GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

વિશ્વમાં છેલ્લા 8 દિવસમાં 9.22 લાખ નવા પોઝીટીવ, 1 લાખથી નીચે નથી આવ્યો આંક

Corona

વિશ્વમાં કોરોના વાયરસના ચેપમાં આખું વિશ્વ ફસાયું છે. કોરોનાના પોઝીટીવ કેસ અટકવાનું નામ લેતું નથી. વિશ્વમાં છેલ્લા 8 દિવસથી સતત 1 લાખથી વધારે નવા સંક્રમણના કેસ આવી રહ્યા છે. વિશ્વમાં છેલ્લા 8 દિવસમાં 9.22 લાખ કેસ નોંધાયા છે. સામે 34809 લોકોના મોત પણ થયા છે. વિશ્વમાં સૌથી વધુ 29 મેના કોરોના પોઝીટીવનો આંક 125511 થયો હતો. વિશ્વમાં 8429 લોકોના એક જ દિવસે મોતનો સૌથી ઊંચો આંક 17 એપ્રિલે નોંધાયો હતો. હાલમાં 3 જૂનના પણ વિશ્વમાં નવા 1.21 લાખ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. વિશ્વના ઘણાં દેશોએ લોકડાઉન ખોલી નાંખ્યું છે ત્યારે હવે કોરોનાના આંક પણ ધીમે ધીમે વધી રહ્યા છે. વિશ્વમાં 30 મેના પણ 1.24 લાખ પોઝીટીવ કેસ આવ્યા હતા. 3 જૂનના નોંધાયેલા પોઝીટીવ કેસ અત્યાર સુધીનો ત્રીજો ઊંચો આંક છે.

વિશ્વમાં હજુ પણ 30.19 લાખ એક્ટિવ કેસ

વિશ્વમાં કોરોના મહામારીનો આંક 66 લાખ પહોંચી ચૂક્યો છે. વિશ્વમાં અત્યાર સુધી 65.90 લાખ પોઝીટીવ આવ્યા છે. જ્યારે 3.88 લાખ લોકોના મોત થયા છે. કોરોનાની કોઈ દવા ન શોધાઈ હોવા છતાં 31.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. વિશ્વમાં હજુ પણ 30.19 લાખ એક્ટિવ કેસ છે. જ્યારે 35.71 લાખ કેસ ક્લોઝ થઈ ચૂક્યા છે. વિશ્વમાં હાલ એક્ટિવ કેસમાં 29.65 લાખ લોકોની સ્થિતિ સારી છે. જ્યારે 54232 લોકોની સ્થિતિ ક્રિટિકલ છે.

વિશ્વમાં છેલ્લા 8 દિવસમાં નોંધાયેલા પોઝીટીવ

તારીખનવા નોંધાયેલ પોઝીટવ
27 મે106475
28 મે116304
29 મે125511
30 મે124102
31 મે108768
1 જૂન103946
2 જૂન115215
3 જૂન121413

અમેરિકામાં 19 લાખને પાર થયો પોઝીટીવ આંક

વિશ્વમાં સૌથી વધારે કેસ અમેરિકામાં 19.02 લાખ કેસ થયા છે. જેમાં 109146 લોકોના મોત થયા છે. વિશ્વમાં બીજા નંબરે બ્રાઝીલમાં કોરોના પોઝીટીવ કેસનો આંક 5.85 લાખ થયો છે. જ્યારે મોતને મામલે બ્રાઝીલમાં પણ આંક વધી રહ્યો છે. બ્રાઝીલમાં અત્યાર સુધી 32568 લોકોના મોત થયા છે. રશિયામાં 4.41 લાખ પોઝીટીવ આવ્યા છે. સ્પેનમાં 2.87 લાખ પોઝીટીવ આવ્યા છે. જ્યારે યુકેમાં 2.80 લાખ પોઝીટીવ આવ્યા છે.

READ ALSO

Related posts

ચીનને લાગશે મોટો ઝટકો, ભારત અને અમેરિકા બાદ હવે આ દેશમાં પણ ટિક ટોક પર પ્રતિબંધ

Pravin Makwana

ભારત-ચીન વિવાદ મુદ્દે ચીની રાજદૂતનો વિડીયો સંદેશ થયો જાહેર, કહ્યું તણાવ ઓછા કરવા થઈ રહ્યાં પ્રયત્નો

Mansi Patel

વિકાસનું એન્કાઉંટર: 5 લાખનો ઈનામી, 250 રૂપિયામાં ઝડપાયો, 500 રૂપિયામાં થયો ઠાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!