાટણ જિલ્લામાં ૭ કન્ટેન્મેન્ટ જાહેર કરાયા છે. જેમા સિધ્ધપુરમાં ૪, સરસ્વતી૧, ચાણસ્મા૧નો સમાવેશ થાય છે. વળી મંગળવારે જિલ્લામાં સામે આવેલા ત્રણ પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા તેઓના રહેણાક વિસ્તારો પૈકી મહેસાણા શહેરના ઉચરપી રોડ ઉપર આવેલ સુર્યનગરી રોહાઉસ તેમજ ધારપુરા ખાંટ ગામને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.ત્યારે જિલ્લામાં ૭૦ થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા છે. જેના આધારે વહિવટીતંત્ર દ્વારા સતલાસણા, વડનગર, મહેસાણા, ઉંઝા, ખેરાલુ, કડી, બેચરાજી, વિસનગર, વિજાપુર, તાલુકાના ૨૨ સ્થળોને કોરોન્ટાઇન ઝોનજાહેર કર્યા હતા. આ વિસ્તારોમાં ૯૬૫૩ મકાનોમાં વસવાટ ૪૬૦૭૮ લોકો અત્યારે વસવાટ કરી રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણી છુટ છાટો આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

બરોડામાં 3 દર્દીઓનાં મોત, 20 પોઝીટીવ કેસ

વડોદરામાં આજે વધુ ૩ કોરોના (Corona) પોઝિટિવ દર્દીઓના મોત થયા હતા તો ૨૦ પોઝિટિવ કેસ પણ નોંધાયા હતાં. આ ૨૦માંથી ૧૧ કેસ ભાઇલાલ અમીન હોસ્પિટલના છે. ભાઇલાલ અમીન હોસ્પિટલ કોરોનાનું નવુ સ્પોટ બન્યુ છે હોસ્પિટલની બેદરકારીના કારણે છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ ડોક્ટરો અને સ્ટાફ મળીને ૩૦  લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે એટલે આજથી મેનેજમેન્ટે હોસ્પિટલને એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભાઇલાલ અમીન હોસ્પિટલમાં વધુ ૧૫ સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાં ૧૦ કર્મચારીઓ  અને એક કર્મચારીનો ૮ વર્ષનો બાળક મળીને ૧૧ લોકો પોઝિટિવ હોવાનું નિદાન થયુ છે.

હોસ્પિલને બંધ કરવાનો નિર્ણય લેવાયો

હોસ્પિટલમાં કામ કરતા ડોકટરો, કર્મચારીઓ ઉપરાંત અહી દાખલ દર્દીઓના પણ હજુ સેમ્પલ લેવામાં આવશે આ દરમિયાન પોઝિટિવ કેસની સંખ્યા વધતા મેનેજમેન્ટ દ્વારા હોસ્પિલને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને અહી દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરાશે અથવા તો ડિસ્ચાર્જ અપાશે. હોસ્પિટલ તા.૨૭ મી મે સુધી  બંધ રહેશે.

અમદાવાદમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી

અમદાવાદમાં કોરોના (Corona) ના રોગચાળાની સ્થિતિ યથાવત રહેવા પામી છે. આજે વધુ ૨૭૧ નવા દર્દીઓ સારવાર માટે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે ૨૬ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. જેમાં ૨૨ પુરૂષો અને ૪ મહિલા દર્દિઓનો સમાવેશ થવા જાય છે. આ સાથે ગ્રામ્ય વિસ્તાર સાથે કુલ દર્દીઓની સંખ્યા ૯૨૧૬ અને કુલ મૃત્યુ આંક ૬૦૨ થવા જાય છે. જ્યારે વધુ ૧૦૭ સાથે સાથે સાજા થઈ ગયેલાં કુલ ૩૧૩૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ૫૪૮૪ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં રેડઝોનના જમાલપુર, શાહપુર, દરિયાપુર, અસારવા, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણીનગર, સરસપુર, ગોમતીપુર સહીત લગભગ તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં દર્દીઓ નોંધાયા છે. હાલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક થોડો સ્થિર થયો છે, તે ઘટે તેવી સૌની ઈચ્છા છે.

READ ALSO

Related posts

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva

સૌની યોજનાનું કામ ઠપ્પ થતા બાબરા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!