GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કોરોના સામે આશાનું કિરણ, એક ડોજ અને કોરોના વાયરસ 48 કલાકમાં ખતમ !

corona

આજે લગભગ પુરી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. અત્યાર સુધીમાં 11 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. આનું સૌથી મોટુ કારણ આ વાયરસ નવો છે. એટલા માટે તેનો અત્યારે કોઈ ઈલાજ નથી. દુનિયાભરના વૈજ્ઞાનિકો અત્યારે તેની વેક્સીનના સંશોધનમાં લાગ્યા છે. હવે આશાનું એક કિરણ સામે આવ્યું છે. હકિકતમાં ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો તેના ઈલાજની લગભગ નજીક પહોંચી ગયા છે.

વાયરસને માત્ર 48 કલાકમાં ખતમ કર્યો

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ લેબમાં કોરોના વાયરસથી સંક્રમિત કોશિકાથી સંક્રમિત આ ઘાતક વાયરસને માત્ર 48 કલાકમાં ખતમ કર્યો છે અને તે પણ એવી દવાથી જે પહેલાથી હાજર છે. રિસર્ચરોએ જણાવ્યું કે, દુનિયામાં પહેલાથી ઉપલબ્ધ એક એન્ટી પેરાસાઈટ એટલે કે પરજીવિયોને મારવાની દવાએ કોરોના વાયરસને ખતમ કરી દીધો છે. આ કોરોના વાયરસના ઈલાજમાં એક મોટુ પગલુ છે અને આનાથી ક્લિનિકલી ટ્રાયલ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.

દવાના ફક્ત એક ડોજથી 48 કલાકમાં કોરોના ખતમ

એન્ટી વાયરલ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઈવરમેક્ટિન નામની દવાનો ફક્ત એક ડોજ કોરોના વાયરસ સહિત બધા વાયરલ આરએનએને 48 કલાકમાં ખતમ કરી શકે છે. જો સંક્રમણનો ઓછો પ્રભાવ હોય તો વાયરસ 24 કલાકમાં જ ખતમ થઈ શકે છે. હકિકતમાં આરએનએ વાયરસ એ વાયરસોને કહેવામાં આવે છે જે જેનેટિક મટીરિયલમાં આરએનએ એટલે કે રિબો ન્યૂક્લિક એસિડ હોય છે. આ સ્ટડીને એસ્ટ્રેલિયાના મોનાશ યૂનિવર્સિટિની કાઈલી વૈગસ્ટાફે અન્ય વૈજ્ઞાનિકો સાથે મળીને કર્યો છે.

સુરક્ષિત દવા માનવામાં આવે છે ઈવરમેક્ટિન

વૈગસ્ટાફએ કહ્યું, ઈવરમેક્ટિનનો મોટી માત્રામાં ઉપયોગ થાય છે અને સુરક્ષિત દવા માનવામાં આવે છે. હવે આપણે એ જોવાનું છે કે તેનો ડોજ માણસો ઉપર (કોરોના વાયરસ સામે) કારગર સાબિત થાય છે કે નહી. હવે તે બીજુ પગથીયું છે. તેમણે આગળ કહ્યું, એવા સમયમાં જ્યારે આપણે વૈશ્વિક મહામારીથી પરેશાન છીએ અને તેનો કોઈ ચોક્કસ ઈલાજ નથી જો આપણી પાસે પહેલાથી હાજર કોઈ દવાનું મિશ્રણ હોય તો લોકોને જલદી મદદ મળશે.

ક્લિનિકલ ટ્રાયલનો રસ્તો થઈ શકે છે મોકળો

જો કે, ઈવરમેક્ટિન કોરોના વાયરસ સામે કેવી રીતે કામ કરે છે, તેની સાચી માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જે રીતે આ દવા અન્ય વાયરસ સામે કામ કરેશે તેવી જ રીતે તે કોરોના સામે પણ કામ કરશે.

પરુતુ હજુ થોડો સમય જોવી પડશે રાહ

સ્ટડીની એક અન્ય કો ઓથર રોયલ મેલબર્ન હોસ્પિટલની લિયોન કૈલીએ જણાવ્યું કે, તે કોરોના વાયરસની આ સંભવિત દવાને લઈને રોમાંચિત છે. જો કે, તેમણે ચેતવણી આપી કે પ્રી- ક્લિનિકલ ટેસ્ટિંગ અને તેના બાદ ક્લિનિકલ ટ્રાયલના પગલા હજુ બાકી છે. આ પગલાના પરિણામ બાદ જ કોરોના વાયરસના ઈલાજમાં ઈવરમેક્ટિનનો ઉપયોગ કરવો જોઈએ.

READ ALSO

Related posts

સરકારની ગેરંટી : આ 13 ગાઈડલાઈનનું કરશો પાલન તો ક્યારેય ઘરમાં નહીં ઘૂસે Corona

Arohi

બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવવાની માગ ફગાવાઇ, સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

ગુડ ન્યૂઝ : કોરોના પર ભારતીયો પડ્યા ભારે, 2 લાખ કેસમાંથી તો એક લાખ સાજા થઈ ગયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!