GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

એક જ પરિવારના 20 લોકો કોરોના પોઝિટીવ : સરકાર એમ જ ઘરમાં અલગ રહેવાની નથી આપતી સલાહ, પેઢી પૂરી થઈ જશે

ભારતમાં કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. તેમાં પણ સાંગલી શહેરમાં એક જ પરિવારના 20 લોકો કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થતા આખા શહેરમાં ગભરાટ વ્યાપી ગયો છે. આ પરિવારના ચાર સભ્યો હજયાત્રાથી પાછા ફર્યા હતા. જેના કારણે તેમના પરિવારના બીજા સભ્યો અને પરિવારમાં કામ કરી રહેલા ત્રણ મજૂરો પણ કોરોના ગ્રસ્ત થઈ ગયા છે. જાણકારી પ્રમાણે આ ચાર વ્યક્તિઓએ હજયાત્રાથી પાછા ફર્યા બાદ લગ્નમાં પણ હાજરી આપી હતી. જ્યાં તેઓ ગયા હતા ત્યાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ પરિવારના કારણે અહીંયા કોરોના ફેલાવાની શક્યતા વધી ગઈ છે. સાંગલીમાં હાલમાં 23 દર્દીઓ છે. તેમાંથી 20 દર્દીઓ આ એક જ પરિવારના છે. મહારાષ્ટ્રમાં આજે નવા છ કેસ નોંધાયા છે. એ પછી મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 159 થઈ ચુકી છે.

છેલ્લા 24 કલાકમાં 18,000થી પણ વધારે નવા કેસ

ઈટલી અને સ્પેન બાદ હવે દુનિયાની મહાશક્તિ બનેલા અમેરિકામાં કોરોના વાયરસને પગલે ખૂબજ વધારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌથી વધારે કોરોનાગ્રસ્ત લોકો ત્યાં નજર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં ઘાતક વાયરસ કોવિડ -19ને લઈને 345 લોકોના મોત થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 18,000થી પણ વધારે નવા કેસ આવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસને કારણે મરનારની સંખ્યા પણ વધીને 1550 સુધી પહોંચી ગઈ છે. જ્યારે એક લાખથી પણ વધારે લોકો આ ગંભીર રોગના ભરડામાં આવી ચૂક્યા છે. ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ 86498 થઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અહીં એક દિવસમાં 969 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ અત્યાર સુધીમાં 9134 લોકોએ જીવ ગુમાવ્યો છે. 24 કલાકમાં 589 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

corona

ન્યુયોર્ક કોરોના વાયરસથી સૌથી વધુ સંક્રમિત શહેર

ન્યુયોર્ક એ અમેરિકાનું બિઝનેશ હબ શહેર ગણાય છે. અમેરિકમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાંથી અડધા થી પણ વધારે ફક્ત આ ન્યૂયોર્ક શહેરના છે. મળતા સમચારો મુજબ ન્યુયોર્કની હોસ્પિટલોમાં હવે ઓક્સિજન, કેથેટર અને દવાઓની અછત સામે આવી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અમેરિકાના કેટલાય વિશેષજ્ઞો એ આશંકા બતાવી છે કે જો ન્યૂયોર્કમાં ઝડપથી આ પરિસ્થિતિ પર કાબુ નહીં લેવાય તો ચીનના વુહાનથી પણ વધુ ગંભીર સ્થિતિ થઈ શકે છે.

2 ટ્રિલિયન ડોલરનું આર્થિક પેકેજ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બગડી રહેલી અર્થવ્યવસ્થાને થાળે પાડવા અને લાઈન પર લાવવા 2 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં હાલના ઈતિહાસાં આ સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરાયું છે. આ રાહત પેકેજ થકી અમેરિકી સરકાર અર્થ વ્યવસ્થાને કોરોના સંકટથી ઉગારવા માટે બેરોજગારોને વ્યક્તિગત લાભ, તેમજ રાજ્યોને પૈસા અને વ્યાપારી જગતને જરૃરી રાહતો પૂરી પાડી શકાશે.

900ને પાર પહોંચ્યો આંક

કોરોના વાયરસને (corona) લઈને ભારતમાં ખૂબ જ મોટી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત લોકડાઉન કર્યું છે. તેમ છતાં કોરોનાગ્રસ્તનો આંક 900ને પાર પહોંચી ગયો છે. 20 લોકોના કોરોના વાયરસને લઈને મોત થયા છે. હાલમાં ભારતને લઈને દુનિયાની એક મોટી યુનિવર્સિટીએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં બતાવાયું છે કે ભારત માથે મોટી ખતરાનો ઘંટ વાગી રહ્યો છે. હાલ આ વાયરસ ભારતમાં ચાર મહિના સુધી મુશ્કેલી પેદા કરી શકે છે. રિપોર્ટમાં કોરોનાને હરાવવાના રસ્તાઓ પણ બતાવવામાં આવ્યા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી અને ધ સેન્ટર ફોર ડીસિઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP) એ આ રિપોર્ટ બનાવ્યો છે. ભારતનો રિપોર્ટ તૈયાર કરવા માટે તમામ આંક ભારતની અધિકારીક વેબસાઈટોનો ઉપયોગ કર્યો છે.

કોરોના વાયરસને લઈને ભારતમાં ખૂબ જ મોટી તૈયારીઓ

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આ રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના વાયરસની અસર જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટના મધ્ય સુધીમાં પૂરી થશે. તેમાં પાંચ રાજ્યોનો ગ્રાફ પણ બતાવવામાં આવ્યો છે. આખા ભારતમાં સૌથી વધારે એપ્રિલ મધ્યથી લઈને મધ્ય મે સુધીમાં કોરોનાગ્રસ્ત થઈને હોસ્પિટલમાં ભર્તી થશે. ફરી જુલાઈ મધ્ય સુધી આ સંખ્યા ધીમે ધીમે ઓછી થશે. ઓગસ્ટના અંત સુધીમાં તે પૂર્ણ થવાની આશા છે. આ ગ્રાફ મુજબ ઓછામાં ઓછા 25 લાખ લોકો આ વાયરસની ઝપેટમાં આવીને હોસ્પિટલ સુધી જવું પડશે. અભ્યાસ રિપોર્ટમાં બતાવ્યું છે કે એ ખબર નથી પડતી કે ભારતમાં કેટલા લોકો કોરોનાગ્રસ્ત છે. કારણ કે કેટલાય લોકો એસિમ્ટોમૈટિક અર્થાત અલક્ષણી છે. તેનો અર્થ એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકો વધારે છે. એમાં કોરોના લક્ષણો પણ હશે પરંતુ નીચા સ્તરે હોવાથી જ્યારે તે તીવ્ર થશે ત્યારે જ ખબર પડશે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસમાં બતાવ્યું છએ કે, વૃદ્ધોએ સોશ્યલ અંતર બાબતે વધારે ધ્યાન આપવું પડશે. જેટલું લોકડાઉન રહેશે તેટલા જ લોકો વધારે બચશે. હાલના સમયમાં ચોક્કસ અંતર જાળવવા સિવાય અન્ય કોઈ ઉપાય નથી.

corona

ભારતમાં ઓછામાં ઓછા 10 લાખ વેન્ટીલેટરની જરૂર પડશે

સૌથી મોટી સમસ્યા ભારતમાં ઓછામાં ઓછા 10 લાખ વેન્ટીલેટરની જરૃર પડશે પરંતુ ભારતમાં હાલમાં 30થી 50 હજાર વેન્ટીલેટર જ છે. અમેરિકામાં 1.60 લાખ વેન્ટીલેટર છે. પરંતુ તે ઓછા પડી રહ્યા છે. જ્યારે તેની વસ્તી પણ ભારતથી ઓછી છે. ભારતની તમામ હોસ્પિટલોએ આગળના ત્રણ મહિના ખૂબ જ મહેનત કરવી પડશે. ભારતને ચીન તેમજ અન્ય દેશોની જેમ હંગામી ધોરણે કામચલાઉ હોસ્પિટલો બનાવવી પડશે. હોસ્પીટલોમાં વાયરસનો ચેપ ના ફેલાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. ભારતમાં કોરોના વાયરસ બાબતે ચાલી રહેલી તપાસ પ્રક્રિયા ખૂબજ ધીમી છે. પરંતુ જેટલી ઝડપી તપાસ પ્રક્રિયા થશે તેટલું ઝડપીઅને વધુ પરિણામ મળશે. જો સાચી રીતે તપાસ કરાશે તો એવા વૃદ્ધોને પણ બચાવી શકાશે જે કોરોના વાયરસથી સંક્રમિત છે. ભારતમાં સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે પૂરતા માસ્ક, હૈજમટ સૂટ, ફેર ગીયર વગેરે નથી. એનાથી મેડિકલ સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેના લીધે સ્વાસ્થ્ય સુવિધામાં પણ અવરોધ પેદા થઈ શકે છે.


Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!