GSTV

કોઈ સરહદ ન કોરોના કો રોકે ! અધિકારીઓની બેદરકારીના કારણે 500 લોકો ઝપેટમાં આવી ગયા

Corona

ચીનમાં કોરોનાનો ફેલાવો ભયજનક સપાટીએ પહોંચી ચૂક્યો છે. કુલ 75400 કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુ આંક 2240ને પાર થઈ ચૂક્યો છે. જેલમાં 500 કરતા વધુ કેસ નોંધાતા દોડધામ શરૂ થઈ હતી. કેદીઓના હેલ્થ ચેકઅપ શરૂ કરાયા હતા. જેલના અધિકારીઓની બેદરકારી સામે સરકારે પગલાં ભર્યા હતા અને ઘણાં અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ચીનના હેલ્થ વિભાગે જાણકારી આપી હતી એ પ્રમાણે ચીનમાં કોરોનાથી 2240 લોકોના મોત થઈ ચૂક્યા છે. 118 દર્દીઓનાં મોત એક જ દિવસમાં થયાં હતા. દેશભરમાં કોરોનાના કુલ 75465 કેસ નોંધાયા હતા. એમાંથી 889 કેસ તો એક જ દિવસમાં દર્જ થયા હતા. લગભગ 5206 લોકો શંકાસ્પદ છે અને તેમની તપાસ ચાલી રહી છે.

271 કેદીઓ કોરોનાની ચુંગાલમાં

ચીન સામે બીજો પડકાર જેલોમાં શરૂ થયો છે. ચીનની જેલોમાં કોરોનાના 500 જેટલાં કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી. હુબેઈ પ્રાંતની જેલોમાં 271 કેદીઓને કોરોનાએ ચુંગાલમાં લીધા હતા. તો બીજા અલગ અલગ પ્રાંતોની જેલોમાં 250 કરતાં વધુ કેસ નોંધાયા હતા. એમાં જેલના અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. લગભગ આઠ ગાર્ડ્સના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેલમાં મોટી સંખ્યામાં કેદીઓને કોરોના વાયરસ લાગુ પડયો હોવાથી હેલૃથ વિભાગે દોડધામ આદરી હતી. જેલોમાં હેલૃથ ચેકઅપના પ્રયાસો શરૂ કરાયા હતા. વુહાનની મહિલાઓની જેલમાં સૌથી વધુ અસર થયાનું ચીની સરકારે કહ્યું હતું. ચીનના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની જાણકારી આપી હતી અને તુરંત જેલોમાં હેલૃથ અભિયાન શરૂ થશે એવી જાહેરાત કરી હતી.

જાપાનમાંથી ઓસ્ટ્રેલિયા પહોંચેલા બે લોકોને કોરોના વાઇરસ

જાપાનમાંથી પાછા મોકલાયેલા ઓસ્ટ્રેલિયાના બે નાગરિકોનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જાપાનમાં કોરોનાની તપાસ દરમિયાન નેગેટિવ રીપોર્ટ આવ્યો પછી જ તેમને પાછા ફરવાની લીલી ઝંડી મળી હતી. જોકે, એ વખતે બંનેની તબિયત સામાન્ય ખરાબ હોવાનું નોંધાયું હતું. જાપાનની ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં 164 મુસાફરો ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. એ દરમિયાન રસ્તામાં જ તેમને કોરોના પોઝીટીવ હોવાનું જણાયું હતું, એવું ઓસ્ટ્રેલિયન હેલ્થ મંત્રાલયના અિધકારીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના સામે લડવા ઓસ્ટ્રેલિયા સજ્જ છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોરોના ફેલાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે, ઓસ્ટ્રેલિયન અિધકારીએ વધુ વિગત આપી ન હતી. જેમને કોરોના છે એમાં એક વૃદ્ધ વ્યક્તિ અને એક યુવાન વ્યક્તિ હોવાની જ જાણકારી અપાઈ હતી. તેમની ઓળખ છતી કરાઈ ન હતી.

ઈરાનમાં બે મૃત્યુ પછી કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા

ઈરાનમાં કોરોનાથી પ્રભાવિત થયેલાં બે લોકોના મૃત્યુ થયા હતા. એ પછી ત્રણ નવા કેસ પણ નોંધાયા હતા. ઈરાનના કોમ શહેરમાં વાયરસ ફેલાઈ ચૂક્યો હોવાથી સરકારે તમામ શાળા-કોલેજ-મદરેસા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ઈરાને કહ્યું હતું કે કોરોના વાયરસના કેન્દ્ર એવા વુહાનમાંથી ઈરાનના 60 વિદ્યાર્થીઓને પાછા લવાયા હતા. ઈરાનના પાટનગર તહેરાનથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલાં કોમ શહેરમાં જ નવા ત્રણ કેસ સામે આવ્યાં હતા. જેને કોરોનાને ચેપ લાગ્યો છે એમાંથી એક વ્યક્તિએ નજીકના અરાક શહેરની યાત્રા કરી હતી. તેની યાત્રાની વિગત મેળવીને ઈરાનના સ્વાસ્થ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. કોરોના વધુ ન ફેલાય તે માટે તાત્કાલિક પગલાં ભરાઈ રહ્યા હોવાનું ઈરાનના ઉપ સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. શહેરના લોકો બહાર ન નીકળે એવી ચેતવણી પણ મેયરે આપી હતી.

ચીનની બહાર પણ કોરોનાના કેસો વધતા વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો

ચીનની બહાર કોરોના વાઇરસના વધી રહેલા કેસોને કારણે એશિયા સહિતના વૈશ્વિક શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના વાઇરસના કેસો વધી રહ્યાં હોવાના અહેવાલોને સમર્થન મળતા હવે ફરીથી વૈશ્વિક મંદીની શક્યતા જોવા મળી રહી છે. આ વાઇરસને કારણે અનેક કંપનીઓનો નફો ઘટવાની શક્યતા રહી છે. એશિયન શેરબજારોમાં ટ્રેડિંગની શરૂઆત ઘટાડાથી થઇ હતી. દક્ષિણ કોરિયામાં વાઇરસના 52 વધુ કેસ નોંધાતા વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 156 થઇ ગઇ છે. ચીન પછી દક્ષિણ કોરિયામાં કોરોનાના સૌૈથી વધુ દર્દી જોવા મળી રહ્યાં છે.

READ ALSO

Related posts

લોકડાઉન : ગલી, મહોલ્લા કે ચોરામાં ટોળે વળીને ઉભા રહ્યા તો વિડિયો આધારે દાખલ થશે ઈ એફઆરઆઈ

Nilesh Jethva

દિલ્હીમાં ગંગારામ હોસ્પિટલના તબીબો Coronaના ભરડામાં, 108 તબીબોને હોમ ક્વોરંટાઈન કરાયા

Bansari

આ દેશમાંથી આવી ખુશખબરી, કોરોના વેક્સિનનું ટ્રાયલ સફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!