કોરોના વાઈરસનો કહેર સત્તત વધી રહ્યો છે. આ સમયે બોલિવુડ એક્ટર વરૂણ ધવને કોરોના વાઈરસને લઈ સોશિયલ મીડિયા પર મોટો ખુલાસો કર્યો છે. વરૂણે કહ્યું છે કે, યૂએસમાં રહેનારી તેમની એક સંબંધી કોરોના વાઈરસનો શિકાર બની છે. વરૂણે આ વાત કહી સૌને ચોંકાવી દીધા છે. વરૂણે આ વાતની જાણકારી તેના લાઈવ ઈન્સ્ટા ચેટમાં કહી હતી.
વરૂણ ધવને કહ્યું કે, કોરોના વાઈરસ અમારા ઘરની પાસે આવી ચૂક્યો છે. તમારા પોતાના વ્યક્તિને આ વાઈરસ ઝપેટમાં નથી લેતો ત્યાં સુધી તમે તેને ગંભીરતાથી નથી લેતા. આ વાતને સમજો અને ઘરની બહાર ન નીકળો. આ સાથે જ વરૂણ ધવને એ પણ કહ્યું છે કે, જ્યાર સુધી જરૂરી ન હોય ત્યાં સુધી પોત પોતાના ઘરની બહાર ન નીકળો. વરૂણ ધવને લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પણ મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આની મદદથી વાઈરસથી બચી શકાય છે.
વરૂણ ધવન પણ કોવિડ-19 વિરૂદ્ધની જંગમાં દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યો છે. તે ડોક્ટરો અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા લોકોને ફ્રીમાં ભોજન આપી રહ્યો છે. વરૂણે આ માહિતી બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્રારા આપી હતી. સાથે જ તેણે એ પણ કહ્યું કે, તે ગરીબો માટે ભોજન સામગ્રી ઉપલબ્ધ કરાવશે.
સોશિયલ મીડિયા પર વરૂણે કહ્યું કે, લોકડાઉનમાં ઘર પર રહેતા દરેક દિવસ વિતતા મને લોકોની ચિંતા થઈ રહી છે. જેમની પાસે સમસ્યાની આ ક્ષણમાં પોતાનું ઘર નથી. મેં ગરીબોને ભોજન આપવાનું બીડુ ઉપાડ્યું છે. જેમની પાસે પોતાનું ઘર નથી.
READ ALSO
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા