GSTV

Corona virus: .યુવકે દારૂ પીને સોસાયટીમાં પહોંચી કહ્યું, હું કોરોના વાયરસ છું, મારી નાખીશ

Corona

દેશ અને દુનિયામાં જીવલેણ કોરોના વાયરસના કારણે લોકોમાં ડરનો માહોલ છે અને આ ખતરનાક વાયરસ સામે લડવા બન્ને તેટલા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ દેહરાદુનમાં એક વ્યક્તિ નશો કરીને સોસાયટીમાં પહોંચી ગયો અને હંગામો કરવા લાગ્યો હતો. લોકોએ તેને સમજાવવાની કોશીશ કરી પરંતુ તેમણે પોતાને કોરોના ગણાવ્યો અને તે તેમને મારી નાખશે.
લાંબી સમજાવટ બાદ લોકોએ તેને સમજાવીને ઘરે મોકલ્યો હતો. રવિવારે મોડી રાત્રે શરાબ પીને તે રસ્તા ઉપર ઉતર્યો હતો.

દુકાનના શટર ઉપર પોતાનું માથું પટક્યું

અર્ધનગ્ન અવસ્થામાં સડક પર ઉતરેલા શરાબીએ પોતાની જાતને કોરોના વાયરસ ગણાવીને ભારે ઉત્પાત મચાવ્યો હતો. આટલું જ નહિ આ શરાબીએ નશાની હાલતમાં ઘણીવાર એક દુકાનના શટરમાં પોતાનું માથું પટકાવ્યું હતું. કેટલાક લોકો તેને સમજાવીને ઘરે મોકલવાની કોશીશ કરી તો તેમણે પોતાને કોરોના વાયરસ ગણાવી બધાને મારી નાખવાની ધમકી પણ આપી.

સફાઈ કર્મચારીના પ્રવેશ પર પ્રતિબંધ થતા એફઆરઆઈ

દેહરાદૂન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમીના ત્રણ આઈએફએસ અધિકારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર એફઆરઆઈ કેમ્પસને તાળાબંધી જાહેર કરી દેવામા આવતા સમગ્ર પરિસરમાં ગંદકી થઈ ગઈ હતી.

સમગ્ર પરિસર કચરાથી ભરાઈ ગયું

સંસ્થાનના મોટાભાગે સફાઈ કર્મચારીએ બહાર રહી જવાના કારણે સફાઈનું કામ થઈ શકતું ન હતું. એવા સમગ્ર પરિસર કચરાથી ભરાઈ ગયું હતુ. ત્યાર બાદ સંસ્થાનના નિર્દેશકે જિલ્લા અધિકારી સાથે ફોન કરીને પરિસરની બહાર રહેલા સફાઈ કર્મચારીઓને અંદર લાવવા માટે પરવાનગી માંગી.

READ ALSO

Related posts

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો, દિલ્હીમાં 500થી વધુ લોકો ઝપેટમાં

pratik shah

Video: લૉકડાઉનના કારણે અહીં ફસાયો છે સલમાન ખાન, ત્રણ અઠવાડિયાથી દૂર છે પરિવારથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!