GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

રાજ્યમાં મહામારી યથાવત પણ કોરોનાએ બદલી લીધું હોટસ્પોટ, અમદાવાદને બદલે અહીં આવ્યા સૌથી વધુ કેસ

રાજ્યમાં કોરોના મહામારી યથાવત રહી છે. સતત નવા કેસો વધી રહ્યા છે પરંતુ કોરોના હોટસ્પોટ વિસ્તાર હવે બદલાઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં થતું હતું પરંતુ છેલ્લા 8 દિવસથી અમદાવાદમાં સતત કોરોના સંક્રમણના કેસો ઘટ્યા છે. જ્યારે સુરતમાં સતત નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ કરતાં પણ વધારે સુરતમાં નવા પોઝીટીવ કેસ આવ્યા છે. સુરતમાં આજે પણ 200 નવા પોઝીટીવ આવ્યા છે. તો અમદાવાદમાં 197 નવા પોઝીટીવ આવ્યા છે. અર્થાત અમદાવાદથી પણ વધારે નવા કેસો છેલ્લા 24 કલાકમાં સુરતમાં નોંધાયા છે. સુરતમાં છેલ્લા 12 દિવસથી સતત 100થી વધુ નવા પોઝીટીવ આવતા હતા. જ્યારે છેલ્લા બે દિવસથી 200 જેટલા નવા પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે. સુરતમાં અત્યાર સુધી કોરોના મહામારીનો આંક હવે 5 હજાર નજીક પહોંચી ગયો છે. સુરતમાં અત્યાર સુધી 4800 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સુરતમાં છેલ્લા 12 દિવસથી કોરોનાએ કરવટ બદલી છે. હિરા ઉદ્યોગ તેમજ કાપડ ઉદ્યોગમાં ફરીથી લોકડાઉન કરવું પડ્યું તેવી સ્થિતિ પેદા થઈ છે.

છેલ્લા 12 દિવસમાં સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંક

તારીખ અમદાવાદના નવા પોઝીટીવ કેસસુરતના પોઝીટીવ કેસ 
19 જૂન312116
20 જૂન306106
21 જૂન273172
22 જૂન314133
23 જૂન235175
24 જૂન215172
25 જૂન238164
26 જૂન219182
27 જૂન211184
28 જૂન211182
29 જૂન236206
30 જૂન197199

રાજ્યમાં સતત ચોથા દિવસે 600થી વધુ નવા પોઝીટીવ

રાજ્યમાં કોરોના સંક્રમણનો આંક સતત ચોથા દિવસે નવા પોઝીટીવ 600થી વધારે આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના છેલ્લા 24 કલાકમાં વધુ નવા 620 કેસ આવ્યા છે. જેમાં અમદાવાદમાં 197 નવા પોઝીટીવ છે તો સુરતમાં 199 નવા પોઝીટીવ આવ્યા છે. રાજ્યમાં હવે કોરોનાના નવા કેસમાં વધારો અમદાવાદમાં નહીં પરંતુ સુરતના લીધે રાજ્યમાં નવા કોરોના કેસનો આંક ઊંચો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત વિસ્તાર અમદાવાદના બદલે સુરતમાં સૌથી વધારે નવા પોઝીટીવ આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીનો આંક 32643 પર પહોંચ્યો છે. જ્યારે આજે રાજ્યમાં વધુ 20 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 1848 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અમદાવાદમાં કોરોનાથી 1446 લોકોના મોત નીપજ્યા છે.

READ ALSO

Related posts

સુરતથી અમદાવાદ આવી રહેલા લોકો બની શકે છે ‘સુપરસ્પ્રેડર’, 574માંથી આટલા લોકો નીકળ્યાં કોરોના પોઝિટિવ

Bansari

ગુજરાતમાં કોરોનાની સુપરસ્પીડ: બહાર નીળતાં સો વાર વિચારજો, 33 જ દિવસમાં નોંધાયા 20,000 નવા કેસ

Bansari

સતત ત્રીજા દિવસે કાશ્મીર સરહદે પાકિસ્તાનનો બેફામ ગોળીબાર, મહિલા સહીત જવાન શહીદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!