GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

બે વાયરસને ભેગા કરીને બને છે કાયમેરા વાયરસ, કોરોના છે પણ આવા લક્ષણો

corona

કોરોના વાયરસથી કેવી રીતે બચવું એ અંગે દુનિયાના દેશોની સરકારો પ્રયાસ કરી રહી છે પરંતુ વૈજ્ઞાનિકો આ કોરોના કયાંથી આવ્યો તેનું મૂળ શોધવા મથી રહયા છે. એ વાત તો સાબીત થઇ ચુકી છે સાર્સ કોરોના વાયરસ-2 જાનવરોમાંથી જ માણસોમાં આવ્યો છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને આઉટ બ્રેક થયેલા વાયરસના જીનોમ ચામાચીડિયામાં જોવા મળતા કોરોના વાયરસને ખૂબ જ મળતા આવે છે જો કે આમાં 100 ટકા જેવું ન હોવાથી જ કોરોનાના કેરિયર (વાહક)ની શોધ શરું થઇ છે. આજકાલ કાયમેરા વાયરસ શબ્દ જાણીતો બન્યો છે.

ત્રીજો વાયરસ વિકસિત થાય તેને કાયમેરા કહેવામાં આવે

બે વાયરસને ભેગા થઇને જે ત્રીજો વાયરસ વિકસિત થાય તેને કાયમેરા કહેવામાં આવે છે. કાયમેરા બંને પ્રકારના પ્રકારના વાયરસના પ્રાથમિક લક્ષણો હોય છે પરંતુ તે કોઇની સાથે સંપૂર્ણ સરખો મળતો આવતો નથી. આથી નોવેલ કોરોના વાયરસ પણ કાયમેરા વાયરસ જણાય છે. એવું બની શકે છે કે બંને અલગ અલગ વાયરસ મળીને કોરોના ડેવલપ થયો છે. આથી જ તો કાયમેરામાં નવા પ્રજાતિના જીવોને પ્રભાવિત કરવાની ક્ષમતા વિકસિત થઇ છે જેમાં માણસનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બેટ્સ અને પેન્ગોલિનમાં આ વાયરસ લાંબા સમય સુધી રહેલો હોય તેવું બની શકે છે. પેન્ગોલિનમાં મળતા વાયરસના 99 ટકા લક્ષણો નોવેલ કોરોનાને મળતા આવે છે આથી નોવેલ વાયરસ બેટસ અને પેન્ગોલિનમાં મળતા વાયરસમાંથી મળીને બન્યો હોય તે શકય છે.

કોરોનાની માણસોમાં સંક્રમણ કરવાની ક્ષમતા ખૂબજ ઘાતક

કોઇ પણ વાયરસ ફેલાય ત્યારે તેના વાહક કોણ છે એ જાણ્યા વિના રોગને કાબુમાં લઇ શકાતો નથી. બેટ્સ અને ચામાચીડિયા ઉપરાંત બીજા જંતુઓની પણ તપાસ માટે એક્ષપર્ટ પ્રયાસો કરી રહયા છે. આ વાયરસ બેટસ કે ચામાચીડિયા ઉપરાંત બીજા કોઇ પ્રાણીઓમાંથી આવ્યો છે કે કેમ તે જાણવું જરુરી બને છે કારણ કે નોવેલ કોરોનાની માણસોમાં સંક્રમણ કરવાની ક્ષમતા ખૂબજ ઘાતક છે. જેમ કે કોરોના વાયરસની ઉપરની સપાટી પર સ્પાઇકી પ્રોટિન હોય છે જે શરીરની કોશિકાઓની અંદર પ્રવેશવામાં મદદ કરે છે.

સંક્રમિત વ્યકિતને શરુઆતના સમયમાં ઓળખવો મુશ્કેલ

આ સ્પાઇકી સેલ્સ દ્વારા શરીરમાં ઘુસ્યા પછી સરળતાથી પોતાની કોપીઓ બનાવવા લાગે છે. આ સ્પાઇકી પ્રોટીન્સની ક્ષમતા અન્ય કોરોના વાયરસ કરતા વધારે છે. સામાન્ય રીતે રેસ્પોરેટરી વાયરસ અપર અથવા તો લોઅર એયરવેઝને ઇફેકટ કરે છે પરંતુ નોવેલ કોરોના વાયરસ અપર અને લોઅર બંને એયરવેઝને અસર કરે છે. આ વાયરસની સૌથી ખતરનાક ખૂબી એ છે કે વાયરસવાળા લોકોમાં સંક્રમણના લક્ષણો દેખાડ્યા વિના ઝડપથી આગળ વધતો જાય છે આથી સંક્રમિત વ્યકિતને શરુઆતના સમયમાં ઓળખવો મુશ્કેલ બની જાય છે અને આગની જેમ ફેલાતો જાય છે.

READ ALSO

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!