GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પટનામાં 200 કેસથી લાગ્યું સંપૂર્ણ લોકડાઉન: રુપાણી રાજમાં ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં રોજ 200 કેસ છતાં છે અનલોક

કોરોના મહામારીએ ગુજરાતમાં એક અમદાવાદ પૂરતી સીમિત ન રહેતાં સતત અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી ચૂકી છે. સુરતમાં કોરોનાનો હાહાકાર ફેલાઈ ગયો છે. રત્નકલાકારો અને કાપડ માર્કેટમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે છેલ્લા 10 દિવસથી મહામારીના 200થી વધુ કેસો આવી રહ્યા છે. અમદાવાદમાં સતત 2 મહિનાથી વધુ સમય સુધી મહામારીના 200થી વધારે કેસ આવ્યા છતાં સંપૂર્ણ લોકડાઉન નથી કરાયું. જ્યારે બિહારમાં ફક્ત પટનામાં 200 પ્લસ પોઝીટીવ કેસ આવતાંજ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ લોકડાઉન લગાવી સ્પ્રેડરો પકડવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

પટના જિલ્લાધિકારીએ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દીધું છે. પટનામાં એક જ દિવસમાં 200 કેસ આવતા તાત્કાલિક ધોરણે 16 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરાયું છે, પરંતુ ગુજરાતમાં સતત નવા કેસો વધી રહ્યા છે. છેલ્લા 9 દિવસથી ઉત્તરોત્તર રેકોર્ડબ્રેક આંક આવી રહ્યા છે. સુરતમાં આજે રેકોર્ડબ્રેક 273 નવા કેસ આવ્યા છે. રૂપાણી સરકારના રાજમાં સુરતમાં છેલ્લા 8 દિવસમાં 2000 જેટલા નવા કેસ આવ્યા છે છતાં તમામ પ્રકારની છુટછાટો અમલી છે. મુખ્યમંત્રી પોતે સુરતમાં વધતા કેસો મામલે મુલાકાત કરી પરંતુ લોકડાઉન લાગુ કરાયું નથી. સુરત કોર્પોરેશનમાં પણ આજે રેકોર્ડબ્રેક 215 નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં જ 5100થી વધુ નવા પોઝીટીવ

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયા 5100 નવા પોઝીટીવ આવ્યા છે. જેમાં અમદાવાદમાં ઘટ્યા પરંતુ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પ્રસર્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના આંક છેલ્લા 5 દિવસથી 700 પ્લસ આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીનો આંક 38 હજારને પાર થયો છે. આ જ ગતિ ચાલુ રહી તો જુલાઈ અંત પહેલા જ ગુજરાતમાં 51 હજારનો આંક વટી જશે. આજે રેકોર્ડબ્રેક 783 નવા પોઝીટીવ કેસ આવતા કુલ આંક 38419ને પાર થયો છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મોતની સંખ્યા ઘટી છતાં મોતનો આંક 2 હજાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના મહામારીથી અત્યાર સુધી 1995 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સતત 5 દિવસથી 200થી ઓછા કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના નવા 156 પોઝીટીવ કેસ આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી 22418 લોકો સંક્રમિત થયા છે. અમદાવદમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા સતત બીજા દિવસે 5 લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદમાં કોરોનાથી અત્યાર સુધી 1,505 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા ફાયર સેફટી, ફાયર એનઓસીને લઇને લઈ શકે છે મોટો નિર્ણય

Nilesh Jethva

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!