GSTV

અધિક સચિવે ખાનગી હોસ્પિટલના સંચાલકોને આપી સખ્ત ચેતાવણી, કૃત્રિમ રીતે બેડની અછતની પ્રવૃતિ સાંખી નહી લેવાય- થશે કડક કાર્યવાહી

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાયરસને માથુ ઉચક્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તાએ ખાનગી હોસ્પિટલના સંચાલકોને સખ્ત વોર્નિગ આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, જે દર્દીઓને ઓક્સિજન લેવલ યોગ્ય છે તેમને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના બેડમાં પણ ખોટી રીતે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. તેમણે કહ્યુ કે, કૃત્રિમ રીતે ખાનગી હોસ્પિટલમાં બેડની અછતની પ્રવૃતિ સાખી નહી લેવાય.

કૃત્રિમ રીતે ખાનગી હોસ્પિટલમાં બેડની અછતની પ્રવૃતિ સાખી નહી લેવાય

કૃત્રિમ રીતે ખાનગી હોસ્પિટલમાં બેડની અછતની પ્રવૃતિ સાખી નહી લેવાય

અમદાવાદની ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ બેડની કૃત્રિમ અછત ઊભી કરવાનો પેંતરો ચાલી રહ્યો છે ?, ઉલ્લેખનીય છે કે બિનજરૂરી દર્દીઓને બોલાવી પથારી ભરાતી હોવાની એએમસીને ફરિયાદ મળી છે. તાત્કાલિક ધોરણે આ પ્રકારની પ્રેક્ટિસ બંધ કરવાના આદેશ આપવામાં પણ આવ્યા છે. નોંધનીય છે કે જો આ પ્રક્રિયા યથાવત રહેશે તો કાર્યવાહી કરવાની એએમસીની ચિમકી પણ ઉચ્ચારી છે.ત્યારે બીજી તરફ અખબારી યાદી મારફતે આપી ચિમકી, અમદાવાદમાં 8થી 10 કોવિડ હોસ્પિટલ રિક્વિઝીટ કરવાની પ્રક્રિયા ચાલુ , કોવિડ કેસનું પ્રમાણ સતત વધતાં વધુ પથારી ઉપલબ્ધ કરાવવા તંત્રની તૈયારી છે.

બિનજરૂરી દર્દીઓને બોલાવી પથારી ભરાતી હોવાની એએમસીને મળી ફરિયાદ

  • અમદાવાદમાં કોરોનાના દર્દીઆે માટે ૧પ૦૦ બેડ ખાલી : રાજીવ ગુપ્તા
  • ૧પ૦૦ બેડ ખાલી છે, શહેરીજનોએ ગભરાવાની જરૂર નથી: રાજીવ ગુપ્તા
  • આેક્સિજન લેવલ યોગ્ય અને જરૂર ન હોય તેવાને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ
  • કોર્પોરેશનના બેડ પર ખોટી રીતે દર્દીઓને દાખલ કરયાનો ખુલાસો
  • રાજીવ ગુપ્તાની અમદાવાદની ખાનગી હોસ્પિટલોને સખ્ત ચેતાવણી
  • 8થી10 હોસ્પિટલોને કોવિડ તરીખે રાખવા થઈ કવાયત

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે 1 હજાર 500 બેડ ખાલી છે. જેથી શહેરીજનોએ ગભરાવવાની જરૂર નથી.  આ ઉપરાંત શહેરની વધુ 10 જેટલી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે રાખવા કવાયત હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારનાં સભ્યોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવાની બાબતમાં 108ને તાત્કાલિક  સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી એક પરિવારનાં સભ્યોને એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. અને આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

Nilesh Jethva

અમદાવાદમાં 24 માર્ચ 30 નવેમ્બર સુધીમાં જાહેરનામા ભંગના 32284 કેસો નોંધાયા, દંડની રકમ જાણીને હોશ ઉડી જશે

Nilesh Jethva

ખેડૂત આંદોલન/ પદ્મ શ્રી અને અર્જૂન એવોર્ડથી સન્માનિત કેટલાય પૂર્વ ખેલાડીઓ કૃષિ કાયદાની વિરુદ્ધમાં પરત કરશે સન્માન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!