GSTV

દુનિયા આખી વેક્સીનના ચક્કરમાં! અને અહીં WHOના ચીફની ચેંતાવણી, આટલા વર્ષ સુધી નહીં જાય Corona

Corona

Last Updated on August 22, 2020 by Mansi Patel

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશા દર્શાવી છે કે કોરોના (Corona) વાયરસ મહામારી 1918ના સ્પેનિશ ફ્લૂની તુલનામાં ઓછા સમય સુધી રહેશે. WHO ચીફ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રયેસિસે શુક્રવારે કહ્યું કે આ મહામારી બે વર્ષની અંદર ખતમ થઈ જશે. જોકે તેના માટે તેમણે દુનિયારના દેશો સાથે જોડાઈને અને એક સર્વમાન્ય વેક્સીન બનાવવામાં સફળતા મળવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે.

હાલ કોઈ માન્ય વેક્સીન ઉપલબ્ધ નથી અને એવામાં WHOના ચીફનું નિવેદન ખૂબ મહત્વનું છે. અત્યાર સુધા WHOની તરફથી મહામારીના ખતમ થવાને લઈને કોઈ સમયગાળો ન હતો આપવામાં આવ્યો.

Corona

સ્પેનિશ ફ્લૂને ખતમ થવામાં બે વર્ષ લાગ્યા

ટ્રેડોસે કહ્યું કે 1918ના સ્પેનિશ ફ્લૂને ખતમ થવામાં બે વર્ષ લાગ્યા હતા. જીનેવામાં એક બ્રિફિંગ વખતે તેમણે જણાવ્યું કે, ‘આજની પરિસ્થિતિમાં હવે વધુ ટેક્નોલોજી અને કનેક્ટિવિટીના કારણે વાયરસની પાસે ફેલાવવાની ખૂબ જ તક છે. તે ઝડપથી ભાગી શકે છે કારણ કે આપણે એક બીજા સાથે ખૂબ જ જોડાયેલા છીએ.’

Corona

તેમણે એમ પણ કહ્યું કે- પરંતુ આ સમયે આપણી પાસે તેની રોકવાની ટેક્નીક અને યોગ્ય જ્ઞાન બન્ને છે. જેનાથી નિપટી શકાય છે. એવામાં આપણી પાસે વૈશ્વીકરણ, ઘનિષ્ઠતા, જોડાણના નુકશાન હોય છે પરંતુ સારી ટેક્નીકના ફાયદા પણ છે.

તેમણે કહ્યું કે ઉપલબ્ધ ઉપકરણોના વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે આશા રાખી રહ્યા છીએ કે આપણી પાસે વેક્સીન પણ હોશે અને આપણે કોરોનાના 1918ના ફ્લૂને ઓછામાં ઓછા સમયમાં ખતમ કરી શકીએ છીએ.

અત્યાર સુધી આટલા લોકોના જીવ લઈ ચુકી છે કોરોના મહામારી

Corona

કોરોના મહામારીના કારણે આત્યાર સુધી 8 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે અને દુનિયાભરમાં લગભગ 2.3 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ઈતિહાસમાં આના કરતા વધારે ઘાતક બિમારી સ્પેનિશ ફ્લૂ હતી, જેમાં 5 કરોડ લોકોના જીવ ગયા હતા અને દુનિયાભરમાં લગભગ 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધની તુલનામાં સ્પેનિશ ફ્લૂથી 5 ગણા વધારે લોકો મર્યા હતા. પહેલો પીડિત અમેરિકામાં મળ્યો હતો. ત્યાર બાદમાં તે યુરોપમાં ફેલાયો અને પછી આખી દુનિયા તેના ઝપેટામાં આવી ગઈ. તે મહામારી ત્રણ ચરણમાં આવી હતી. બીજી વખત આ મહામારીનું રૂપ સૌથી ઘાતક હતું.

Read Also

Related posts

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah

બોલિવૂડ / કિયારા અડવાણી સાથે લગ્ન કરવા અંગે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈ સ્પષ્ટતા ન કરી, બન્ને જણા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

Vishvesh Dave

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરનારની પોલીસે કરી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!